અને વિરાટ આઉટ થતા રડી પડ્યો આ બાળક, જોઇ લો તમે પણ કોહલીએ તેની સાથે લીધેલી આ મસ્ત તસવીર

વિરાટ કોહલીના આઉટ થતાં જ રડી પડ્યો 11 વર્ષિય કેન્સર પિડીત બાળક – જાણ થતાં જ વિરાટ તેની સાથે સેલ્ફિ લેવા આવી પહોંચ્યો, ફરી એકવાર વિરાટે પોતાના કૂણા હૃદયનો પરિચય આપ્યો – 11 વર્ષિય કેન્સર પિડીત બાળક સાથે લીધી સેલ્ફી

image source

ગુજરાના રાજકોટમાં 17 જાન્યુઆરીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે ઇન્ટરનેશનલ રમાઈ ચૂકી છે. અને ભારતનો તેમાં 36 રને વિજય થયો અને લોકો ભારતીય ટીમના પર્ફોમન્સથી ખુશખુશહાલ થઈ ગયા. પણ મેચ દરમિયાન જ્યારે વિરાટ કોહલી આઉટ થયો ત્યારે એક વ્યક્તિ અત્યત દુઃખી થઈ હતી અને તે હતો 11 વર્ષિય કીશોર કૌશલ.

કૌશલ વિરાટ કોહલીનો જબરજસ્ત ફેન છે તે જ્યારે પણ વિરાટ કોહલીનું નબળુ પર્ફોમન્સ જુવે અથવા તો તેને આઉટ થતાં જુએ ત્યારે તે નિરાશ થઈ જાય છે. અને આ મેચમાં પણ જ્યારે વિરાટ આઉટ થઈ ગયો ત્યારે કૌશલ દુઃખી થઈ ગયો હતો અને રડી પડ્યો હતો. છેવટે જ્યારે વિરાટને પોતાના આ ફેન વિષે જાણ થઈ ત્યારે તે તેની સાથે સેલ્ફી લેવા પહોંચી ગયો.

image source

તમને જો એમ લાગતું હોય કે માત્ર રડવાથી વિરાટ કોહલી સેલ્ફી લેવા ન પહોંચી શકે તો તમને જણાવી દઈએ કે વિરાટને જ્યારે એ ખબર પડી કે 11 વર્ષિય કૌશલ બ્લડ કેન્સરથી પિડાઈ રહ્યો છે ત્યારે પોતાના દુઃખી ફેનને નાનકડી ખુશી આપવા માટે તે તેની પાસે સેલ્ફી લેવા પહોંચી ગયો હતો.

કૌશલની ઘણી ઇચ્છા હતી કે તે પોતાના ક્રીકેટ આઇડલ વિરાટ કોહલીને મળે. ત્યારે તેના કુટુંબીજનોએ ડીસીપી રવિમોહન સૈની, એસપી બલરામ મીણા સહિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ સાથે વાત કરી. અને કુટુંબીજનોએ કૌશલની મેડિકલ હિસ્ટ્રી બતાવી કોહલી સાથે કૌશલની તસ્વીર લેવાની અરજ કરવામાં આવી. અને ત્યાર બાદ તેની જાણ કોહલીને કરવામાં આવી અને તે તરત જ કૌશલને મળવા આવી પહોંચ્યો.

મારા આ ફેન સાથે તો હું સેલ્ફી લેવા માગું છું

image source

કૌશલ એક બ્લડ કેન્સર પીડિત હોવાની જાણ વિરાટને થતાં તે પોતાની જાતને રોકી ન શક્યો. અને તે તરત જ કૌશલના ઘરે પહોંચી ગયો અને તેની સાથે સેલ્ફી લીધી. આ અવસર પર વિરાટ કોહલી લાગણીશીલ થઈ ગયો હતો. અને તેણે જણાવ્યું હતું કે આ બાળક સાથે તો હું પોતે સેલ્ફી લેવા ઇચ્છું છું.

તમને જણાવી દઈ કે માત્ર 7 વર્ષની ઉંમરમાં જ કૌશલમાં બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. અને ત્યાર બાદ 9 વર્ષની ઉંમરે તેને મગજનું કેન્સર હોવાની પણ જાણ થઈ હતી. અને ત્યાર બાદ ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોના ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી અને તે રોગમુક્ત થઈ શક્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ