રાજકોટના અશ્વ શોમાં બે ઘોડાના આતંકથી પોલીસ કર્મીઓ થઇ ગયા દોડતા, જોઇ લો વિડીયો

મુખ્યમંત્રી વિજય રુપાણીની હાજરીમાં – અશ્વ શોમાં બે ઘોડા બાખડી પડ્યા, પેલીસકર્મચારીઓમાં દોડાદોડી

હાલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી રાજકોટમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે. આ ઉજવણી હેતુસર રાજકોટમાં એક હોર્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના માઉન્ટેન પોલીસ લાઇન ગ્રાઉન્ડમાં આયોજીત હોર્સ શોમાં 79 ઘોડેસવારોએ ભાગ લીધો છે. આ શોમાં બેરોલ રેસ, મટકી ફોડ જેવા કરતબો બતાવવામાં આવી રહ્યા છે.

image source

ઘોડેસવારોના આશ્ચર્યજનક કરતબોએ લોકોને અભિભૂત કરી મુક્યા હતા. અને ખુદ મુખ્યમંત્રી રુપાણી પણ ચકિત થઈ ગયા હતા. પણ આ દરમિયાન એક અકસ્માત થતાં થતાં રહી ગયો. બન્યું હતું એવું કે શો ચાલી રહ્યો હતો તે દરમિયાન બે ઘોડા જોરદાર ઉછળવા લાગ્યા હતા. એવું લાગ્યું કે જાણે ઘોડા પાગલ થઈ ગયા હતા.

image source

વાસ્તવમાં એવું બન્યું હતું કે એક ઘોડાની લગામ હતી તે બીજા ઘોડાના પગમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે બન્ને ઘોડા ચીડાઈ ગયા હતા અને બેકાબુ થઈ ગયા હતા. અને તેના કારણે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓમાં પણ દોડાદોડી થઈ ગઈ હતી. છેવટે પોલીસકર્મીઓએ ઘોડાની લગામ બાંધીને બન્ને ઘોડાને શાંત પાડ્યા અને મહામુશ્કેલીએ બન્ને ઘોડાઓને કાબૂમાં કરવામા આવ્યા હતા. અને મોટો અકસ્માત થતાં ટળી ગયો હતો.

ઘાંઘા થયેલા ઘોડાઓની આ વિડિયો સોશિયલ મિડિયા પર તાજેતરમાં ખુબ વાયરલ થઈ રહી છે. તમે પણ જોઈ લો બે ઘોડા કેવી રીતે એકબીજા સાથે બાખડી પડ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ