અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના બાળકને લઈને ઉત્સાહિત છે બ્રેટ લી, અને કહ્યું…”ઓસ્ટ્રેલિયામાં જન્મ આપો, અમે….

બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ પોતાના પ્રેગ્નન્સીના દિવસોને એન્જોય કરી રહી છે અને પોતાના પહેલા બાળકના સ્વાગતની તૈયારીઓમાં લાગેલી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલી પણ પોતાના બાળકને મળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2021ના પહેલા મહિનામાં જ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે એમનું નાનું મહેમાન આવી જશે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ફેન્સ પણ આ કપલમાં ન્યુ બેબીને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફક્ત ફેન્સ જ નહીં પણ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટલી પણ એમના બાળક માટે ઘણા જ એક્સાઇટેડ છે. એટલું જ નહીં એમને વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ડિલિવરી માટે ઓસ્ટ્રેલિયા આવી જવા માટે કહ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા હાલ પ્રેગન્ટ છે અને એમને 8મો મહિનો ચાલી રહ્યો છે. જાન્યુઆરી 2021માં અનુષ્કા શર્માની ડિલિવરી થવાની છે. એ વચ્ચે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ઓસ્ટ્રેલિયા આવી જવા માટે કહ્યું છે. બ્રેટ લી એ કહ્યું કે “અનુષ્કા અને વિરાટનું ઓસ્ટ્રેલિયામાં સ્વાગત છે અને હું ઇચ્છીશ કે એમનું બાળક ઓસ્ટ્રેલિયામાં જ જન્મ લે.”

image source

બ્રેટ લીએ કહ્યું કે “જો તમે ઇચ્છો મિસ્ટર કોહલી તો તમારું ઓસ્ટ્રેલિયામાં તમારા બાળકના જન્મ માટે સ્વાગત છે. બ્રેટ લીએ આગળ કહ્યું કે “જો તમારે દીકરી જન્મે તો સારું છે અને જો તમારે દીકરો જન્મે તો વધારે સારું છું” તમને જણાવી દઈએ કે હાલના સમયમાં વિરાટ કોહલી બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ માટે એડીલેડમાં છે. વિરાટ કોહલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થનારી ટેસ્ટ મેચ પછી મુંબઈ પરત આવશે.

image source

તો વાત કરીએ અનુષ્કા શર્માની તો એ પોતાના બાળકને મળવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે. જો કે પ્રેગ્નન્સી દરમિયાન પણ અનુષ્કા ખૂબ જ કામ કરી રહી છે.એ પોતાની ડિલિવરી પહેલા પોતાનું બધું જ કામ પૂરું કરી લેવા માંગે છે.

image soucre

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એમના ઘણા ફોટા પણ સામે આવ્યા છે જેમાં એ ખૂબ જ ક્યૂટ અને સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે ઇટલીમાં લગ્ન કર્યા હતા. એમના લગ્નના ફોટાને પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ