કોરોના મહામારી વચ્ચે સૌને મુંજવતો પ્રશ્ન, શું બાળકોને રસી અપાશે? જાણો આ વિશે શું કહ્યું ડોક્ટરે

રાજ્યમાં કોરોના વેક્સિનેસનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોર્પોરેશન દ્વારા સર્વે પણ કરાવવામાં આવી રહ્યો છે. એવામાં સવાલ એ થાય કોણે કોણે આ રસી લેવી જોઈએ, શું બાળકોએ આ રસી લેવી જોઈએ? આ અંગે સિવિલ હોસ્પિટલના ડૉક્ટર કહ્યું કે, બાળકોને રસી આપવાની કોઈ જરૂર નથી. આ ઉપરાંત કોઈ પણ રિએક્શનની સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં અમારી ટીમ તૈયાર છે. અસરવા સિવિલ હોસ્પિટલમાં આવનારા દિવસોમાં રસી બાદ કોઈને આડઅસર થશે તો આ માટે અમારી પૂરી તૈયારી છે. સિવિલ હોસ્પિટલ મેડિસિન વિભાગના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, હાલ રસી આપવા માટે તૈયારીઓનો તબક્કો ચાલી રહ્યો છે. હાલ રસી કોને આપવામાં આવશે, ક્યા લોકોને અપાશે, તાત્કાલિક રિસ્પોન્સ અંગે તૈયારી કરવામાં આવી રહી છે. અત્યારે તો સૌથી વધારે જોખમ હોય એવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે.

કોરોના વાયરસની મારક રસી અત્યારે ટ્રાયલ ઝોન પર

image source

તો બીજી તરફ તેમણે એમ પણ કહ્યું કે એક કરતા વધારે બીમારી હશે એ લોકોની પ્રાથમિકતા છે. આ રસી પણ સ્વાઈન ફ્લુની રસી જેવી છે. જેમાં હાનિકારક તત્ત્વનું પ્રમાણ ઓછું છે. હાલમાં આવેલી રસી એડલ્ટ લોકોની છે. નાના બાળકોને આ રસી આપવાની જરૂર નથી. જોકે, લોકોએ પણ આ રસીથી કોઈ રીતે ડરવાની જરૂર નથી. કોરોના વાયરસની મારક રસી અત્યારે ટ્રાયલ ઝોન પર છે. આ દરમિયાન અમદાવાદમાં પણ ઘણા પરીક્ષણ ચાલી રહ્યા છે. આ દરમિયાન જો કોઈ દર્દીને રિએક્શન આવશે તો અમારી ટીમ પૂરી રીતે તૈયાર છે. અમે પણ એ માટે તૈયાર છીએ. જેથી કરીને કોઈ પણ લોકોએ ગભરાવાની જરૂર નથી. કોઈને સાઈડ ઈફેક્ટ થશે તો પણ ટીમ યોગ્ય દવાઓ અને ઈમરજન્સી રિસ્પોન્સ માટે સજ્જ છે.

જાન્યુઆરી મહિનામાં નવો ડોઝ તૈયાર થઈ જશે

image source

નોંધનિય છે કે વિદેશમાં કોરોના રસીને લઈને કેટલાક જૂજ કેસમાં એવું જાણવા મળ્યુ હતું કે, રસી બાદ કોઈને રિએક્શન આવ્યું હતું. હાલમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. પણ દર્દીઓ આ કોરોના વાયરસની મારક રસીની રાહ જોઈ રહ્યા છે. સરકારે પણ આ અંગે એવી સ્પષ્ટતા કરી હતી કે, સૌ પ્રથમ રસીનો ડોઝ તબીબો તથા મેડિકલની ટીમને આપવામાં આવશે. જોકે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એવી પણ શક્યતા વ્યક્ત કરી હતી કે, જાન્યુઆરી મહિનામાં નવો ડોઝ તૈયાર થઈ જશે.

અમેરિકામાં પણ બાળકોને રસી નથી અપાઈ રહી

image source

બ્રિટન અને અમેરિકામાં કોરોના વાયરસ ઈન્ફેક્શન સામે લડવા માટે Pfizerની વેક્સીન આપવાનું શરૂ કરી દેવાયું છે. બ્રિટનમાં વૃદ્ધોની સાથે ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને પહેલા તબક્કા માટે પસંદ કરાયા છે, તો અમેરિકામં 30 લાખ હેલ્થવર્કર્સ અને નર્સિંગ હોમ રેસિડેન્ટ્સને વેક્સીન આપવામાં આવશે. એક વાત જેના પર બધાનું ધ્યાન છે અને જેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું બાળકોને પણ કોરોના વેક્સીન આપવામાં આવશે. બંને દેશોમાં બાળકોને હાલ વેક્સીનનેશન માટે પસંદ કરવામાં નથી આવ્યા. હકીકતમાં, અલગ-અલગ ઉંમરના લોકો પર વેક્સીનની સ્ટડીનો પૂરતો ડેટા હજુ હાજર નથી. માનવામાં આવી રહ્યું છે કે, તે આવતા વર્ષ સુધી મળી શકશે. Pfizerની વેક્સીનનો 12 વર્ષની ઉંમર સુધીના બાળકો પર ટેસ્ટ ઓક્ટોબરમાં શરૂ કરાયો હતો અને હજુ તેના પરિણામો આવવામાં કેટલાક મહિના લાગી શકે છે.

વધુ નાના બાળકો પર તેનો ટેસ્ટ કરવામાં આવી શકે છે?

image source

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને આ અંગે નિર્ણય કર્યો છે કે, શું બાળકો પર ઈમરજન્સીમાં ઉપયોગની મંજૂરી આપવા માટે પૂરતો ડેટા છે? આ પરિણામોના આધાર પર એ વાત પર પણ નિર્ણય કરાશે કે શું વધુ નાના બાળકો પર તેનો ટેસ્ટ કરવામાં આવી શકે છે? તો, અમેરિકામાં મંજૂરી મેળવનારી બીજી કંપની બનવાની આશા રાખી રહેલી મોડર્નાએ આ મહિને 12થી 17 વર્ષના બાળકોને એનરોલ કરવાનું શરૂ કર્યું છે. તેમને એક વર્ષ સુધી ટ્રેક કરાશે. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ટ્રાયલ 2021ની શરૂઆતમાં શરૂ થાય તેવી શક્યતા છે. હજુ એ વાત પર આશંકા જળવાયેલી છે કે, શું બાળકોને લઈને પરિણામ આવતા વર્ષે સ્કૂલ શરૂ થવા પર વેક્સિનેશન પહેલા આવી શકશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ