કરોડોની વેનિટી વેનમાં સફર કરે છે સલમાન ખાન, જોઇ લો અંદરનો નજારો તમે પણ

બૉલીવુડ કલાકારો પોતાની ફિલ્મોને લઈને તો ચર્ચામાં રહે જ છે પણ સાથે સાથે એમની અંગત જિંદગી અને લકઝરી લાઈફને લઈને પણ ચર્ચામાં જળવાઈ રહે છે. બૉલીવુડ કલાકારોના ફેન્સ એમના મનગમતા સ્ટાર વિશેની નાનામાં નાની વાત પણ જાણવા માટે આતુર હોય છે. આ ફિલ્મી કલાકારોની વાત કરીએ તો એમના ઘરના ફોટા હોય કે પછી એમની વેનિટી વેનના, એક અલગ જ રોયલ લુક જોવા મળે છે. ઘર અને સેટ સિવાય જો આ કલાકારો સૌથી વધુ સમય ક્યાંય વિતાવતા હોય તો એ છે એમની વેનિટી વેન. જ્યાં બધી જ સુખ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. અભિનેતા સલમાન ખાનની વાત કરીએ તો એમની વેનિટી વેનની કિંમત કરોડોમાં છે. તો ચાલો જોઈ લઈએ સલમાન ખાનની વેનિટી વેનની અંદરની તસવીરો.

image source

સલમાન ખાનની વેનિટી વેનને જો ચાલતું ફરતું આલિશાન એપાર્ટમેન્ટ કહેવામાં આવે તો એમાં કઈ જ ખોટું નહિ હોય. ફિલ્મના સેટથી નીકળીને સલમાન ખાન અહીંયા જ સૌથી વધુ સમય વિતાવે છે. અહીંયા જરૂરિયાતની બધી જ વસ્તુઓ હાજર છે. પછી એ આરામ કરવા માટે સોફા હોય કે પછી ખાલી સમયમાં ટીવી જોવું હોય, સલમાન ખાનની.વેનેટી વેનમાં બધી જ સુવિધાઓ છે.

image source

વેનિટી વેનના ફોટા જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે વેનિટી વેનની કિંમત કરોડો રૂપિયા છે. રિપોર્ટ અનુસાર સલમાન ખાનની આ વેનિટી વેનની કિંમત કરોડોમાં છે. રિપોર્ટ અનુસાર સલમાન ખાનની આ વેનિટી વેનની કિંમત લગભગ ચાર કરોડ રૂપિયા જેટલી છે.

image source

બિગ બોસના સેટની જેમ જ વેનિટી વેનની અંદર પણ સલમાન ખાનનો ફોટો લગાવેલો છે. નજીકમાં જ મેકઅપ માટે જગ્યા બનાવેલી છે. સેટ પર જતા પહેલા સલમાન ખાન અહીંયા જ તૈયાર થાય છે. અહીંયા એક આરામદાયક ખુરશી પણ છે. અને પાસે જ એક સોફા પણ છે. ઘણી વાર સલમાન ખાન પોતાના નિર્દેશક સાથે ફિલ્મની સ્ક્રીપટની ચર્ચા કરે છે.

image source

સલમાન ખાનની તસવીર જ્યાં લગાવેલી છે એની એકદમ બાજુમાં જ સીટીંગ એરિયા છે. અહીંયા સલમાન ખાન સાથે કામ કરતા સ્ટાલિસ્ટ, મેનેજર, મેકઅપ આર્ટિસ્ટ અને હેર સતાલિસ્ટ વગેરે બેસે છે.

image soucre

વેનિટી વેનમાં એક મોટી ટીવી સ્ક્રીન પણ જોવા મળી રહ્યું છે. વેનિટી વેનનું ઇન્ટિરિયર પર પણ ઘણું જ ધ્યાન આપવામાં આવ્યું છે અને એનો લુક હળવા પીળા રંગનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ