* ઘરગથ્થુ ઉપચાર * *જીવજંતુનાં ડંખ *
———————————————

1– મધમાખીનો ડંખ :–
- ■ ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
- ■ તપકીર (બજર) અથવા તમાકુનો ઝીણો કરેલો ભૂકો ચોપડવાથી પીડા મટે છે.
- ■ સુવા અને સિંધવ (સિંધાલૂણ ) પાણી સાથે વાટીને ચોપડવાથી પીડા મટે છે.
- ■ મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે.
- ■ તુલસીનાં પાનને પીસીને ડંખ ઊપર મસળવાથી ઝેરની અસર નાબૂદ થાય છે.
- ■ કાળી માટી પાણીમાં મેળવીને તેનો લેપ કરી ચોવીસ કલાક રાખવાથી ઝેર અને સોજો બન્ને ઉતરી જશે.
- ■ મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા, ઝેર અને સોજો નાબુદ થાય છે.
- “■ હળદર પાણીમાં પલાળીને સહેજ ગરમ કરીને ચોપડવાથી પીડા મટે છે.

2 — ભમરી/કાંડરનો ડંખ :—
- ★ ડુંગળીનો રસ ચોપડવાથી પીડા મટે છે.
- ★ તુલસીનાં પાન ડંખ ઉપર મસળવા.
- ★ કાળી માટીનો લેપ કરવો.
- ★આગળ જણાવ્યા મુજબ મીઠો લીમડો તથા હળદરનો પ્રયોગ કરવો.

3– કાનખજુરો :—
- ◆ કાનખજૂરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
- ◆ ડુંગળી અને લસણ સાથે વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે.
- ◆ કાનખજૂરો , બગાઈ જેવા જંતુઓ કાનમાં ગયા હોય તો — સ્વમૂત્ર અથવા સાકરનું પાણી અથવાતો મધ અને તેલ ભેગાં કરીને કાનમાં નાખવાથી તે બહાર નીકળી જાય છે.

4 — વીંછીનો ડંખ :—
- ● વીંછીનાં ડંખ ઉપર ડુંગળી કાપીને બાંધવાથી વીંછીનુ ઝેર ઉતરે છે.
- ● વીંછીના ડંખવાળો ભાગ મીઠાનાં પાણી વડે વારંવાર ધોવાથી ઝેર ઉતરે છે.
- ● નિર્મળીનું બીજ લઇ, પત્થર ઉપર સહેજ પાણી નાખી બે-ચાર ઘસરકા મારીને , પછી તે બીજને ડંખ ઉપર મૂકી સહેજ વાર દબાવી રાખવાથી તે બીજ ડંખ ઉપર ચોંટી જશે. ઝેર ચૂસી લેશે. ઝેર ચૂસી લીધા બાદ પોતાની મેળે ખરી જશે.
- ● નિર્મળીનું બીજ ન હોય તો આંબલીનું બીજ- ( કિચૂકો, કચૂકો, ચીચુકો, આંબીલો,આંબલિયો ) ને પત્થર ઉપર પાણી સાથે ઘસવો. કાળી છાલ ઘસાઈને સફેદ ભાગ દેખાય ત્યારે તે સફેદ ભાગને ડંખ ઉપર મૂકી સહેજ દબાવવાથી ચોંટી જશે. ઝેર ચુસી લીધા બાદ પોતાની મેળે ખરી જશે.
- ● કેરોસીનમાં ફટકડીનો ભૂકો નાંખીને ચોપડવાથી ડંખની પીડા મટી જશે.

5 — મચ્છર, કીડી, મંકોડાનાં ડંખ :–
- ∆ ડંખ ઉપર લીંબુનો રસ લગાવવાથી પીડા મટી જશે.
- ∆ લસણનો રસ લગાવવાથી પીડા મટે છે.
- ∆ ચૂનો લગાડવાથી પીડા મટે છે.

6 — ગરોળી કરડે તો :–
- ■ — સરસિયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર ઉતરે છે.

7 — ઉંદર કરડે તો :–
- ◆– ખોરુ કોપરુ મૂળાનાં રસમાં ઘસીને ચોપડવાથી પીડા મટે છે.
સંકલન :– અમૃતભાઈ પનારા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત