ઇલેક્ટ્રિક વાહન બનાવનારી વિશ્વની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની ટેસ્લા (Tesla) ભારતમાં તેની ગાડીઓના ઉત્પાદન કાર્ય માટે કર્ણાટકમાં તેની ઉત્પાદન ફેકટરી (મેન્યુફેક્ચરિંગ યુનિટ) બનાવશે. કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ સત્તાવાર રીતે આ વાતની પૃષ્ટિ કરી છે કે ટેસ્લા કર્ણાટકમાં ઇલેક્ટ્રિક કારનાં ઉત્પાદન માટે પોતાનો પ્લાન્ટ સ્થાપિત કરશે. મુખ્યમંત્રી દ્વારા કેન્દ્રીય બજેટ થકી રાજ્યને મળનારા ફાયદાઓનો ઉલ્લેખ કરતા એક વાતચીત દરમિયાન ઉપરોક્ત માહિતી આપી હતી.

મુખ્યમંત્રી યેદીયુરપ્પાના સત્તાવાર નિવેદન અનુસાર ” અમેરિકન ફર્મ ટેસ્લા કર્ણાટકમાં પોતાની ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે પ્લાન્ટ ખોલશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તુમકુર જીલ્લામાં એક ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પણ બનાવવામાં આવશે જેનો ખર્ચ લગભગ 7725 કરોડ રૂપિયા જેટલો થશે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે આ પ્લાન્ટના આયોજનથી 2.8 લાખ લોકોને નોકરી પણ મળશે.

ટેસ્લાએ ગયા મહિને 8 જાન્યુઆરીએ Tesla India Motors and Energy Private Limeted (ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ) ના નામથી પોતાની એક સહાયક કંપનીનું બેંગલુરુમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ટેસ્લા ઇન્ડિયાને વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જોન ફેંસટીનને નિર્દેશક તરીકે નિમણૂક આપી છે. તનેજા ટેસ્લામાં CFO છે જ્યારે ફેંસટીન ટેસ્લામાં ટ્રેડ માર્કેટ એક્સેસમાં ગ્લોબલ સિનિયર ડાયરેકટરના પદ પર કાર્યરત છે.

ભારતમાં ક્યુ મોડલ પહેલા આવશે ?
લગભગ પાંચ વર્ષ સુધી રાહ જોયા બાદ ટેસ્લા ભારતમાં પોતાના સૌથી લોકપ્રિય મોડલ્સ સાથે શરૂઆત કરી રહી છે. Tesla Model 3 (ટેસ્લા મોડલ 3) જે EV નિર્માતાની લાઈન અપમાં સૌથી સસ્તી કાર છે અને તે ભારતીય માર્કેટમાં આવનાર સૌથી પહેલા મોડલ્સ પૈકી એક મોડલ હશે તેવું માનવામાં આવી રહ્યું છે. કંપની તેની આ કારને આ વર્ષે એક.મિડ લાઈફ અપડેટ આપવાની તૈયારી કરી રહી છે.

Model 3 ની વિશેષતાઓ
Model 3 ટેસ્લાની સૌથી સસ્તી અને સૌથી વધુ વેંચાતી કાર છે. આ કારને મોટી સંખ્યામાં આયાત કરવામાં આવશે અને ભારતમાં વેંચવામાં આવશે. જો કે હાલ ટેસ્લાએ પોતાનો ઉત્પાદન પ્લાન્ટ તૈયાર નથી કર્યો એટલા માટે એટલા માટે કંપની Model 3 કારની કમ્પ્લીટલી બીલ્ટ યુનિટ (CBU) ને આયાત કરશે અને તેની કિંમત પણ થોડી વધુ હશે.

તેમ છતાં આ કાર ભારતમાં 55 લાખ રૂપિયાથી લઈને 60 લાખ રૂપિયા સુધીમાં ઉપલબ્ધ થઈ શકશે. નોંધનીય છે કે Model 3 કારને ફૂલ ચાર્જ કરવા માટે ફક્ત 15 મિનિટનો સમય લાગે છે. અને એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ આ કાર 500 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. ઉપરાંત કારની ટોપ સ્પીડ 162 કિલોમીટર પ્રતિ કલાકની છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!