વાસ્તુની અસર વિદ્યાર્થી ઉપર પણ પડે છે, સારા પરિણામ માટે અજમાવી જુઓ આ ખાસ વાસ્તુ ટીપ્સ

મિત્રો, દરેક વિદ્યાર્થી જીવનમા પોતાની એક સફળ કારકિર્દી બનાવવા ઈચ્છતો હોય છે અને આ સફળ કારકિર્દી બનાવવા માટે તે મન લગાવીને અભ્યાસ કરે છે અને સારું શિક્ષણ મેળવે છે. તે દિવસ-રાત અથાગ પરિશ્રમ કરે છે જેથી, તે પરીક્ષામા સારા માર્કસે પાસ થઇ શકે અને પોતાના ઉજ્જવળ ભવિષ્યનુ નિર્માણ કરી શકે.

image source

પરંતુ, ઘણીવાર એવુ બનતુ હોય છે કે, અથાગ પરિશ્રમ કર્યા બાદ પણ વિદ્યાર્થીને પરીક્ષામા પોતાનુ અપેક્ષિત પરિણામ મળતુ નથી અને અપેક્ષિત પરિણામ ના મળવાના કારણે તે એકદમ નિરાશ થઇ જાય છે. આજે આ લેખમા અમે તમને અમુક એવી ટીપ્સ આપવા જઈ રહ્યા છીએ કે, જેને અજમાવવાથી તમે પરીક્ષામા અભૂતપૂર્વ સફળતા મેળવી શકો છો, તો ચાલો જાણીએ કઈ છે આ ટીપ્સ.

image source

દરેક વ્યક્તિ પરીક્ષામા સારુ પરિણામ મેળવવાની ઇચ્છા ધરાવતો હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિ પૂર્વ કે ઉત્તર દિશામા બેસીને વાંચન કરે છે, તો તેના પર બુધ, સૂર્ય અને ગુરુની અસીમ કૃપા બની રહે છે અને અભ્યાસમા પણ વિશેષ સફળતા હાંસલ થાય છે.

image source

આજે અહીં અમે તમને અમુક એવી વાસ્તુ ટીપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમને પરીક્ષામાં વધુ સારા પરિણામો આપી શકે છે. આ સિવાય તમારા સ્ટડી ટેબલને બુક્સથી ભરેલુ ના રાખો. ટેબલ પર એક ગ્લોબ મૂકો અને તેને અમુક સમયકાળના અંતરે ફેરવો.

image source

અસ્તવ્યસ્ત અને પુસ્તકોથી ભરેલા ટેબલ પર વાંચવાનુ મન થવાની સંભાવના ખુબ જ ઓછી છે. તમે તમારા પુસ્તકોને સાચવીને શેલ્ફમા રાખી શકો છો અને જો શક્ય હોય તો એવુ શેલ્ફ બનાવો કે, જેમાંથી તમે તમારી આવશ્યકતા મુજબ પુસ્તકો લઇ શકો અને મૂકી શકો.

અહી એકસાથે મૂકવામાં આવેલા ખુલ્લા પુસ્તકો એ તમારા મગજની ઊર્જાને અસર કરે છે. આ ઉપરાંત તમારા સ્ટડી રૂમમા ઓછા પ્રકાશમા વાંચશો નહીં, તે તમારી આંખોને ખુબ જ ખરાબ અસર કરે છે એટલા માટે લાઇટિંગની એકદમ સરળ વ્યવસ્થા કરો. આ ઉપરાંત જરૂરી વસ્તુઓને તમારાથી દૂર ના રાખવી.

image source

વાંચનરૂમમાં જરૂરિયાતથી વધારે વસ્તુઓ તથા ભારે વસ્તુઓ પડેલી હોવી જોઈએ નહિ. આ રૂમ એકદમ હળવો અને ખાલી હોવો જોઈએ. આ રૂમમાં ડબલ બેડ ક્યારેય પણ ના રાખવો અને સૂવાના સમયે હમેંશા પૂર્વ દિશા તરફ માથુ રાખીને સૂવો. વાંચવા માટે શ્રેષ્ઠ સમય એ બ્રહ્મ મુહુર્ત છે.

image source

તેથી, આપણે હમેંશા સૂર્યોદય પહેલા અભ્યાસ કરવાની આદત કેળવવી જોઈએ કારણકે, જેથી આપણે વાંચેલુ લાંબા સમય સુધી યાદ રાખી શકીએ. આ ઉપરાંત હમેંશા ૪૦ મિનીટના એક સત્ર પછી ૧૦ મિનીટ આરામની ફાળવો. જો તમે ઉપરોક્ત તમામ બાબતો અંગે કાળજી લેશો તો તમને પરીક્ષામા સારા માર્ક્સથી પાસ થતા કોઈપણ વ્યક્તિ અટકાવી શકશે નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ