ચાણકય નીતિ: ગુરુ ચાણક્યની આ ૭ વાતોથી જો દિવસની કરશો શરૂઆત તો જરૂરથી મળશે સફળતા..

મિત્રો, ચાણક્યનીતિ મુજબ દરેક વ્યક્તિએ દિવસની શરૂઆત ખૂબ જ વિચારપૂર્વક કરવી જોઈએ. જીવનની સફળતામા દરેક ક્ષણનુ એક વિશેષ મહત્વ હોય છે. જે લોકો આ વાતને સમજી શકતા નથી, તે ક્યારેય પણ દેવીમાતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવી શકતા નથી. આચાર્ય ચાણક્યની ગણના આપણા દેશના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોમા થાય છે. તેમની પાસે અનેકવિધ વિદ્યાઓનુ જ્ઞાન હતુ.જો તમે તમારા જીવનમા એક સફળ વ્યક્તિ બનવાની ઈચ્છા ધરાવતા હોવ તો આચાર્યના નીતિશાસ્ત્રમા દર્શાવેલી વાતોનુ અવશ્ય પાલન કરો.

image source

આચાર્ય ચાણક્યના સંબંધ વિશ્વ વિખ્યાત તક્ષશિલા યુનિવર્સિટી સાથે હતા. તે તક્ષશિલા વિશ્વવિદ્યાલયના આચાર્ય હતા અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હતા. અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન, લશ્કરી વિજ્ઞાન અને કૂટનીતિ શાસ્ત્ર ઉપરાંત સમાજશાસ્ત્રની પણ ઊંડી સમજ ધરાવતા હતા. આચાર્યે તેમના અભ્યાસ અને જીવનના અનુભવમાંથી જે પણ જ્ઞાન મેળવ્યુ તે તેમણે તેની ચાણક્ય નીતિમાં નોંધ્યુ. તો ચાલો આજે આ લેખમા આપણે સફળ વ્યક્તિ બનવા માટે આચાર્ય દ્વારા નીતિશાસ્ત્રમા લખાયેલી અમુક બાબતો વિશે જાણીએ.

આળસ છોડી દો :

image soucre

આચાર્યના મત મુજબ સફળતાનો સૌથી મોટો શત્રુ આળસ છે. જે વ્યક્તિ આળસને છોડવા માટે સમર્થ નથી, તે સફળતાથી દૂર રહે છે.

આજના કામને કાલ પર ના ટાળવુ :

આચાર્યના મત મુજબ આજના કાર્યને ક્યારેય પણ આવતીકાલ ઉપર ટાળવુ જોઈએ નહી. જે લોકો આજનુ કામ આજના દિવસમા જ પૂર્ણ કરે છે, સફળતા તેમને જ મળે છે.

લોભનો ત્યાગ કરવો :

image source

આચાર્યના મત મુજબ લોભ એ બધા જ દુ:ખોનુ કારણ છે. જે લોકો લોભથી મુક્ત થઈને પોતાનો દિવસ શરૂ કરે તે લોકો ક્યારેય નિરાશ થતા નથી.
ક્રોધને નિયંત્રણમા રાખો :

આચાર્યના મત મુજબ ક્રોધ પણ વ્યક્તિનો સૌથી મોટો શત્રુ છે. શક્ય બને તો આ ક્રોધને તમારે ટાળવો જોઈએ કારણકે, જ્યારે તમે ક્રોધમા હોવ છો ત્યારે તમે કાર્યના શુભ કે અશુભ ઉદેશ્યને પારખી શકતા નથી.

અસત્ય ના બોલવુ :

image soucre

જીવનમા ક્યારેય પણ અસત્ય ના બોલવુ. અસત્ય બોલવાની આદત વ્યક્તિને નબળા બનાવે છે.

સમયનો આદર કરવો :

image source

આચાર્યના મત મુજબ જે વ્યક્તિ સમયની કદર નથી કરતો તેને સફળતા ક્યારેય મળતી નથી. જે લોકો સમયના મહત્વને સમજે છે, તે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળીને સફળ થવાના માર્ગ પર અગ્રેસર રહે છે.

નાણાની બચત કરવી :

image source

આચાર્યના મત મુજબ નાણાનો ઉપયોગ ખૂબ જ વિચારપૂર્વક કરવો જોઇએ. ક્યારેય પણ વ્યર્થ કાર્યોમા વધુ પડતા પૈસા ખર્ચવા ના જોઈએ આમ, કરવાથી માતા લક્ષ્મીજી તમારાથી ક્રોધિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ