વેલેન્ટાઈન ડે પર સુંદર દેખાવવું છો તો 10 મિનિટમાં જાતે કરી લો આ ફેશિયલ, ચમકી ઉઠશે ચહેરો

વેલેન્ટાઈન ડેની રાહ અનેક લોકો આખું વર્ષ જોતા હોય છે. પ્રેમનો આ મહિનો અનેક પ્રેમી પંખીડાઓ માટે ખાસ બની રહે છે. આ દિવસે અનેક લોકો પોતાના પ્રેમનો એકરાર કરે છે. આ દિવસની ખાસ પ્લાનિંગ તેઓ પહેલાથી જ શરૂ કરે છે. મહિલાઓની વાત કરીએ તો આ દિવસે પોતાને ખાસ લૂક આપવા માટે તેઓ અનેક તૈયારીઓ કરી લેતી હોય છે.

image source

હાલમાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે, જો હજુ સુધી તમે તમારા પાર્ટનરને કોઈ સુંદર સરપ્રાઈઝ આપવામાં સફળ નથી થયા તો તમે વેલેન્ટાઈન ડેના દિવસને ખાસ બનાવી શકો છો. આ દિવસે તમે તમારા પાર્ટનરની સામે પોતાને સારી રીતે પ્રેઝન્ટ કરવા માટે ઘરે જ ઓછા ખર્ચે એક ફેશિયલ કરી શકો છો. આ માટે તમને ફ્કત 10 મિનિટનો સમય લાગી શકે છો. તો કાઢી લો આ 10 મિનિટ અને બનાવી લો તમારા વેલેન્ટાઈન ડેને ખાસ.

image source

જો તમે વેલેન્ટાઈન ડેના દિવસે પાર્ટનર સાથે બહાર જવાનો ખાસ પ્લાન કર્યો છે તો આ દિવસે સુંદર દેખાવવા માટે તમે ગુલાબજળ ફેશિયલનો પ્લાન કરી શકો છો. તો જાણો કઈ રીતે આ ફેશિયલ ઘરે જાતે જ કરી શકાય છે અને ચમકતો સુંદર ચહેરો મેળવી શકાય છે.

ક્લિન્ઝિંગ

image source

ક્લિન્ઝિંગ ફેશિયલનું સૌથી પહેલું સ્ટેપ હોય છે. તે ફેસ પર જામેલી માટી, પરસેવો અને ઓઈલને હટાવવામાં મદદ કરે છે. ગુલાબજળથી ક્લિન્ઝિંગ કરવા માટે એક મોટા ચમચા ગુલાબજળમાં ગ્લિસરીનના ટીપાં નાંખો અને ફેસ પર કોટનની મદદથી તેને લગાવીને ફેસ સાફ કરી લો. તેનાથી ફેસ પરની ગંદગી અને ધૂળ સરળતાથી દૂર થશે.

સ્ક્રબ

image source

સ્ક્રબ ફેશિયલનું અન્ય સ્ટેપ હોય છે. સ્ક્રબ કરવાથી ફેસના ડેડ સેલ્સ હટી જાય છે. સ્ક્રબથી સ્કિનના પોર્સ ખૂલે છે અને સ્કીનને પોષણ મળે છે. ગુલાબજળથી સ્ક્રબ કરવા માટે ખાંડ અને ગુલાબજળને એક સાથે મિક્સ કરો અને તેને ફેસ પર લગાવીને હળવા હાથે મસાજ કરો. તેનાથી બ્લેક હેડ્સ પણ સરળતાથી નીકળી જશે.

મસાજ

image source

મસાજ એ ફેશિયલનું ત્રીજું સ્ટેપ છે. તેનાથી સ્કીન સોફ્ટ બને છે અને સાથે ફેસ પર નિખાર આવે છે. ગુલાબજળથી મસાજ કરવા માટે એક બાઉલમાં થોડું મધ અને ગુલાબ જળ લો અને તેને સારી રીતે મિક્સ કરો. ફરી મસાજ કરવા માટે તમારા હાથમાં તેને લઈને આંખો બંધ કરીને હાથની આંગળીથી હળવેથી મસાજ કરો. થોડી વાર મસાજ કર્યા બાદ ફેસ સાફ કરી લો.

ફેસ પેક

image source

ફેશિયલનું છેલ્લું સ્ટેપ હોય છે ફેસ પેક, તેને બનાવવા માટે ગુલાબ જળમાં બેસનનો ઉપયોગ કરો. બેસન એટલે કે ચણાનો લોટ ટેનિંગને ઘટાડે છે. સાથે આ સ્કીન ઓઈલને કંટ્રોલ કરવાનું કામ કરે છે અને પિમ્પલ્સને પણ ઘટાડે છે. ફેસ પેક પિંપલ્સ, ડાઘ અને નિશાનને ઘટાડવાનું કામ કરવામાં તમારી મદદ કરશે. આ ત્વચાના ડેડ સેલ્સને પણ સાફ કરી લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ