વિદેશને પણ ટક્કર મારે એવા છે આ પ્લેસ, જ્યાં જતાની સાથે જ તમે બોલી ઉઠશો WOW!

શહેરની દોડતી અને ભાગતી જિંદગી લગભગ દરેક વ્યક્તિને વ્યસ્ત બનાવી રાખે છે. એક પછી એક કામ અને એક પછી એક ટાર્ગેટ પુરા કરવામાં માણસનું શરીર અને મગજ બન્ને જવાબ આપી દે છે. રવિવારની રજા સિવાય અઠવાડિયાના છ દિવસો સુધી હાથ, પગ, મગજ અને વિચારો બધું કામ કામ અને કામ પાછળ દોડે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તક મળે ત્યારે આપણે કોઈ નાની કે મોટી ટ્રાવેલ ટ્રીપ કરવાનું વિચારતા હોઈએ છીએ. જેથી શહેરની ભાગમભાગ વાળી જિંદગીમાં થોડોક આરામ મળી શકે. જો કે ઘણા ખરા લોકો ખરા સમયે એ નક્કી નથી કરી શકતા કે આખરે તે ફરવા જાય તો જાય ક્યાં ? જો તમને પણ અણીના સમયે એ સૂઝતું ન હોય કે ફરવા ક્યાં જવું તો અમે તમને ભારતના આવેલા અમુક એવા પર્યટન સ્થાનો વિશે જણાવીશું જ્યાં તમે તમારી રજાઓના દિવસો આરામથી ગાળી શકો છો.

નાકો

image source

મોટાભાગના શહેરી લોકો ફરવા જવા માટે શાંત અને પ્રાકૃતિક વાતાવરણ ધરાવતા સ્થાનની શોધમાં હોય છે. જો તમે પણ આવા કોઈ સ્થાનની શોધમાં હોય તો તમારી શોધ નાકો ગામે આવીને પુરી થઈ જશે. નાકો નિબ્બત બોર્ડર પર આવેલું ગામ છે અને અહીંની પ્રાકૃતિક સુંદરતાની તો શું વાત કરવી. આ ગામમાં આવેલું એક પ્રાચીન મઠ પર્યટકો માટે ખાસ આકર્ષણ છે. અહીં નાકો તળાવ પણ છે જ્યાં પર્યટકો ગરમીના દિવસોમાં બોટિંગ અને શિયાળાના દિવસોમાં આઈસ સ્કેટિંગનો આનંદ માણે છે.

મલાના

image source

હિમાચલ પ્રદેશ રાજ્ય આમ તો પર્યટકો માટે સૌથી વધુ ફરવાલાયક સ્થાનો ધરાવતા રાજ્યો પૈકી એક આગવું રાજ્ય છે. અહીં પ્રકૃતિની અનોખી છટા, ચારેબાજુ લીલીછમ હરિયાળી, નદી અને ઝરણાઓ વગેરે પર્યટકોનું દિલ જીતી લે છે. અહીંની તસવીરો જોઈને પણ તમને આ ઉનાળાની રજાઓ અહીં જ ગાળવાનું મન થઇ જશે. પ્રાકૃતિક નજારાઓને કારણે મલાના પર્યટકો માટે એક પસંદગીનું ટ્રાવેલ ડેસ્ટિનેશન ગણાય છે. અહીં દર વર્ષે ભારે સંખ્યામાં પર્યટકો આવતા હોય છે.

જાઇરો

image source

ગામડે જઈને આપણા શરીર અને મગજને આરામ મળે છે અને આ અનુભવ તમને જાઇરો ગામે મળી શકશે. આ જગ્યા અરુણાચલ પ્રદેશમાં આવેલી છે. મોટા મોટા પહાડોમાં છુપાયેલ જાઇરો ગામ પર્યટકો માટે બેસ્ટ પ્લેસ પૈકી એક છે. અહીં કુદરતી સૌંદર્યના નજારાઓની ભરમાર છે અને પર્યટકો એક ભૂલે ને બીજો જુએ એટલા દ્રશ્યો અને સ્થાનો છે. વળી, આ ગામ નાનકડું એવું હિલ સ્ટેશન છે. અહીં અનાજની ખેતીઓ પણ થાય અને ચીડના વૃક્ષો પણ થાય છે.

પૂવર

image source

કેરળ તેની પ્રાકૃતિક સુંદરતાને કારણે પ્રસિદ્ધ છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. કેરળનું એક ગામ છે પૂવર. આ ગામ પણ સુંદર અને ફરવાલાયક છે. અહીં સમુદ્રનું પાણી એકદમ સુંદર છે અને અહીંના પ્રાકૃતિક નજારાઓ પણ યાદ રહી જાય તેવા છે. અહીં આવીને તમે આરામની પળો વિતાવી શકો છો. જો તમે કેરળ જવાનો પ્લાન કરી રહ્યા હોય તો પૂવર ગામ જવાનું ચુકતા નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ