સ્ક્રેપિંગ પોલીસીને લઇને લેવાયો આ મોટો નિર્ણય, જાણી લો જૂની કાર સ્ક્રેપ કરવા પર નવી ખરીદશો તો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

નવી સ્ક્રેપિંગ પોલીસી લાગુ થયા બાદ જૂની કાર ચલાવવી પડશે મોંઘી, 62 ગણી વધી જશે આ ફીસ

જ્યારે આગામી નાણાકીય વર્ષથી નવી વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસી લાગુ લાગુ થઇ જશે તો 15 વર્ષ જૂની ગાડીઓ રાખવી મોંઘી પડશે. તેનું કારણ એ છે કે ફિટનેસ સર્ટિફિકેટ લેવાની કિંમત 62 ગણાથી પણ વધુ થઇ જશે અને પ્રાઇવેટ વ્હીકલના રજીસ્ટ્રેશનને રિન્યૂ કરાવવાનો ખર્ચ પણ આશરે 8 ગણો વધુ થઇ જશે. આ ઉપરાંત દરેક રાજ્ય રોડ ટેક્સ ઉપરાંત ગ્રાન ટેક્સ પણ લગાવશે, જેને ગાડીના માલિકને ચુકવવો પડશે. માર્ગ પરિવહન મંત્રાલય તરફથી આગામી બે અઠવાડિયામાં સ્ક્રેપિંગ પોલીસીની ઘોષણા કરવામાં આવશે. સૂત્રો અનુસાર 15 વર્ષથી જૂની કમર્શિયલ ગાડીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફીસ હાલની 200 રૂપિયાથી વધારીને 7500 રૂપિયા કેબ માટે થઇ જશે અને ટ્રક માટે 12,500 રૂપિયા થઇ જશે.

image source

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે જો તમે જૂની ગાડીને સ્ક્રેપ કરાવ્યા બાદ નવું વાહન ખરીદો છો તે તમને 5 ટકાની છૂટ મળશે. જો તમારી ગાડી જૂની થઈ ગઈ છે અને તમે નવી ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. સ્ક્રેપિંગ પોલિસીના આધારે હવે તમે જૂના વાહનને સ્ક્રેપ કરાવ્યા બાદ નવું વાહન ખરીદો છો તો તમને નવા વાહન પર 5 ટકાની છૂટ મળે છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આ વાતની જાહેરાત કરી છે.

2021-22ના બજેટમાં સ્ક્રેપ પોલીસી કરાઈ હતી રજૂ

image source

ગડકરીએ કહ્યું કે જૂના વાહનોને સ્ક્રેપ કર્યા બાદ વાહન કંપનીઓ ગ્રાહકોને નવા વાહન ખરીદવા પર 5 ટકાની છૂટ આપશે. સ્ક્રેપિંગ પોલીસીની જાહેરાત 2021-22ના કેન્દ્રીય બજેટમાં કરાઈ હતી. આ પોલીસીમાં 4 ફેઝ હશે જેમાથી એક ફેઝમાં છૂટ આપવાની વાત કરાઈ છે.

જૂના વાહનોનો ફિટનેસ ટેસ્ટ

image source

ઉલ્લેખનીય છે કે પોલીસીના આધારે જૂના વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. તેના અનુસાર પર્સનલ વ્હીકલ્સને 20 વર્ષ બાદ અને કર્મશિયલ વ્હીકલ્સને 15 વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. ગડકરીએ કહ્યું કે આ પોલીસીના 4 મુખય ફેઝ છે. છૂટ સિવાય પ્રદૂષણ ફેલાવનારા વાહનો પર ગ્રીન ટેક્સ અને અન્ય શુલ્ક પણ વસૂલાશે. તેને અનિવાર્ય ફિટનેસ અને પ્રદૂષણ ટેસ્ટ કરાવાશે. આ માટે દેશમાં ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરની જરૂર રહેશે અને અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ.

દર વર્ષે 62 ગણી વધી ફિટનેસ સર્ટિફિકેટ ફીસ, ઉપરથી ગ્રીમ ટેક્સ

image source

મોટર વ્હીકલ કાયદા અનુસાર જો ગાડી 8 વર્ષથી જૂની થઇ જાય તો દર વર્ષે તેનુ ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરાવવુ પડશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર જ્યારે આ ગાડીઓ 15 વર્ષથી જૂની થઇ જશે તો દર વર્ષે 62 ગણો વધેલી ફિટનેસ સર્ટિફિકેટ ફીસ ચુકવવા કરતાં સારુ લોકોને તે લાગશે કે તે ગાડીને સ્ક્રેપમાં જ નાંખી દે. જે લોકોને જૂની ગાડી રાખવા માટે હતોત્સાહિત કરશે. આ ઉપરાંત રાજ્યો તરફથી રોડ ટેક્સના આશરે 10-25 ટકા સુધી ગ્રીન ટેક્સ પણ લગાવવામાં આવશે.

ફિટનેસ ટેસ્ટનો ખર્ચ કેટલો

image source

રિપોર્ટ અનુસાર ફિટનેસ ટેસ્ટને માટે લગભગ 40,000 રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે જે રોડ ટેક્સ અને ગ્રીન ટેક્સ સિવાયનો રહેશે. આ ફિટનેસ સર્ટિફિકેટ ફક્ત 5 વર્ષને માટે માન્ય હશે. તમારા જૂના વાહન ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ જાય છે તો ત્યાર બાદ તેને સડક પર ચાલવાની અનુમતિ મળશે. જો વાહન ટેસ્ટમાં ફેલ થાય છે તો તેને રજિસ્ટર કરાશે નહીં અને તેને સ્ક્રેપમાં પણ મોકલવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.

5000 રૂપિયા સુધી વધી જશે કારની રજીસ્ટ્રેશન ફીસ

image source

સાથે જ 15 વર્ષથી જૂની પ્રાઇવેટ ગાડીઓ માટે પણ ચાર્જીસ વધી જશે. ટુ વ્હીલરનો રજીસ્ટ્રેશન ચાર્જ વર્તમાનના 300 રૂપિયાથી વધીને 1000 રૂપિયા થઇ જશે અને કારો માટે આ ચાર્જ 600 રૂપિયાથી વધીને 5000 રૂપિયા થઇ જશે. રાજ્યો તરફથી રોડ ટેક્સ ઉપરાંત ગાડી પર આશરે 5 વર્ષ માટે ગ્રીન ટેક્સ પણ લગાવી દેવામાં આવશે. દરેક પ્રાઇવેટ ગાડીનું 15 વર્ષ બાદ રજીસ્ટ્રેશન રિન્યૂ કરાવવુ પડશે અને તે બાદ આ પ્રક્રિયા દર 5 વર્ષ બાદ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!