આ મહિને ફરવા જવાનો પ્લાન હોય તો જરૂર જાવો આ જગ્યાઓએ, યાદગાર રહેશે અનુભવ

શિયાળો હોય ઓએ ઉનાળો ફરવા જવાના શોખીન લોકો ગમે તે સીઝનમાં ટ્રાવેલ ટ્રીપનું આયોજન કરતા હોય છે. લોકો પ્રવાસ દરમિયાન પોતાના મિત્રો, સ્નેહીઓ અને પરિવારજનોને પણ સાથે લઈ જવામાં માને છે. ત્યારે હાલ માર્ચનો મહિનો શરૂ થઈ ગયો છે અને મોટાભાગના લોકો હવે વેકેશન માણવાની તૈયારી કરી રહ્યા છે. જો કે ઘણી વખત એવું પણ બને છે કે ઘણા બધા વિકલ્પોમાંથી કઈ જગ્યાએ ફરવા જવું તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી અહીં અમે તમને અમુક એવા પર્યટન સ્થળો વિશે જણાવીશું જ્યાં તમે આ વેળાનું ઉનાળુ વેકેશન માણવા જઈ શકો છો. તો કયા છે એ સ્થળો ચાલો જાણીએ.

શીલોંગ

image source

ગરમીની સિઝન આવી ગઈ છે અને માર્ચ મહિનામાં ફરવા માટે શીલોંગ એક સારી જગ્યા છે. નોર્થ ઇસ્ટના સૌથી સારા પર્યટન ક્ષેત્રો પૈકી એક એવા શીલોંગમાં તમે ડોન વોસ્કો સંગ્રહાલય, તળાવ અને શીલોંગ વ્યુ પોઇન્ટ જેવા અન્ય સુંદર અને ફરવાલાયક સ્થળોએ જઈ શકો છો. માર્ચ મહિનામાં અહીંનું વાતાવરણ પણ અનુકૂળ રહે છે એટલા માટે ગરમીના દિવસો અહીં ફરવા માટેનો બેસ્ટ સમય છે. ઉપરાંત તમને અહીં કુદરતી સૌંદર્ય અને મનમોહક નજારાઓ જોવાનો પણ લ્હાવો મળશે.

ડલહોજી

image source

આમ તો આખું હિમાચલ પ્રદેશ રાજ્ય ફરવા માટે એક બેસ્ટ રાજ્ય છે પરંતુ વાત જ્યારે ડલહોજીની થાય તો બાકી અન્ય જગ્યાઓ કરતા તેની પ્રાથમિકતા વધુ છે. માર્ચના મહિનામાં અહિં શહેરનું તાપમાન અંદાજે 25 ડિગ્રી જેટલું જ રહે છે અને કદાચ એટલા માટે જ દર વર્ષે માર્ચ મહિને અહીં મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. ખાસ કરીને જે લોકો ફરવા માટે શાંત અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી જગ્યાની શોધમાં હોય તેમના માટે ડલહોજી એક સારો વિકલ્પ છે. અહીં સતધારા તળાવ અને પંચપુલા ખાજજીઅર જેવા ફરવાલાયક સ્થળો પણ આવેલા છે.

શિમલા

image source

શિમલા એક એવી જગ્યા છે જ્યાં લોકો ફરવા માટે, ઉજવણી કરવા માટે અને યાદગાર સમય ગાળવા માટે આવે છે. જો તમે આ ઉનાળે કોઈ સારા ટ્રાવેલ ડેસ્ટિનેશન ખાતે ફરવા જવાના હોય તો એક વિકલ્પ શિમલાનો પણ છે. અહીં ફરવા આવવા માટેનો આદર્શ સમય ઉનાળો જ છે. અહીંના સ્થાનિક ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો અહીં કુફરી, નારકંડા, ચેલ અને લોકલ સ્થળોએ ફરી શકાય છે. અહીં શોપિંગ કરવા માટે મોલ રોડ શ્રેષ્ઠ જગ્યા છે જ્યાં તમને કપડાથી લઈને લાકડાનો સામાન સરળતાથી મળી જાય છે.

ઋષિકેશ

image source

ઉનાળાના વેકેશનની રજાઓમાં ફરવા માટેના સ્થાનોમાં એક સ્થાન ઋષિકેશ પણ છે. ઋષિકેશ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે અને અહીં દર વર્ષે ફક્ત ભારતમાંથી જ નહીં પણ વિદેશથી પર્યટકો આવે છે. ખાસ કરીને ઋષિકેશ રાફટિંગ માટે વધુ પ્રખ્યાત છે. અહીં તમે 600 રૂપિયા સુધી ખર્ચ કરીને રાફટિંગની મજા માણી શકો છો. અહીં રોકવવા માટે સારી હોટલ અને જમવા માટે સારા વ્યંજનો પણ ઉપલબ્ધ છે. એ સિવાય અહીં અનેક પ્રાચીન ધાર્મિક સ્થાનો પણ આવેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ