VIDEO: આટલી નાની ઉંમરે બાળકોનો દેશ પ્રેમ જોઈ તમને ગર્વ થશે, જવાનોની મદદ પર બાળકોનું આ હતું રિએક્શન

દુનિયામાં દરેક વ્યક્તિ જે ધરા પર રહે છે તે ધરતીને ખુબ પ્રેમ કરતો હોય છે. જે તે દેશનાં દરેક નાગરિકને પોતાનાં દેશ પ્રત્યે ગર્વ હોય છે એ પછી મોટી ઉંમરનું કોઈ હોય કે નાની ઉંમરનું. ભારતમાં રહેનાર દરેક નાગરિકને પણ અહીંની ધરતી પર જન્મ મળ્યાંનું, અહીંની સંસ્કૃતિનું ગદગદ અભિમાન હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેનાં વિશે અહી વાત થઈ કરવામાં આવી છે. આ કિસ્સામાં એક બાળકને તેના દેશ પ્રત્યે ગૌરવ છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ બે બાળકોનો ખૂબ જ સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો ખુબ જ અદભૂત છે કે જે પણ લોકો આ વીડિયો જોવે છે તે દરેક બાળકોની પ્રશંસા કરી રહ્યાં છે. વાત કરીએ આ વાયરલ થઈ રહેલાં વીડિયો વિશે તો વીડિયોમાં બે નાના બાળકો જોવા મળે છે. આ બંને બાળકો રસ્તાની બાજુમાં ઉભા છે. તે દરમિયાન સૈનિક કાર ત્યાંથી પસાર થાય છે. બાળકોને રસ્તા પાસે જોઈને કાર ઊભી રહે છે. આ પછી કારની બારીનો કાચ ખુલે છે અને તરત જ તે બે નાના માસૂમ બાળકો ત્યાં દોડી આવે છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે તે બે માસૂમ બાળકોને તે સૈનિક કારની બારી ખોલીને ચોકલેટ આપવા માટે બોલાવે છે.

તેને બોલાવતા જોઈને એક બાળક પહેલા ત્યાં કાર પાસે દોડી આવે છે અને ચોકલેટ લઈ લે છે. ત્યારબાદ તે સૈનિક બીજા બાળકને પણ બોલાવે છે અને તેને પણ ચોકલેટ આપે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સૈનિક તેને ચોકલેટ આપે છે એટલે બાળક તેને થેંક્યું કહે છે. વળતાં જવાબમાં સૈનિક વેલ કમ કહેતો સંભળાય છે.

આ પછી બંને બાળકો એ નાની ઉંમરે જે સમજદારી દેખાડી તેને જોઈને સૌ કોઈ તેનાં દીવાના થઈ ગયાં છે. આ બંને બાળકો સૈનિકને સલામી આપે છે અને જય હિંદ કહે છે. બાળકોને સલામ કરતા જોઈને સૈનિક પણ જય હિંદ બોલે છે અને તેના આભારનું સ્વાગત કરે છે. આ પછી સૈનિકની કાર ત્યાંથી પસાર થઈ જાય છે.

આ વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જાણવા મળ્યું છે કે અત્યાર સુધી 1 લાખથી વધુ વખત તેને જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને જોરદાર શેર પણ કરી રહ્યા છે.

સૈનિકની કાર ઊભી રહ્યાં બાદ જ્યારે બંને બાળકોને સૈનિક ચોકલેટ આપે છે ત્યારે બને ખુશ થઈ જાય છે અને થેંક્યું બોલી ઉઠે છે. બાળકોની આ સ્ટાઇલ જોઈને એક યુઝરે કહ્યું કે દરેક ભારતીય આવા સુંદર વીડિયો જોયા પછી ગર્વ અનુભવે છે. નાની ઉંમરે બાળકોની આ સમજદારી જોઈને સૌ કોઈ તેને વધાવી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!