વાવાઝોડા ખતરાની વચ્ચે સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે ધરા ધ્રૂજી, આવ્યો 3.8મી તીવ્રતાનો ભૂકંપ

ગુજરાત પર હાલ કુદરત રૂઠી હોય તેમ એક પછી એક આફત આવી રહી છે. કોરોના મહામારી સામે ઝઝુમી રહેલા ગુજરાતમાં એકાએક મ્યુકરમાઈકોસિસ નામના રોગો સામે આવવા લાગ્યા. એટલામાં ઓછુ હોય તેમ અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા પર વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે. તોઉ- તે વાવાઝોડુ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ગમે ત્યારે ત્રાટકી શકે છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભૂકંપના ઝટકા આવતા લોકોના શ્વાસ અદ્ધર થયા છે. લોકો વાવાઝોડાના ડરને કારણે ઘરમાં છુપાઈને રહી રહ્યા છે એવમાં અચાનક ધરતી ધ્રુજતા લોકો બહાર આવી ગયા હતા. હવે ચિંતા એ છે કે વાવાઝોડાના ડરથી ઘરમાં રહેવુ કે ભૂકંપથી બચવા બહાર રહેવુ.

image source

તમને જણાવી દઈએ કે, ગઈ મધ્યરાત્રીએ સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના સમાચાર આવ્યા. જેમા ઉના અને અમેરેલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર3.8ની નોંધવામાં આવી છે. જો કે હાલમાં તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાન માલને નુકશાન થયું નથી. નોંધનિય છે કે, સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં મોડી રાત્રે અનુભવાયેલો ભૂકંપ રાત્રે 3 વાગ્યેને 37 મિનિટે આવ્યો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે દીવના દરિયાની અંદર ભૂકંપનું એપી સેન્ટર નોંધવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે દરિયામાં 10 કિલોમીટર ઉંડે ભૂકંપનું કેન્દ્ર બિન્દુ છે.

image source

નોંધનીય છે કે તાઉ-તે વાવાઝોડું સોમવારે ગુજરાતના કાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાશે, જેને લઈને ગુરાત સરકારે સાવચેતીના ભાગ રૂપે સંપૂર્ણ તૈયારી કરી લીધી હોવાનો દાવો કર્યો છે. તો બીજી તરફ વાવાઝોડાના ખતરાને પગલે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘરની બહાર નહીં નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. નોંધનિય છે કે વાવાઝોડાને પગલે કાંઠા વિસ્તારના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ રાજ્યના 15 જિલ્લામાં 70થી 175 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવીની શક્યતા છે.

image source

તો બીજી તરફ વાવાઝોડાની ગંભીરતાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વીડિયો-કોન્ફરન્સ કરી હતી અને તમામા તૈયારીઓની સમીક્ષા કરી હતી. નોંધનિય છે કે, રાજ્યમાં વાવાઝોડાને પગલે સ્થિતિ બેકાબૂ ન બને તે માટે સરકારે આર્મી, નૌસેના અને વાયુસેનાને પણ સ્ટેન્ડુ ટુ રહેવાનો આદેશ આપ્યો છે. નોંધનિય છે કે, આ સમીક્ષા બેઠક પછી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે, હાલમાં વાવાઝોડું દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિ.મી. દૂર છે, જે 17મીએ ગુજરાતના દરિયા કિનારે આવશે અને 18મીએ પોરબંદરથી લઈને ભાવનગરના મહુવાને ક્રોસ કરશે તેવી માહિતી આપી હતી. જો કે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે હાલમાં વાવાઝોડાના સંભવિત ખતરાને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી લેવામા આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!