આજથી 5 દિવસ સુધી સરકાર વેચશે સસ્તામાં સોનું, જાણો 10 ગ્રામ સોનાની કિંમતથી લઇને તમામ માહિતી એક ક્લિકે

તા. ૧૭ મે, ૨૦૨૧ના રોજથી આપ ખરીદી કરી શકશો સોનાની, કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવી છે આ સ્પેશીયલ ઓફર, જાણીશું આપને કેટલી છૂટ આપવામાં આવશે?

image source

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાને તા. ૧૭ મે, ૨૦૨૧ના દિવસથી એટલે કે, આવતીકાલ સોમવારના રોજથી શરુ થવા જઈ રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડની ઓફર ફક્ત ૫ દિવસ સુધી શરુ રાખવામાં આવશે. તો ચાલો જાણીએ આપને કેટલો લાભ થઈ શકે છે.

  • -તા. ૧૭ મે, ૨૦૨૧ સોમવારથી મળશે સસ્તા ભાવમાં સોનું.
  • -કેન્દ્ર સરકાર લાવી છે આ સ્પેશીયલ ઓફર.
  • -જાણીશું સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવાથી કેટલો લાભ થશે.
image source

જો આપ ઓછા ભાવમાં સોનું ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આપના માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ઓફર લાવવામાં આવી છે. આ ઓફર હેઠળ આપ ઓછા ભાવમાં પૈસાનું નિવેશ કરીને સોનાની ખરીદી કરી શકો છો. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના તા. ૧૭ મે, ૨૦૨૧ સોમવારના રોજથી શરુ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની આ ઓફર ફક્ત ૫ દિવસ માટે જ શરુ રાખવામાં આવશે. તો ચાલી જાણીએ આપ કેવી રીતે આ ઓફરનો લાભ લઈ શકો છો.

નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવી છે જાણકારી:

image source

નાણા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, સોવરેન ગોલ્ડ બોન્ડ મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે ૬ હપ્તામાં લાવવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં પ્રથમ હપ્તો તા. ૧૭ મે, ૨૦૨૧થી તા. ૨૧ મે, ૨૦૨૧ણી વ્હ્ચે લાવવામાં આવશે અને તે તા. ૨૫ મે, ૨૦૨૧ સુધી સોવરેન ગોલ્ડ બોન્ડ શરુ રાખવામાં આવશે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણકાર વ્યક્તિ ૧ ગ્રામના મલ્ટીપલમાં રોકાણ કરી શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનો સમય ૮ વર્ષનો હોય છે. રોકાણ કર્યાના પાંચમાં વર્ષથી સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાના વ્યાજની ચુકવણીની તારીખથી રકમ કાઢવાની તક પ્રાપ્ત થાય છે.

કેટલું રોકાણ કરી શકાય છે?

image source

સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાના નિયમ મુજબ રોકાણકાર વ્યક્તિગત રોકાણ અને હિંદુ અવિભાજિત પરિવાર એક વર્ષ દરમિયાન ૧ ગ્રામ સોનાથી લઈને ૪ કિલો સોનાની ખરીદી કરી શકે છે. જયારે કોઈ ટ્રસ્ટ અને અન્ય કો સંસ્થા પ્રતિ વર્ષ ૨૦ કિલો સોનાના બોન્ડની ખરીદી કરી શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડનું વેચાણ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, પોસ્ટ ઓફીસ સહિત માન્યતા પ્રાપ્ત થયેલ શેરબજારની મદદથી સોવરેન ગોલ્ડ બોન્ડની ખરીદી કરી શકો છો.

ક્યાંથી ખરીદી કરી શકાય છે સોવરેન ગોલ્ડ બોન્ડની?

image source

સોવરેન ગોલ્ડ બોન્ડની ખરીદી કરવા માટે આપની પાસે પાનકાર્ડ હોવું આવશ્યક છે. રોકાણકાર વ્યક્તિ સોવરેન ગોલ્ડ બોન્ડની ખરીદી ઓનલાઈન પણ કરી શકે છે. એના સિવાય બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નિશ્ચિત કરવામાં આવેલ પોસ્ટ ઓફીસ, એનએસઈ અને બીએસઈ જેવા સ્ટોક એક્સચેન્જની મદદથી પણ આપ ખરીદી કરી શકશો.

શું છે સોવરેન ગોલ્ડ બોન્ડ?

image source

સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારને ફીઝીકલ રીતે સોનાની ખરીદી કરી શકતા નથી. સોવરેન ગોલ્ડ બોન્ડ ડીજીટલ ગોલ્ડને આધારિત સુરક્ષિત સોનું છે. સોવરેન ગોલ્ડ બોન્ડ પર 3 વર્ષ ઓછી લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લગાવવામાં આવે છે. સોવરેન ગોલ્ડ બોન્ડનો ઉપયોગ આપ લોન લેવા માટે પણ કરી શકો છો. જયારે વાત રીડેપ્શનની કરવામાં આવે તો પાંચ વર્ષ પછી આપ ગમે ત્યારે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેની કીમત?

image source

સોવરેન ગોલ્ડ બોન્ડની ખરીદી કરવા માટે અરજી કરનાર વ્યક્તિને ઓછામાં ઓછા ૧ ગ્રામ કે પછી તેના કરતા વધારે રોકાણ કરી શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડની કીમત ઈન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશન તરફથી નક્કી કરવામાં આવેલ ૯૯૯ શુદ્ધતાના સોનાના સરેરાશ કલોઝિંગ પ્રાઈસને આધારિત નક્કી કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!