વાસ્તુ ટિપ્સઃ જો તમે ઘરમાં રાખી લેશો આ 1 ચીજ તો ક્યારેય નહીં આવે રૂપિયાની તંગી

અનેકવાર એવું બને છે કે આપણી પાસે સમસ્યા આવે પણ આપણે તેનો ઉકેલ લાવી શકતા નથી. તેના સમાધાન શોધવાનો પ્રયાસ કરવા છતાં આપણે હાર માનવા મજબૂર બનીએ છીએ. જો તમે રૂપિયાની મુશ્કેલીથી પરેશાન છો કે પછી વૈવાહિક જીવનમાં થોડી સમસ્યા આવી રહી છે તો ઘરમાં એક ખાસ ચીજ રાખી લેવાથી તમને લાભ થશે. આ ખાસ ચીજનું નામ છે ચાંદીનો મોર.

image source

ચાંદીનો મોર 2 રીતે લાભદાયી માનવામાં આવે છે. એક તો ચાંદીને શુભ ધાતુ માનવામાં આવે છે અને મોર દેવતાઓનો પ્રિય હોય છે. જ્યારે આ બંને ચીજ તમે ઘરમાં રાખી લો છો તો સકારાત્મક પરિણામ મળે છે.

image source

જો તમને રૂપિયાની તકલીફ પડી રહી છે કે પછી તમારી પાસે આવેલા રૂપિયા ટકતા નથી તો તમે ઘરમાં ચાંદીનો મોર લઈ આવો. આ મોર નાચતો હોય તેવી પોઝિશનમાં હોવો જોઈએ. નાચતો ચાંદીનો મોર રૂપિયા સંબંધી અનેક તકલીફોને દૂર કરે છે.

image source

જો તમને વૈવાહિક જીવનમાં તકલીફ આવી રહી છે કે પછી તમે જીવનસાથીની સાથે ખાસ મુશ્કેલી અનુભવો છો તો તમે ઘરમાં જોડમાં મળતો ચાંદીનો મોર લઈ આવો.

image source

મોરની આ જોડી તમારા વૈવાહિક જીવનમાં પ્રેમ અને શાંતિ લઈને આવશે. ચાંદીને સુખ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. વિવાહિત સ્ત્રીઓને ચાંદીના મોરથી બનેલી ડબ્બીમાં સિંદુર રાખવું અને સાથે તેનાથી અખંડ સૌભાગ્યનું વરદાન મળે છે.

image source

કહેવાય છે કે મોર ઘરથી નકારાત્મકતાને ખતમ કરે છે અને ઘરમાં સુખ અને સુવિધા વધારે છે. ઘરના ડ્રોઈંગ રૂમમાં ચાંદીના મોરને રાખો, તેનાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને કામમાં સફળતા મળે છે. પૂજા પાઠમાં ચાંદીનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.

image source

ઘરના મંદિર કે પૂજા સ્થળ પર શાંત સ્થિતિમાં બેઠેલા ચાંદીના મોર રાખો. તેનાથી પૂજાનું બમણું ફળ મળે છે. ધર્મશાસ્ત્રોના અનુસાર ચાંદીના મોર ભાગ્ય વધારે છે. જો તમે પણ પોતાની કિસ્મત ચમકાવવા ઈચ્છો છો તો ચાંદીના મોરને પોતાની તિજોરીમાં રાખી લો. ચાંદીનો મોર કોઈ પણ પૂર્ણિમાના દિવસે ખરીદવાનું શુભ માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!