નાનપણનો આ ફોટો જોઇને ફેન્સ આ અભિનેત્રી પર થઇ ગયા ફિદા, કોમેન્ટમાં જણાવો કોણ છે આ અભિનેત્રી?

બોલીવુડ અભિનેત્રી નીતુ કપૂર (Neetu Kapoor) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય રહે છે. નીતુ કપૂરએ પોતાનો એક થ્રોબેક વિડીયો શેર કરીને પોતાના ફેંસનું મનોરંજન કરી રહી છે. અભિનેત્રી નીતુ કપૂર દ્વારા બુધવારના દિવસે પોતાની જૂની યાદોને તાજી કરી છે.

image source

અભિનેત્રી નીતુ કપૂરએ હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ઘણો જુનો પોતાનો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં અભિનેત્રી નીતુ કપૂર બાળ કલાકાર તરીકે જોવા મળી રહી છે. ફેંસને અભિનેત્રી નીતુ કપૂરના આ વિડીયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

image source

અભિનેત્રી નીતુ કપૂર (Neetu Kapoor)એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની વર્ષ ૧૯૬૮માં રીલીઝ થયેલ ફિલ્મ ‘દો કલિયાં’ (Do Kaliyan)ની એક ક્લિપ શેર કરી છે. અભિનેત્રી નીતુ કપૂરએ ફિલ્મ ‘દો કલિયાં’માં જુડવા બહેનોનું પાત્ર નિભાવ્યું હતું. આ વિડીયો ક્લિપમાં અભિનેત્રી નીતુ કપૂર ખુબ જ નાની જોવા મળી રહી છે. આ વિડીયોમાં અભિનેત્રી નીતુ કપૂર ‘મુર્ગા- મુર્ગી પ્યાર સે દેખે નન્હા ચુચા ખેલ કરે….’ આ ગીત પર અભિનય કરતા જોવા મળી રહી છે. અભિનેત્રી નીતુ સિંહનો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

આ વિડીયો પર કેટલાક સેલેબ્સ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એમની દીકરી રીદ્ધીમાં કપૂરએ આ વિડીયો પર કમેન્ટ કરીને લખે છે કે, ‘સૌથી પ્રેમાળ.’ મારવા હુસૈનએ વિડીયો પર કમેન્ટ કરતા લખે છે કે, ‘ખુબ જ પ્યારું નીતુ આંટી! હવે સામરા પણ આવા જ હાવભાવ આપી રહી છે.’

image source

જયશ્રીએ આ વીડિયોના કમેન્ટમાં લખ્યું છે કે, ‘સૌથી વધારે મનમોહક.’ ત્યાં જ અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાજદાનએ આ વિડીયો પર કમેન્ટ કરીને લખે છે કે, ‘હે ભગવાન, આપને કઈ જ ખબર પડી જ નહી! આપ ત્યારે પણ પ્યારી હતા અને આજે પણ છો.’ આ થ્રોબેક વિડીયો ક્લિપને ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને અભિનેત્રી નીતુ સિંહએ એક ખાસ કેપ્શન પણ લખ્યું છે.

image source

આની પહેલા પણ અભિનેત્રી નીતુ કપૂરએ ૯૦ના દશકની એમની અને અભિનેતા જીતેન્દ્રની ફિલ્મ ‘આતિશ’ના ગીતની એક ઝલક રજુ કરી હતી. અભિનેત્રી નીતુ કપૂર (Neetu કપૂર) એ વર્ષ ૧૯૭૯માં આવેલ પોતાની જૂની ફિલ્મ ‘આતિશ’ના ગીતમાં પોતાના દેખાવને લઈને મજેદાર કેપ્શન પણ લખ્યું હતું. અભિનેત્રી નીતુ કપૂરએ આ પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘હું હંમેશાથી વિચારું છું કે, મને આ ચિડિયાની જેમ કેમ બનાવવામાં આવી હતી.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!