વાસ્તુ પ્રમાણે તમારા રસોડાને આ રીતે ગોઠવશો તો ઘરમાં સુખસંપત્તિ આવશે.

ઘરમાં સુખસંપત્તિ અને સમૃદ્ધિ લાવવા રસોડામાં માત્ર આટલા ફેરફાર કરો

 

ભારતમાં તેને વાસ્તુશાસ્ત્ર કહેવાય અને ચીનમાં તેને ફેંગશૂઈ કહેવાય છે. છેલ્લા ઘણા સમયથી લોકો પોતાના ઘરના દરવાજા, બારી બારણા, ઓરડાઓ, રસોડા વગેરેની ગોઠવણી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરતાં આવ્યા છે.

આજે બાંધકામ જગતમાં પણ આ શાસ્ત્રને ખુબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે કારણ કે મિલકત ખરીદનાર વ્યક્તિ ઘરની તેમજ અન્ય ઓરડાઓની દિશા વાસ્તુના નિયમ પ્રમાણે છે કે નહીં તે જોઈને જ મકાન, દુકાન કે અન્ય મિલકત લેતો થયો છે.

ઘરમાં જેમ ઘરનો પ્રવેશ દ્વાર ઘરનો ડ્રોઇંગ રૂમ, રસોડું વિગેરે ચોક્કસ દિશામાં હોવા જોઈએ તેમ જો તમે ઘરની અમુક વસ્તુઓ વાસ્તુના નિયમ પ્રમાણે ગોઠવશો તો તમને તેના લાભ થશે.

આજે અમે તમને રસોડાની વસ્તુઓ વાસ્તુ પ્રમાણે કેવી રીતે ગોઠવવી તે વિષે જણાવીશું. ઘરમાં જો સૌથી મહત્ત્વનો કોઈ ભાગ હોય તો તે રસોડું છે. રસોડામાં ઘરની ગૃહિણી પોતાનો સૌથી વધારે સમય પસાર કરતી હોય છે પણ જો તે વ્યવસ્થિત ન હોય સ્વચ્છ ન હોય તો ત્યાં રહેવું ગમતું નથી.

ઘણા લોકો કીચનનું સરસ મજાનું ફર્નિચર બનાવી તેને સુંદર તો બનાવી દે છે પણ તેમને કોઈ ફાયદો થતો નથી કારણ કે તેમણે જે પણ કર્યું હોય છે તેમાં વાસ્તુનો ક્યાંય વિચાર કરવામાં નથી આવ્યો હોતો. તો ચાલો જાણીએ કિચન માટેની કેટલીક વાસ્તુ ટિપ્સ જે તમારા ઘમાં સુખ-સમૃદ્ધિ લાવશે.

 

સૌ પ્રથમ આપણે રસોડાના મુખ્ય સાધન સ્ટવ એટલે કે ચૂલાની વાત કરીશું. રસોડામાં જે તરફથી બહારનું દૃશ્ય દેખાય તે જ તરફ ગેસ સ્ટવ રાખો. તેને ક્યારેય ફ્રીઝ કે સિંક કે પાણીના નળની નજીક રાખવું નહીં.

હવે આપણે વાત કરીશું ઘરના પાણીયારાની પછી તે માટલું હોય, આરો હોય વોટર ફિલ્ટર હોય કે ગમે તે હોય તેને હંમેશા રસોડાની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ.

આજના આધૂનિક કીચનમાં ગેસ-સ્ટવ ઉપરાંત અન્ય આધૂનિક ઉપકરણો જેવા કે, ટોસ્ટર, માઇક્રોવેવ ઓવન, મિક્સર વિગેરે પણ અનિવાર્ય થઈ ગયા છે. તેને હંમેશા દક્ષિણ દિશામાં રાખવા જોઈએ.

ફ્રીઝ પણ રસોડાનું એક અભિન્ન અંગ છે. તેના માટે પણ એક ચોક્કસ દિશા વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવી છે. તેને હંમેશા ઉત્તર-પૂર્વ બાજુ રાખવું પણ તેને ખૂણાથી ઓછામાં ઓછું એક ફૂટના અંતરે રાખવું જોઈએ.

વોશિંગ મશીન આજે દરેક ઘરનું એક અનિવાર્ય સાધન છે. સામાન્ય રીતે તે કીચનમાં નથી રાખવામાં આવતું તેમ છતાં કીચનને અડેલા જ વોશએરિયામાં તે રાખવામા આવે છે. તે પાણી સાથે જોડાયેલું સાધન હોવાથી તેને ઉત્તર દિશામાં ગોઠવવું જોઈ.

રસોડાનું બેસીન જે હંમેશા રસોડાના પ્લેટફોર્મ સાથે જ જોડાયેલું હોય છે. તેને હંમેશા રસોડાની ઉત્તર પૂર્વ બાજુમાં રાખવું જોઈએ અને તેને હંમેશા કૂકિંગ સ્ટવથી દૂર જ રાખવું જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ