વાસી રોટલી ખાવાના છે અનેક ફાયદા, નકામી ગણીને ફેંકી ન દેશો. ટાઢું ખાવાની પ્રથા આપણી સંસ્કૃતિમાં છે…

વાસી રોટલીને વીસમવી રોટલી પણ કહેવાય છે. ખૂબ ગુણકારી ટાઢી રોટલીના ફાયદા જાણશો તો ચોંકી જશો… વાસી રોટલી ખાવાના છે અનેક ફાયદા, નકામી ગણીને ફેંકી ન દેશો. ટાઢું ખાવાની પ્રથા આપણી સંસ્કૃતિમાં છે…

આપણાં સમાજમાં અનેક ઘર – પરિવારોમાં સવાર, બપોર, સાંજ ગરમ – ગરમ ભોજન જ બનાવવાની પ્રથા છે. એક સમયે બનેલું બીજા સમયે કોઈને નથી ભાવતું. વળી, કોઈ કોઈ તો લોટ પણ એજ સમયે બાંધે છે. જે પણ ખોટું છે, રોટલીનો લોટ ભલે કલાકો જૂનો ન રાખવો જોઈએ પણ લોટ બાંધ્યા પછી તેને થોડો સમય કૂણ ખાવા દેવો જોઈએ. બીજું, અનેક ઘરોમાં સવારે બનાવેલી રોટલી સાંજે નથી ખવાતી અને રાતે બનાવેલ રોટલી સવારે કોઈ ખાતું નથી.

વધેલી રોટલીને ક્યાં તો ગાય – કૂતરાંને આપી દેવાય છે અથવા ગરીબોને આપી દેવા માટે રાખી દેવાય છે. કોઈ કોઈ તો એક ટક જૂની રોટલી પણ ફેંકી દેવાનો જીવ ચાલે છે, એ જાણીને પણ નવાઈ લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસી રોટલી ખાવાથી આપણી ઘણી શારીરિક સમસ્યાઓ પણ દૂર થાય છે. ચાલો આપણે જાણીએ કે વાસી રોટલી ખાવાથી આપણા શરીરને શું ફાયદો થાય છે.

શરીરમાં સોજા થતા અટકે છે…

રાતે બનાવેલી વાસી રોટલીને સવારે ખાવાથી તે ખૂબ જ પોચી બની જતી હોય છે. તેને માટે એક શબ્દ છે કે રોટલી કૂણ ખાઈ ગઈ છે. આવી રોટલી પચવામાં ખૂબ જ હળવી હોય છે અને જો શરીરમાં કોઈ અકારણ સોજા હોય કે પાચનતંત્રમાં કોઈ ગડબડ હોય તો રાતે બનાવેલી રોટલી સવારે જરૂર ખાવી જોઈએ.

બ્લ્ડ શૂગર લેવલ માટે ખૂબ જ સારું છે…

ડાયાબિટીસના દર્દીઓ માટે વાસી રોટલી ખૂબ ફાયદાકારક છે. દરરોજ સવારે દૂધ સાથે વાસી રોટલી ખાવાથી તમારા શરીરમાં શૂગરનું લેવલ બેલેન્સ રહે છે. જેમને દાંતની તકલીફ હોય તેમણે પણ દૂધમાં પલાળેલી વાસી રોટલી ખાવાથી આહાર પણ રહે છે અને શક્તિ પણ આવે છે.

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક

વાસી રોટલી ખાવી બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. બ્લડ પ્રેશર હાઈપર ટેન્શન અને હ્રદય રોગને પણ નિમંત્ર્ણ આપે છે. તેથી બી.પી. હોય તેવા લોકોએ ઘી – તેલ ઓછા હોય એવો ખોરાક લેવાનું ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવે છે, જેથી તેમનું કોલેસ્ટેરોલ લેવલ વધે નહીં. આ હિસાબે જો સવારે ઠંડા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી હાઈ બ્લડ પ્રેશર સરળતાથી નિયંત્રણમાં આવે છે.

એસિડિટીમાં રહે છે રાહત

પેટની એસિડિટી અને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તેવા લોકોને પણ વાસી રોટલી ખાવાથી રાહત મળી શકે છે. સવારે દૂધ સાથે તેનું સેવન કરવાથી તમે એસિડિટી અને કબજિયાત જેવી પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

સ્વસ્થ્ય જાળવી રાખવા વાસી રોટલી ખાવાની ટેવ પાડવી જોઈએ…

બહુ ઓછા લોકો જાણતા હશે કે વાસી રોટલીને રોજિંદા જીવનમાં પણ સામેલ કરવાથી જેઓ એથલિટ્સ હોય કે કસરત કરવા જીમમાં જતા હોય તેવા લોકો માટે ફાયદાકારક છે. જે લોકો જીમમાં જઈને પોતાના સ્નાયુઓને મજબૂક કરવા વધુ કસરત કરીને તાકાત મેળવવા પ્રત્યત્નો કરે છે તેમના માટે વાસી રોટલી ખાવાના ઘણા ફાયદા પણ છે. તમે તેના ફાયદાઓ વિશે જાણકાર જિમ ટ્રેનરને પૂછી શકો છો. તે ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેની પાછળ ખરેખર એક રસપ્રદ કારણ છે, જે જાણીએ…

વાસી રોટલી શા માટે પૌષ્ટિક છે, જાણો…

એવું કહેવાય છે કે વાસી રોટલી તાજી રોટલી કરતાં વધારે પોષક હોય છે, કારણ કે તેને લાંબા સમય સુધી રાખવાને કારણે તેમાં રહેલ હેલ્ધિ બેક્ટેરિયા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન બી અને અન્ય ખનિજ તત્વો પણ ઉમેરાય છે. જો કે, એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે રોટલી બારથી ૧૬ કલાકથી વધુ ન ચાલવી જોઈએ. વધારે સમય રાખેલી રોટલીમાં ફૂગ જામવાની શક્યતા રહે છે. જે શરીર માટે હાનિકારક છે.

વાસી ભોજનની ભારતીય સંસ્કૃતિમાં પ્રથા છે…

આપણી ભારતીય સંસ્કૃતિમાં વાસી કે ટાઢું કાવાની પણ એક પ્રથા છે, જેની પાછળ ધાર્મિક માન્યતા તો છે જ પરંતુ તેને નિભાવવા માટે વૈજ્ઞાનિક કારણ પણ આપણને હવે જરૂર સમજાય છે. માતા શીતળાની સાતમના આપણે ટાઢું ભોજન રાંધીએ છીએ અને પોતાના બાળકો અને પરિવારના સ્વાસ્થ્યની રક્ષાની કામના કરીએ છીએ. આ હકીકતે, પૂરી કે રોટલીને વીસમવી એટલે કે ઠંડી ખાવાની પ્રથામાં વણી લેવાયું છે. વર્ષમાં એક વખત ઠંડું કે વાસી ખાઈએ તો ચોમાસા જેવી ઋતુમાં ગુડ બેક્ટેરિયાવાળી રોટલી દ્વારા જરૂરી વિટામિન અને અન્ય પૌષ્ટિક તત્વો મેળવી લેવાય તેવો છૂપો આશય જરૂર હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ