જો તમે વસંત પંચમીના દિવસે આ મંત્રનો જાપ કરશો તો મા સરસ્વતી થશે પ્રસન્ન, અને ક્યારે નહિં પડે પૈસાની તકલીફ

મિત્રો, વસંત પંચમી એ ફક્ત વસંતઋતુનો તહેવાર જ નહીં પરંતુ, જ્ઞાનની દેવી સરસ્વતીનો દિવસ પણ છે. દર વર્ષે માઘ મહિનામા શુક્લ પક્ષની પંચમીના દિવસે આ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ માસની ૧૬ તારીખના રોજ બુધવારે આ વસંત પંચમીના પર્વની ઉજવણી કરવામા આવશે.

imagw soucre

માતા સરસ્વતીની કૃપાથી દરેક વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કોઈપણ દેવતાની પૂજા કરવામા મંત્રનુ વિશેષ મહત્વ છે. વસંત પંચમીના દિવસે તમે યોગ્ય રીતે પૂજા અને મંત્રોચ્ચાર કરીને માતા સરસ્વતીની કૃપા મેળવી શકો છો. જો તમારા પર માતા સરસ્વતીની એકવાર કૃપા વરસી જાય તો ક્યારેય પણ તમને જ્ઞાનની ઉણપ ઉદ્ભવતી નથી.

તો ચાલો આજે આ લેખમા જાણીએ કે, માતા સરસ્વતીની પૂજા કરવા માટે અને તેમની વિશેષ કૃપા મેળવવા માટે તમારે ક્યા-ક્યા મંત્રોનો મંત્રોચ્ચાર કરવો જોઈએ તથા આ મંત્રોનુ મંત્રોચ્ચારણ કરવા માટેની યોગ્ય વિધિ કઈ છે, તેના વિશે પણ આપણે યોગ્ય માહિતી મેળવીશુ.

પૂજાવિધિ :

imagw soucre

આ વસંતપંચમીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને પીળા રંગના વસ્ત્રો જ ધારણ કરવા. ત્યારબાદ ચંદન અથવા કુમકુમથી માતા સરસ્વતીનુ તિલક કરો. ત્યારબાદ માતા સરસ્વતીને પણ પીળા રંગના વસ્ત્રો, પીળા રંગના પુષ્પો અને પીળી મીઠાઈ અર્પણ કરો. ત્યારબાદ શિક્ષણને લગતી વસ્તુઓ જેમકે, પુસ્તક અને કલમ વગેરે જેવી વસ્તુઓને માતા સરસ્વતી સમક્ષ અર્પણ કરો.

આ ઉપરાંત જે લોકો સંગીતથી વિશેષ પ્રેમ કરે છે તેમણે આ દિવસે સંગીતના સાધનોની વિશેષ પૂજા કરવી જોઈએ. આ સિવાય માતા સરસ્વતીની વિશેષ કૃપા મેળવવા માટે તમારે તેમના પ્રિય ભોગ ખીર અને માલપુઆ માતાને અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ માતા સરસ્વતીની વિશેષ પૂજા અને વંદના કરવી જોઈએ, જેથી તમારી બધી જ મનોકામનાઓ તુરંત પૂર્ણ થઇ જાય.

માતા સરસ્વતીની પૂજા અને વંદના સાથે તમારે અમુક વિશેષ મંત્રોનુ પણ મંત્રોચ્ચારણ કરવુ જોઈએ. આ મંત્રોનુ મંત્રોચ્ચારણ કરવાથી તમારા જીવનમા પ્રવર્તતી તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે અને તમને તમારા ઈચ્છિત ફળની પણ પ્રાપ્તિ થશે. આ છે આ દિવ્ય અને ચમત્કારિક મંત્રો.

ॐ ऐं सरस्वत्यै ऐं नमः।

ॐ ऐं ह्रीं क्लीं महासरस्वती देव्यै नमः।

ॐ ऐं ह्रीं श्रीं वीणा पुस्तक धारिणीम् मम् भय निवारय निवारय अभयम् देहि देहि स्वाहा।

ऐं नमः भगवति वद वद वाग्देवि स्वाहा।

ॐ ह्रीं ऐं ह्रीं सरस्वत्यै नमः।

image soucre

सर्वदा सर्वदास्माकमं सन्निधिमं सन्निधिमं क्रिया तू।

शारदा शारदाभौम्वदना। वदनाम्बुजे।

श्रीं ह्रीं सरस्वत्यै स्वाहा।

image soucre

शुक्लां ब्रह्मविचार सार परमां आद्यां जगद्व्यापिनीं

वीणा पुस्तक धारिणीं अभयदां जाड्यान्धकारापाहां।

हस्ते स्फाटिक मालीकां विदधतीं पद्मासने संस्थितां

वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धि प्रदां शारदां||

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ