પ્રિયંકાનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, કહ્યું…’ડિરેક્ટરએ મને આપી હતી બ્રેસ્ટ સર્જરી કરાવવાની સલાહ’

વર્ષ 2021ની 9મી ફેબ્રુઆરીએ પ્રિયંકા ચોપરાની ઓટોબાયોગ્રાફી ‘અનફિનિશ્ડ’ રિલીઝ થઈ છે. પોતાની બુક રિલીઝ થાય એ પહેલાં પ્રિયંકા ચોપરાએ એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં બોલિવૂડના જાણીતા ડિરેક્ટરે તેને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી એ વિશે વાત કરી હતી.

image soucre

એક બ્રિટિશ ન્યૂઝપેપર અનુસાર, પ્રિયંકા ચોપરાએ પોતાની બુક અનફિનિશડમાં ડિરેક્ટર સાથે થયેલી મુલાકાતની વાત કરી છે. પ્રિયંકા ચોપરા વર્ષ 2000માં મિસ વર્લ્ડનું ટાઈટલ જીતી હતી અને એ બાદ પ્રિયંકા પહેલી જ વાર ફિલ્મને લઈને બોલિવૂડના જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસરને મળવા ગઈ હતી ત્યારે આ ડિરેક્ટર-પ્રોડ્યુસરે પ્રિયંકાને ઊભા થઈને તેની આસપાસ ફરવાનું કહ્યું હતું. અને તે સમયે પ્રિયંકાએ એમના કહેવા પ્રમાણે કર્યું પણ હતું, જ્યારે પ્રિયંકા ડિરેક્ટરની આસપાસ ફરી રહી હતી ત્યારે એ એને સતત જોતો હતો. અને એ પછી એ ડિરેક્ટરે પ્રિયંકાને બ્રેસ્ટ સર્જરી કરાવવાનું, જડબું ઠીક કરાવવાનું તથા બટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી.

image source

એટલું જ નહીં પ્રિયંકા ચોપરા જે ડિરેક્ટરને મળવા ગઈ હતી એ ડિરેક્ટરે એમ પણ કહ્યું હતું કે જો એક્ટ્રેસ બનવું હોય તો શરીરનાં કેટલાંક ભાગોને ‘ફિક્સ’ કરવાની જરૂર છે.

image source

આટલું ઓછું હોય એમ એ ડિરેક્ટરે પ્રિયંકાને એમ કહ્યું હતું કે તે લોસ એન્જલસમાં ડૉક્ટરને ઓળખે છે અને તેને સર્જરી માટે ત્યાં મોકલી દેશે. આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર વાતમાં પ્રિયંકાના મેનેજરે પણ ડિરેક્ટરની હામાં હા કરી હતી. અને એટલે જ પ્રિયંકા ચોપરાએ એ મિટિંગ બાદ મેનેજરને કાઢી મૂક્યો હતો. પ્રિયંકાએ જ્યારે આ બધી વાત સાંભળી ત્યારે તેને ખૂબ જ નવાઈ લાગી હતી અને એના મનમાં ક્યાંક લઘુતાગ્રંથિ ઘર કરી ગઈ હતી.

image soucre

પ્રિયંકા ચોપરાની આ બુક રિલીઝ થાય એ પહેલાં તેને પ્લાસ્ટિક સર્જરી વિશે સવાલ કરવામાં આવ્યો હતો. તેણે એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક ફિલ્મમેકરે પ્રિયંકાને તેના શરીરના અમુક ભાગોની સર્જરી કરાવીને તેને યોગ્ય કરવાની સલાહ આપી હતી.

પ્રિયંકાએ આગળ કહ્યું હતું, ‘મેં આ બધી વાતો કોઈને સ્પષ્ટતા આપવા માટે લખી નથી. હું મારા જીવનમાં જે જગ્યાએ છું ત્યાં બેસીને મારા જીવનના અનુભવો વિશે લખ્યું છે, અને એ અનુભવમાંથી જ આ એક અનુભવ હતો. આ અનુભવ મેં હૃદયના એક ખૂણામાં સાચવીને રાખ્યો હતો.

image soucre

પ્રિયંકા ચોપરાએ આગળ કહ્યું હતું કે તે મનોરંજન જગતની એક સ્ત્રી છે અને એટલે જ એણે સ્ટ્રોંગ બનવું પડશે. પ્રિયંકાનું માનવું છે કે જ્યારે કોઈ કલાકાર પોતાની નબળાઈ છતી કરે છે તો બીજા લોકો તેને નીચા પાડવાનો આંનદ લે છે.

પ્રિયંકા કહે છે કે તેણે માત્ર પોતાનું કામ કર્યું છે. તેણે જે બાબતો સહન કરી એના વિશે કંઈ જ લખ્યું નથી. તે હવે સમજદાર થઈ ગઈ છે. આ જ કારણે ભૂતકાળની વાત કરવી તેના માટે સરળ છે. આ પુસ્તકમાં તેણે કોઈ સ્પષ્ટતા આપી નથી. તેણે માત્ર ને માત્ર પોતાના દૃષ્ટિકોણથી પોતાના જીવનની વાત કહી છે.

image soucre

તમને જણાવી દઈએ કે પ્રિયંકાની આવનારી ફિલ્મ ‘ટેક્સ્ટ ફોર યુ’ના શૂટિંગ દરમિયાન પ્રિયંકાએ કોરોનાની ગાઈડલાઈન્સ ભંગ કર્યો હતો એવો એના પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. કોરોના ના વધતા કેસના પગલે સલૂન તથા સ્પા સહિત પર્સનલ કેર સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. પણ પ્રિયંકા ચોપરા તેની માતા મધુ ચોપરા સાથે એક સલૂનમાં જોવા મળી હતી. આ સમયે પોલીસ ત્યાં આવી હતી અને સલૂન બંધ કરાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ