વરુણ ધવન કરતા બહુ સ્માર્ટ છે તેની ભાવિ પત્ની, એક તસવીર જોઇને જ તમે તરત કહેશો સાચી વાત યાર!

વરૂણ ધવન ના ઘરે વાગશે શરણાઈ. ગર્લફ્રેન્ડ નતાશા દલાલ જોડે કરશે લગ્ન.

image source

અભિનેતા વરૂણ ધવન મે મહિનામાં તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બોલિવૂડ હંગામાના અહેવાલો અનુસાર, બંને ગોવામાં લગ્ન કરશે.

એક નિર્માતાએ વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ ગોવામાં લગ્ન કરવા માંગે છે. જેમ વરુણના મોટા ભાઈ રોહિતે કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Whiz Bliz🌀 (@whiz_bliz) on

તેઓ આગળ કહે છે કે વરૂણ અને નતાશા મે મહિનામાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. આ ઉનાળામાં ભવ્ય લગ્ન થશે. એક અઠવાડિયા સુધી લગ્નની વિધિ રહેશે.

image source

ગોવામાં મહેંદી, સંગીત અને રિસેપ્શન આયોજીત કરવામાં આવશે. તે બીચ અથવા રિસોર્ટ લગ્ન હશે. જેમ વરુણના મોટા ભાઈ રોહિતે આઠ વર્ષ પહેલા જ્ન્હવી સાથે ગોવાના પાર્ક હયાત હોટેલમાં લગ્ન કર્યા હતા, તેવી જ રીતે વરુણ પણ આ સ્થળે લગ્ન કરવાનું વિચારે છે.

image source

ઘણા બોલિવૂડ સેલેબ્સને પહેલેથી જ મે મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયામાં વરુણ અને નતાશાના લગ્ન માટે મુક્ત રહેવા કહેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી તારીખ નક્કી થઈ નથી.

તે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જેમ ગુપ્ત લગ્ન નહીં કરે. વરૂણના લગ્નમાં આખું બોલીવુડ બેન્ડ, બાજા અને બારાત સાથે શામેલ થશે.

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો વરૂણ ધવન તેની આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 ડીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વરુણની સાથે શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મના ડિરેક્ટર રેમો ડિસોઝા છે. આ ફિલ્મ ડાન્સ પર આધારિત છે અને તેમાં લંડનના બે ફેમસ વાયરલ ગ્રુપ વચ્ચે કોમ્પિટિશન દેખાડવામાં આવી છે. આ બે ગ્રુપમાં એક ગ્રુપ ઇન્ડિયાનું અને બીજું ગ્રુપ પાકિસ્તાનનું હોય છે.

image source

આ બે ગ્રુપ વચ્ચે ખૂબ જોરદાર ટક્કર દેખાડવામાં આવી છે. આ ઉપરાંત વરુણ ધવન કુલી નંબર 1 માં પણ જોવા મળશે. આ ફિલ્મ જૂની ગોવિંદા અને કરિશ્મા કપૂર ની રિમેક મુવી છે.

આ પિક્ચરનું ડિરેક્શન ડેવિડ ધવન કરે છે જે ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ મા સેફ અલી ખાન ની છોકરી સારા અલી ખાન પણ નજર મા આવશે.

image source

નતાશા દલાલના વર્ક ની વાત કરીએ તો તે એક ફેશન ડિઝાઈનર છે. અને ઘણી પોપ્યુલર ફેશન ડિઝાઈનર તરીકે પ્રખ્યાત છે. તેના પિતા રાજેશ દલાલ એક મોટા બિઝનેસમેન છે જ્યારે માતા ગૌરી દલાલ એક હાઉસવાઈફ છે. નતાશા ને ખાલી સમયમાં સ્કેચ દોરવા ખૂબ ગમે છે. આ ઉપરાંત તે ડોગ લવર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ