ફોટોગ્રાફરના પગ પર ચડી ગઇ વરુણ ધવનની કાર, જોઇ લો પુરાવા તરીકે વિડીયો

ફોટોગ્રાફરના પગ પર વરૂણ ધવનની કાર ચડી ગઈ, પછી કારમાંથી નીકળીને વરુણ ધવને આવું કંઇક કર્યું, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

image source

બોલિવૂડ એક્ટર વરુણ ધવન સતત ચર્ચામાં રહે છે. વરુણ ધવન ગમે ત્યાં જાય પૈપરાજી તેને ઘેરી લઈને તેની તસવીરો લેવાનું શરૂ કરી દે છે. પરંતુ તાજેતરમાં જ એક ફોટોગ્રાફર વરુણ ધવન ની ફોટોગ્રાફિ કરવી ભારે પડી ગઈ. તેની કાર એક ફોટોગ્રાફરના પગ પર ચડી ગઈ. આ ઘટના બાદ ત્યાં આજુબાજુ લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.

image source

પણ ત્યાંથી નીકળી જવા ને બદલે વરુણ ધવન કારમાંથી બહાર આવ્યો હતો. વરુણ ધવન પોતાના ફ્રેન્ડલી નેચર ને લઈને પૈપરાજી લોકોની વચ્ચે ઘણો જાણીતો છે. તેનો જોલી નેચર અને લોકોની સાથે નો સારો વ્યવહાર તેના ફેન્સ વચ્ચે પોઝિટિવ ઈમેજ બનાવી રાખે છે.

image source

તાજેતરમાં જ વરુણ ધવનનો ફોટો લઈ રહેલા ફોટોગ્રાફર નો પગ ગાડી નીચે આવી જતા એક્ટર વરુણ ધવન જે રીતે વર્તન કરે છે એ વિડિયો જોવા લાયક છે. પછી ફોટોગ્રાફરે બૂમો પડતા કહ્યું કે, પગ પર ગાડી ચડાવી દીધી છે. આ પછી, વરુણ ધવને ડ્રાઇવરને કાર પાછળ લઇ જવા કહ્યું અને તરત જ બહાર આવી ગયો. બહાર નીકળતાંની સાથે જ તેણે ફોટોગ્રાફરને તેના હાલચાલ પૂછ્યા અને કહ્યું કે, તમે લોકો આવું કેમ કરો છો?

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla) on

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં વરુણ કહે છે કે ‘તમને ફોટો ક્યારે નથી આપ્યો, તમે આવું કેમ કરો છો? હું બહાર આવીને તમારી પાસે આવું છું ને. કેમ આવો હોબાળો કરો છો? ક્યારે ફોટો નથી આપ્યો? હું દરરોજ તો ફોટો આપું છું. આ વીડિયોમાં વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ અને ભાભી સાથે કારમાં બેઠા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

image source

આ ઘટના પછી વરુણ ધવને ફોટોગ્રાફરની તબિયત વિશે પૂછવાનું ચાલુ જ રાખ્યું હતું. જ્યાં સુધી એ લોકોએ તેમને ખાતરી આપી નહીં કે ફોટોગ્રાફર ઠીક છે અને તેને વધારે ઈજા પહોંચી નથી, ત્યાં સુધી વરુણ ધવન ત્યાંથી નીકળ્યો નહીં. આ દરમ્યાન તેની પ્રેમિકા નતાશા દલાલ પણ વરુણ સાથે હતી. બંને એક પાર્ટીમાં જઈ રહ્યા હતા.

image source

વરૂણ ધવન આ દિવસોમાં તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે તેમના લગ્નને લઈને પણ ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે. નોંધપાત્ર વાત એ છે કે વરુણ ધવન અને નતાશા દલાલ બંને બાળપણના મિત્રો છે. બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

image source

બંને ઘણીવાર પાર્ટીઝ અને ઇવેન્ટ્સમાં એકબીજા સાથે જ જોવા મળે છે. હમણાં તાજેતરમાં જ, તે બંને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં અરમાન જૈનના લગ્નમાં એક સાથે જોવા મળ્યા હતા. આ બંનેના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

સારા અલી ખાન સાથે વરૂણ ધવનની કેમિસ્ટ્રી ખૂબ પસંદ આવી રહી છે.

image source

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વરુણ ધવન ટુંક સમયમાં જ ફિલ્મ કુલી નંબર 1 ની રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી સારા અલી ખાન કામ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મના પોસ્ટર બહાર આવી ગયા છે જેમાં લોકો વરૂણ ધવન અને સારા અલીની નવી કેમિસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ મે મહિનામાં રિલીઝ થવાની છે..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ