સૂર્યવંશીના ટ્રેલર લોન્ચ પર અક્ષયે અજયને લઈને કર્યો મોટો ખૂલાસો, વાંચો તમે પણ અજયની પ્રથમ ફીલ્મ ‘ફૂલ ઔર કાંટે’ સાથે જોડાયેલો આ રસપ્રદ કિસ્સો

સૂર્યવંશીના ટ્રેલર લોંચ પર અક્ષયે અજયને લઈને મોટો ખૂલાસો – અજયની પ્રથમ ફીલ્મ ફૂલ ઔર કાંટે સાથે જોડાયેલો આ રસપ્રદ કિસ્સો

image source

રોહિત શેટ્ટીના કોપ સિરિઝની નવી ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર તાજેતરમાં ધમાકેદાર રીતે લોંચ થઈ ગયું છે. જેમાં ફિલ્મના મુખ્ય હીરો, અક્ષય કુમાર, કેટરીના કૈફ, અને ફિલ્મમાં કેમિયો કરનારા અજય દેવગન અને રણવીર સિંહ પણ ટ્રેલર લોન્ચ વખતે હાજર રહ્યા હતા. આ ઉપરાંત ફિલ્મના ડીરેક્ટર રોહીત શેટ્ટી અને કરણ જોહર પણ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા.

image source

ટ્રેલર લોંચની સાથે સાથે એક પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવવામાં આવી હતી જેમાં એક્ટરર્સ પોતાની સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ વિષે પ્રેસ સાથે વાત કરી રહ્યા હતા. અને ત્રણે સૂપર સ્ટાર ખૂબ જ મસ્તી કરતા આ ઇવેન્ટ પર જોવા મળ્યા હતા. પણ આ દરમિયાન અક્ષય અને અજયના ફેન્સને તેમના વિષે એક અજાણી વાત જાણવા મળી હતી જેનો ખૂલાસો ખુદ અક્ષય કુમારે જ કર્યો હતો.

image source

ઇવેન્ટ દરમિયાન અક્ષય અજય સાથેની પોતાની જૂની મિત્રતાની વાત કરી રહ્યો હતો. તે જણાવી રહ્યો હતો કે તે બન્નેએ એક સાથે કેરિયરની શરૂઆત કરી હતી અને આજે તેઓ અહીં સુધી પહોંચ્યા છે. અક્ષયે જણાવ્યું, “અમે બન્નેએ એક સાથે કેરિયરની શરૂઆત કરી હતી, અને એવી રીતે કરી હતી કે એક જ ફિલ્મ માટે બન્ને ઝઘડી પડ્યા હતા. અમારી પહેલી ફિલ્મ હતી, ફૂલ ઔર કાંટે, જેમાં પહેલાં હું હતો પણ પથી મને ધક્કો મારીને તેણે ફિલ્મ લઈ લીધી.”

image source

તમને જો ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે ફૂલે ઔર કાંટે ફિલ્મ 22 નવેમ્બર 1991માં રિલિઝ થઈ હતી. તે એક રોમેન્ટિક એક્શન ફિલ્મ હતી જે અત્યંત સુપર હીટ રહી હતી. આ ફિલ્મનું ડીરેક્શન કુકુ કોહલીએ કર્યું હતું. અજય દેવગન સાથે ફિલ્મમાં મધુએ પણ ડેબ્યુ કર્યો હતો, અને દિગ્ગજ અભિનેતા અમરિશ પુરીએ અજયના ગેંગસ્ટર પિતાનું પાત્ર ભજવ્યું હતું.

image source

આ ફિલ્મ તો અક્ષય પાસેથી જતી રહી હતી છેવટે તેના હાથમાં આવી સોગંધ ફિલ્મ. અક્ષયે સોગંધ ફિલ્મથી પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી. આ ફિલ્મનું ડીરેક્શન રાજ સિપ્પીએ કર્યું હતું. ફિલ્મ 25 જાન્યુઆરી 1991માં રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષયની સાથે શાંતિપ્રિયા લીડ રોલમાં હતી, જ્યારે રાખી અક્ષય કુમારના માતાના પાત્રમાં હતા. આ ફિલ્મમાં અક્ષય કુમારના એક્શનને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને પણ બોક્ષ ઓફિસ પર સફળતા મળી હતી.

image source

આમ અક્ષય અને અજય બન્નેએ રોમેન્ટિક એક્શન ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. અને તેમને અત્યાર સુધી એક એક્શન હીરો તરીકે જ ઓળખવામાં આવે છે. જો કે તેમણે કોમેડી, રોમાન્સ, ડ્રામા વિગેરે ઝોનરની ફિલ્મો પણ કરી પણ તેમને લોકો એક્શનમાં વધારે પસંદ કરતા આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ