વાંદરાઓને કારણે આ ગામની યુવતીઓ રહી ગઈ છે કુંવારી…. કોઈ મૂરતિયાઓ જાન લઈને ત્યાં જવા રાજી નથી…

વાંદરાઓને કારણે આ ગામની યુવતીઓ રહી ગઈ છે કુંવારી…. કોઈ મૂરતિયાઓ જાન લઈને ત્યાં જવા રાજી નથી…

વાંદરાઓની બીકે અહીં લગ્નો થતાં અટકી ગયાં છે! જાણો છો શું છે તેની પાછળનું રહસ્ય?

અહીં વરરાજાઓને જાન લઈને જતાં લાગે છે ડર; તોફાની વાંદરાઓ છે તેનું કારણ…


તમે હિન્દી ફિલ્મોમાં જોયું હશે અને નવલકથાઓમાં વાંચ્યું હશે કે જાન કે વરઘોડો પસાર થાય ત્યારે અચાનકથી ઘોડા પર બેસીને લૂંટારાઓ આવે અને બંદૂક બતાવીને વધું લૂંટી જાય. ત્યાર પછી એ ગામના રસ્તાઓ સૂના થઈ જાય અને બધું વેરાન લાગે. એવો જ ભય અહીં એક જગ્યાએ પણ વ્યાપી ગયો છે. પરંતુ તે કોઈ ઘોડેસવાર લૂંટારાઓને લીધે નથી થયો. એ ભય થયો છે વાંદરાઓને કારણે!


અહીંના લોકો ચોર – ડાકૂઓથી જેટલા ડરતા હોય એટલા જ આ વાંદરાઓથી ડરે છે. તેઓ એટલો તો ઉધમ મચાવે છે કે જે હાથમાં આવે તે બધું જ ભાંગફોડ કરી મૂકે છે. આ ગામના લોકોની આ સમસ્યાનું કોઈ નિવારણ હજુ સુધી તેમને મળ્યું નથી. તેમની સ્થિતિ સમય જતાં વધારે વિકટ બનતી જાય છે. ખાસ કરીને ગામમાં કોઈ લગ્ન પ્રસંગ હોય.


આપણાં દેશના રાજ્ય બિહારની રાજધાની પટનાથી ૭૫ કિમી. દૂર આવેલું ભોજપુર જિલ્લાનું રતનપુર ગામ એક વિચિત્ર સમસ્યાથી ઘેરાઈ ગયું છે. અહીં વાંદરાઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે અહીં કોઈ શુભ પ્રસંગે લોકો એક સાથે એકઠ્ઠાં થતાં પણ ડરે છે. અહીં કોઈ વરઘોડો નીકળે તો તે વાંદરાઓ રસ્તા પર ઉતરી જઈને લોકો પર હિંસક વાર કરે છે.


તેઓ એટલા તો આક્રમક બની જતા હોય છે કે લોકો લહૂલોહાણ થઈ જતા હોય છે. આજ કારણ છે કે અહીં લગ્ન પ્રસંગોએ બારાત કાઢતાં પણ લોકોને ડર પેસી ગયો છે અને કેટલાક કિસ્સાઓમાં લોકોના લગ્નો મોકૂફ રાખવાની ફરજ પડી છે. વાંદરાઓનો ત્રાસ જો આમને આમ રહ્યો તો આ ગામની દીકરીઓને પરણાવવા બીજા ગામ જવાની તૈયારીઓ કરવી પડશે. નહીં તો અહીંની દીકરીઓને રહેવું પડશે આજીવન કુંવારી.


અહીં કલ્પના પણ નથી કરી શકાતી કે આપણે સાજ શણગાર કરીને લગ્ન ગીતો ગાતાં નાચતાં હોઈએ અને અચાનકથી ઓચિંતા વાંદરાઓનું તોફાની ટોળું આવે અને તમને એટલું હેરાન કરી મૂકે ગંભીર ઇજાઓ પહોંચે અને પ્રસંગની બધી સજાવટ તોડીફોડી મૂકે!

અહીંના લોકોનું કહેવું છે કે અમારું ગામ વાંદરાઓના ઉત્પાતને લીધે ફેમસ થઈ ગયું છે અને અમારું જ ગામ નહીં આસપાસના વિસ્તારના ગામો પણ આના ભયથી લગ્નો કરતાં હવે ડરે છે. આવું જ રહ્યું તો અહીં હવે કોઈ લગ્નો ધામધૂમથી થશે જ નહીં.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ