સુશાંતને ડ્રગ્સને રવાડે ચઢાવનારની થઈ ધરપકડ, ડ્રગ્સ કેસમાં મોટા ખુલાસા થવાની સંભાવના

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ શરુ થયેલા હાઇ પ્રોફાઇલ કેસની તપાસમાં અત્યાર સુધીમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીની તપાસમાં ઘણા ખુલાસા પણ થયા છે. સુશાંતના મોત બાદ બોલિવૂડ સાથેના ડ્રગ્સ કનેકશનની વાત સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો ત્યારબાદ આ મામલે ડ્રગ્સ એંગલની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કરી રહી છે.

image source

આ ટીમને ઘણા દિવસથી તેની તલાશ હતી તે પૂર્ણ થઈ છે. એનસીબીની ટીમને એક મોટી સફળતા હાથ લાગી છે. જાણવા મળે છે કે ટીમએ એવા વ્યક્તિની ધરપકડ કરી લીધી છે જેણે સુશાંતને ડ્રગ્સની લત લગાડી હતી. એસીબીએ સુશાંત સિંહ રાજપૂતનાં પૂર્વ સહાયક નિર્દેશક ઋષિકેશ પવારની ધરપકડ કરી લીધી છે. એનસીબીની ટીમ ઘણા દિવસોથી ઋષિકેશ પવારની શોધમાં હતી.

image source

બોલિવૂડ ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન એક આરોપી અને ડ્રગ્સ સપ્લાયરે ઋષિકેશ પવારનું નામ લીધું હતું. સાથે જ સુશાંત સિંહ રાજપૂતના સ્ટાફના દીપેશ સાવંતે પણ પોતાના નિવેદનમાં ઋષિકેશનું નામ લીધું હતું.

image source

પવાર પર આરોપ છે કે તે સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને તેને ડ્રગ્સની આદત લગાડવામાં તેમનો હાથ હતો. આ વાત સામે આવ્યા બાદ એનસીબીની ટીમ ઋષિકેશની શોધમા હતી. પરંતુ તે ઘણા સમયથી ફરાર હતો. પરંતુ અંતે તે ઝડપાઈ ગયો છે.

image source

ટીમ ઘણા સમયથી પવારની શોધમાં હતી. પવારને પૂછપરછ માટે સમન્સ પણ મોકલવામાં આવ્યું હતું પરંતુ તે એજન્સી સમક્ષ હાજર થયો નહીં. ત્યારબાદ એનસીબીએ પવારના ઘરની પણ તલાશી પણ લીધી હતી. આ દરમિયાન તેના લેપટોપમાંથી કેટલાક શંકાસ્પદ ડેટા પણ મળી આવ્યા હતા.

image source

આ માહિતી મળ્યા બાદ ફરીવાર પવારને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. જો કે આ પહેલા પવારે કસ્ટડીમાંથી બચવા આગોતરા જામીન માટેની અરજી પણ કરી હતી જેને ફગાવી દેવામાં આવી હતી. એનસીબીની ટીમના હાથમાં ન આવવા માટે ઋષિકેશ પવાર સતત પ્રયત્ન કરતો હતો પરંતુ હવે તે ઝડપાઈ ચુક્યો છે.

image source

ઋષિકેશ લોકડાઉન દરમિયાન સુશાંતને ત્યાં રહી કામ કરતો હતો. તે દિપેશ સાવંત પાસે ગાંજો પણ મંગાવતો હતો. આ એ જ વ્યક્તિ છે જે સુશાંતને ગાંજો અને હશીશ લાવી આપતો. ઋષિકેશ વર્ષ 2018થી 2019 સુધી સુશાંત સાથે તેની કંપની ડ્રીમ પ્રોજેક્ટમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતો પરંતુ ત્યારબાદ પવારને તેના વર્તનના કારણે સુશાંતે કાઢી મુક્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ