હાઈબ્લડપ્રેશર વધવાના સંકેતની સાથે સાથે જાણો, તેને કંટ્રોલ કરવાની સરળ રીત…

બદલાઈ ગયેલી જીવનશૈલી અને આજકાલની ભાગદોડ ભરેલી જિંદગી આપણને કાંઈ બીજુ દઈ રહી હોઈ કે નહિ પરંતુ ઘણા Lifestyle Diseases જરૂર દઈ જઈ રહી છે. અને એમાંથી જ એક ખૂબ ખતરનાક બિમારી છે ઉચ્ચ રક્તચાપ (High BP) જેને આપણે હાઈપર ટેંશન કે હાઈ બ્લડ પ્રેશર પણ કહીએ છીએ. આ બિમારીને સાઈલેંટ કિલર પણ કહેવામાં આવે છે કારણ કે મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે તેમને હાઈ બીપીની ફરિયાદ છે.

આ બિમારી બાબતે વિસ્તારથી વાત કરતા પહેલા જણાવી દઉ કે ૨૦‍૧૭માં ભારતના સો જિલ્લામાં યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા નેશનલ ફેમીલી હેલ્થ સર્વે કરવામાં આવ્યું જેમા એક ચોંકાવનાર તથ્ય સામે આવ્યું.

image source

હાઈ બ્લડ પ્રેશર કે હાઇપરટેંશન શું હોઈ છે? આ જાણતા પહેલા આ સમજો કે આ “બ્લડ પ્રેશર” શું ચીજ છે અને તેની જરૂર શામાટે પડે છે?

આપણા શરીરનું mechanism કંઇક એવું છે કે tissues અને organs ને function કરવા માટે oxygenated blood ની જરૂર પડે છે. આ લોહીને પહોંચાડવાનું કામ આપણી circulatory system કરે છે.હ્દય આ સિસ્ટમનો એક ભાગ છે. હ્દયનું ધબકવું એક પ્રેશર ક્રિઅૈટ કરે છે જે લોહીને આપણા blood vessels જેમાં arteries, veins અને cells શામેલ છે push કરે છે. તે જ પ્રેશરને બ્લડ પ્રેશર કે રક્તચાલ કહેવાય છે.

અને જ્યારે આ રક્તચાપ જરૂરથી વધુ વધી જાય છે તો આપણે તેને હાઈ બ્લડ પ્રેશર કે હાઈપરટેંશન કહીએ છીએ.

image source

હાઈ બ્લડ પ્રેશર કે હાઈપરટેંશન થવાનું કારણ શું છે? ૯૦% થી વધારે મામલામાં હાઈપરટેંશન થવાનું કારણ ખ્યાલ નથી આવી શકતું, પરંતુ એવા ઘણા જોખમી ફેક્ટર્સ છે જેના કારણે તમને હાઈ બીપીની બિમારી થઈ શકે છે:

૧.વધતી ઉમર: વધતી ઉંમરની સાથે-સાથે હાઈ બીપી થવાનું જોખમ વધતું જાય છે. જોકે, હવે યુવાનોમાં પણ આ બિમારી મળી આવવા લાગી છે.

૨.ફેમેલી હિસ્ટ્રી: જો તમારા પરિવારમાં કોઈને હાઈ બીપી છે તો તમને પણ આ બિમારી થવાના ચાન્સીસ વધી જાય છે.

image source

૩.તાપમાન: ઘણા મામલામાં મળી આવ્યું છે કે તાપમાન વધારે હોવા પર બીપી ઓછું રહે છે અને તાપમાન ઓછું થવા પર બીપી વધી જાય છે. એટલે જો તમે ઓછા તાપમાન વાળી જગ્યા પર રહો છો તો તમારી બીપી વધુ હોઈ શકે છે. જોકે, આવું ૬૫ વર્ષની ઉંમર બાદ થવું વધારે કોમન છે.

૪.જાતિય પૃષ્ઠભૂમિ: હાઈપરટેંશનના મામલામાં તમારું એથનિક બેકગ્રાઉન્ડ પણ મહત્વ રાખે છે. મળી આવ્યું છે કે આફ્રિકન અને સાઉથ એશિયન એન્ક્રેસ્ટ્રીના લોકોમાં હાઈ બીપી થવાનું જોખમ વધુ હોઈ છે. સાઉથ એશિયન લોકો, જેમાં ભારત પણ શામેલ છે, તેને પણ આ બિામરીનું વધુ જોખમ રહે છે.

image source

૫.જાડાપણું: જાડાપણું પોતે એક સમસ્યા છે અને તે પોતાના સાથે અન્ય ઘણી બિમારીઓ લઈને આવે છે, તેમાંથી જ એક છે હાઈબ્લડપ્રેશરની બિમારી. સાધારણ વજન વાળા લોકોની અપેક્ષા ઓવરવેઈટ કે obese લોકોને ઉચ્ચ રક્તચાપ થવાનું જોખમ વધું હોઈ છે.

૬.જેંડર (પુરુષ/મહિલા): સામાન્યરીતે મહિલાઓની અપેક્ષાએ પુરુષોને હાઈ બીપીની ફરિયાદ થવાની સંભાવના વધુ હોઈ છે. પરંતુ ૬૦ વર્ષની ઉંમર બાદ બન્ને ને જ હાઈપરટેંશન થવાનું જોખમ એકસમાન થઇ જાય છે.

image source

૭. ભૌતિક નિષ્ક્રિયતા: જો તમે ફિઝિકલી એક્ટિવ નથી, ના તમે કસરત કરો છો, ના વધુ ચાલો-ફરો છો કે દિવસભર બસ એક જગ્યા પર બેઠા-બેઠા કામ કરતા રહો છો તો તમને હાઈ બીપી થવાનું જોખમ વધી જાય છે.

૮.ધુમ્રપાન: ધુમ્રપાનથી કેન્સર થવાની સંભાવના તો વધી જ જાય છે સાથે જ તેના કારણે તમારા blood vessels સંકોચાય જાય છે જેના કારણે બ્લડપ્રેશર વધી જાય છે. ધુમ્રપાનને કારણે લોહીમાં ઓક્સિજનની માત્રા પણ ઘટી જાય છે એટલે તેને compensate કરવા માટે હ્દયને ઝડપથી પંપ કરવુ પડે છે જેનાથી બીપી વધી જાય છે.

image source

૯.દારૂ: અમુક અધ્યયનમાં મળી આવ્યું છે કે જે લોકો દારૂ નથી પીતા તેમની સરખામણીમાં જે લોકો રેગ્યુલર દારૂ પીવે છે તેમનું systolic blood pressure લગભગ ૭mmhg વધુ હોઈ છે.

૧૦.મીઠાનુ વધુ સેવન: ઓછુ મીઠુ ખાવા વાળા લોકોની તુલનામાં વધુ મીઠુ ખાવા વાળાનો રક્તચાપ વધુ હોઈ છે. એટલે બીપીની બિમારી diagnose થવા પર ડોક્ટર પણ salt intake reduce કરવાની સલાહ આપે છે.

image source

૧૧.ખૂબ વસા વાળુ ભોજન: ઘણા બધા હેલ્થ પ્રોફેશનલ્વનું માનવું છે કે વધુ ફેટ વાળો ખોરાક લેવાથી પણ હાઈબ્લડપ્રેશરની બિમારી થઈ શકે છે. ખાસ કરીને Saturated અને trans fatsથી જોખમ વધી શકે છે.

૧૨.તણાવ: ઘણાબધા પરિક્ષણમાં આ વાત સાફ થઈ ચૂકી છે કે જે લોકો અવારનવાર તણાવમાં રગે છે તેમાં આગળ ચાલીને હાઈબ્લડપ્રેશરની સમસ્યા થવાની સંભાવના ખૂબ વધી જાય છે.

image source

૧૩.મધુમેહ: ડાયાબિટીસથી ગ્રસ્ત દર્દીઓમાં પણ હાઈપરટેંશન થવાની સંભાવના વધી જાય છે. જોકે, જો તમે સાચી રીતે પોતાનું શુગર કંટ્રોલ કરો છો તો તેનું જોખમ ઓછું થઈ જાય છે.

૧૪.સોરાયસિસ: આ એક પ્રકારની સ્કિન ડિઝીઝ હોઈ છે જેમા શરીર પર ઘણી જગ્યાએ લાલ ચાંભા પડી જાય છે. ૧૪ વર્ષ ચાલેલા એક અધ્યયનમાં મળી આવ્યું કે સોરાયસિસથી ગ્રસ્ત લોકોમાં હાઈબ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે.

image source

હાઈબ્લડપ્રેશર વધવાના સંકેત

ધમનિઓમાં લોહીનું દબાણ વધી જવાથી હ્દયની ધમનિઓ પર દબાણ વધે છે અને લોહીનું પરિભ્રમણ ઝડપી થઇ જાય છે. આ સ્થિતિમાં દર્દીના રક્તનું દબાણ ૧૪૦/૮૦થી વધુ થઈ જાય છે, જેનાથી માથું ફરવું, આંખોની આગળ અંધારા, ગભરામણ જેવી સમસ્યા થવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે લોકો દવાઓનો આશરો લે છે પરંતુ અમુક ઘરેલુ ઉપાયથી પણ આ સમસ્યા દૂર કરી શકાય છે.

image source

હાઈબ્લડ પ્રેશરના કારણ

  • મસાલેદાર ચીજોનું વધુ સેવન
  • દારૂ, સિગારેટના કારણે
  • ભોજનમાં વધુ મીઠાનું સેવન
  • જંકફૂડ ખાવું
  • કસરત ન કરવી
  • જાડાપણાને કારણે
  • કિડની કે ડાયાબિટીસ રોગ
  • ખોટું ખાન-પાન
  • હાઈબ્લડપ્રેશરના લક્ષણ
  • બ્લડપ્રેશર વધી જવું
  • માથાનો દુ:ખાવો અને તણાવ
  • છાતીમાં દુ:ખાવો કે ભારેપણું
  • શ્વાસ લેવામાં તકલીફ
  • અચાનક ગભરામણ
  • સમજવા કે બોલવામાં તકલીફ
  • ચહેરા, બાંવડા કે પગમાં ખાલી ચડવી કે ઝણઝણાટી
  • નબળાઈ અનુભવાવી
  • ઝાંખુ દેખાવું

બીપીના ઘરેલુ ઉપાય

image source

કાંદાનો રસ – કાંદાના રસમાં ૧ ચમચી ચોખ્ખુ દેશી ઘી મેળવીને ખાવાથી આ બિમારીમાં આરામ મળે છે.

સેતૂર – રોજ ૨૫ ગ્રામ સેતૂરનો જ્યૂસ કાઢીને સવારે પીઓ. રોજ તેનું સેવન આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

image source

તજ પાઉડર – અડધી ચમચી તજનો પાઉડર રોજ સવારે ગરમ પાણી સાથે લો. તેનાથી હાઈ-લો બ્લડપ્રેશરની તકલીફ મટી જશે.

દૂધીનો રસ – સવારે ભૂખ્યા પેટે રોજ દૂધીનો રસ પીવાથી હાઈબ્લડપ્રેશરની સમસ્યા નથી થતી. તેના સિવાય તેનાથી હ્દય અને ડાયાબિટીસની બિમારી પણ દૂર રહે છે.

image source

મેથીના દાણા – સુતા પહેલા મેથીના દાણા ગરમ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને ખાલી પેટે તેનું પાણી પીવું અને દાણા ચાવવાથી હાઇબ્લડપ્રેશર દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ