વૈશાખ માસની અમાસની તિથિએ શનિ ગ્રહ અને કેતુ ગ્રહની જન્મ તિથિ છે.

હિંદુ ધર્મમાં પતિની લાંબી ઉમર માટે વટ સાવિત્રીનું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે વટ સાવિત્રીનું વ્રત વૈશાખ માસની અમાસના દિવસે કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં વટ સાવિત્રીનું વ્રત જેઠ માસની પુનમના દિવસે કરવામાં આવશે. એટલે કે, આ વર્ષે ગુજરાત રાજ્યમાં આ વર્ષે તા. ૨૨ જુન, ૨૦૨૧ મંગળવારના રોજ વટ સાવિત્રીનું વ્રત શરુ થઈ રહ્યું છે અને તા. ૨૪ જુન, ૨૦૨૧ ગુરુવારના રોજ સમાપ્ત થશે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત નિમિત્તે ઘણા જ સારા સંયોગ બની રહ્યા છે.

image source

આ વર્ષે પંચાંગ ભેદ હોવાના લીધે દેશના કેટલાક વિસ્તારમાં તા. ૯ જુન, ૨૦૨૧ મંગળવારના દિવસે અને કેટલાક વિસ્તારમાં તા. ૧૦ જુન, ૨૦૨૧ બુધવારના રોજ વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવશે. વટ સાવિત્રી વ્રતના દિવસે ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં એટલે કે રોહિણી નક્ષત્રમાં રહેવાનો છે. આ સાથે જ વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગનો પણ નિર્માણ થઈ રહ્યો છે. નક્ષત્રોની આવી પરિસ્થિતિમાં શુભ રહી શકે છે. આ અમાસની તિથિ શનિ ગ્રહ અને કેતુ ગ્રહની જન્મ તિથિ પણ છે એટલે કે, આ અમાસના દિવસે વડના ઝાડની સાથે સાથે પીપળાના ઝાડની પૂજા કરવાથી શનિ દેવને પ્રસન્ન કરી શકાય છે.

રોહિણી નક્ષત્રની સાથે ચતુર્ગ્રહી યોગ શુભ:

image source

જ્યોતિષાચાર્ય ડૉ. મૃત્યુંજય તિવારીના જણાવ્યા મુજબ, વટ સાવિત્રી વ્રતના દિવસે ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ અને પોતાના જ નક્ષત્ર એટલે કે રોહિણીમાં રહેવાનો છે. રોહિણી નક્ષત્રને તમામ નક્ષત્રોમાં શુભ માનવામાં આવે છે. આ સાથે જ વૃષભ રાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ ગ્રહ અને રાહુ ગ્રહની યુતિ થવાથી ચતુર્ગ્રહી યોગનો નિર્માણ કરી રહી છે. આ યોગ શુભ હોય છે. અમાસના દિવસે શનિ ગ્રહ પોતાની જ રાશિમાં વક્રી ચાલમાં ચાલવાનો છે. વક્રી શનિ ગ્રહ શુભ ફળ આપનાર હોય છે. અમાસના દિવસે સૂર્યોદયની કુંડળીના લગ્ન ભાવમાં શુક્ર ગ્રહ રહેવાનો છે. સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરનાર શુક્ર ગ્રહની શુભ સ્થિતિમાં હોવાથી વટ સાવિત્રી વ્રત કરવાથી તેના ફળમાં વૃદ્ધિ થઈ જાય છે.

વૈશાખ અમાસ: શનિ ગ્રહ અને કેતુ ગ્રહની જન્મ તિથિ.

image source

જ્યોતિષાચાર્ય ડૉ. તિવારીના જણાવ્યા મુજબ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં વૈશાખ માસની અમાસની તિથિને શનિદેવની સાથે જ કેતુ ગ્રહની પણ જન્મ તિથિ જણાવવામાં આવી છે. વૈશાખ માસની અમાસના દિવસે કેતુ ગ્રહ, શનિ ગ્રહના નક્ષત્રમાં અને શનિ ગ્રહ ચંદ્રના નક્ષત્રમાં રહીને પોતાની જ રાશિ મકરમાં રહેવાના છે. આ પરિસ્થિતિને ખુબ જ શુભ માનવામાં આવે છે. અમાસની તિથિના દિવસે એક લોટામાં પાણી, કાચુ દૂધ અને થોડાક કાળા તલ ભેળવીને પીપળાના ઝાડને અર્પણ કરવાથી આપની ગ્રહ દશા દુર થાય છે. આની સાથે જ શનિ મંદિર કે પછી પોતાના જ ઘરના ધાબામાં વૈશાખ માસની અમાસના દિવસે ધજા ફરકાવવી જોઈએ. આમ કરવાથી કેતુ ગ્રહ સાથે સંબંધિત ગ્રહ દોષ દુર થાય છે.

યમરાજએ સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા હતા.:

image source

વટ સાવિત્રીનું વ્રત કરવાથી પતિવ્રતા પત્નીના પતિ પર આવતા સંકટ દુર થઈ જાય છે અને પતિનું આયુષ્યમાં વધારો થઈ જાય છે. એટલું જ નહી, જો સૌભાગ્યવતી સ્ત્રીના લગ્નજીવનમાં સમસ્યા આવી રહી હોય તો તે સૌભાગ્યવતી સ્ત્રી વટ સાવિત્રીનું વ્રત કરવાથી સમસ્યા દુર થઈ જાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને સુખદ લગ્નજીવનની મનોકામના કરતા આ દિવસે વડના ઝાડની નીચે બેસીને વડની પૂજા- અર્ચના કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતના દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન જણાવવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવાથી કથાનું શ્રવણ કરનાર સ્ત્રીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. હિંદુ ધાર્મિક પૌરાણિક કથા મુજબ સાવિત્રી મૃત્યુના દેવતા યમરાજની પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પરત લઈને આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong