પાળતુ કૂતરાને બચાવવા યુવતીએ રીંછ સાથે પંગો લીધો, જૂઓ વીડિયો પછી શું થયું

આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે લોકો જ્યારે તેમના પાલતુ પ્રાણીને મુશ્કેલીમાં જુએ છે ત્યારે તેને બચાવવા માટે કંઇ પણ કરે છે. રીંછ સાથેની અથડામણનો એક ચોંકાવનારો વીડિયો દક્ષીણી કેલિફોર્નિયાથી સામે આવ્યો છે. એક અહેવાલ મુજબ, 17 વર્ષની હેલીએ તેના પાલતુ કૂતરાઓને પાછલા વરંડામાં ભસતા સાંભળ્યા. તેઓએ જોયું કે તેમના બાળકો સાથે દિવાલ પર રીંછ ઉભુ છે, જેને જોઇને તેમના કૂતરા ભસતા હતા. આ પછીનો નજારો જોઈને સૌ કોઈ દંગ રહી ગયા.

રીંછને દિવાલ ઉપરથી ધક્કો મારી દીધો

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કુતરાઓ રીંછ અને તેના બાળકો તરફ જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં રીંછ બાળકોને બચાવવા માટે કૂતરાઓ સાથે ઘર્ષણ કરે છે. આવા સમયમાં એક મહિલા ત્યાં દોડીને ત્યાં પહોંચી જાય છે, અને રીંછને દિવાલ ઉપરથી ધક્કો મારી દેશે અને પછી કૂતરાઓને ત્યાંથી લઈ ભાગી જાય છે. વિડિયો જોઈને, અનુમાન લગાવી શકાય છે કે જો છોકરી સમયસર આવીને રીંછને ધકો ન મારત તો તેના પાલતુ કૂતરાં મુશ્કેલીમાં મુકાય ગયા હોત.

હુ જાણતી નહોતી કે તે રીંછ છે

હવે આ વીડિયો ઇન્ટરનેટની દુનિયામાં વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના પછી, હેલીએ કહ્યું, ‘પ્રામાણિકપણે, જ્યાં સુધી મે તેને ધક્કો માર્યો નહોતો ત્યાં સુધી હુ જાણતી નહોતી કે તે રીંછ છે, અહિયા સુધી કે મારા મગજમાં આવ્યું કે તે રીંછ છે, હકીકતમાં તે ક્ષણ મારા માટે એવી હતી કે એક પ્રાણી મારા પાળતુ પ્રાણીઓને લઈને જતું રહેત. તેથી જ મેં વધુ વિચાર્યા વિના કૂતરાને બચાવવા માટે રીંછને ધક્કો મારી દીધો. આ ઘટનામાં, હેલીને ઘૂંટણની ઇજા થઈ છે અને તેની આંગળીમાં સામાન્ય ઈજા થઈ છે.

હેલીની માતા સીસીટીવીમાં કેદ થયેલી ઘટના જોઈને આશ્ચર્યચકિત થઈ

હેલીની માતા સીસીટીવીમાં કેદ થયેલી ઘટના જોઈને આશ્ચર્યચકિત થઈ, તે કહે છે, ‘જ્યારે પણ હું આ ફૂટેજ જોઉં છું ત્યારે રુદન કરું છું કારણ કે તે જોવાનું ખૂબ જ ડરામણું છે. સારું, સદભાગ્યે, હેલી અને તે બધા પાળેલા કુતરાઓ એકદમ ઠીક છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી સ્થાનિક વન્યપ્રાણી નિષ્ણાતે કહ્યું કે હેલીએ જે કર્યું તે ખતરનાક હતું. ઘરે રહેવું અને રીંછને પાછલા યાર્ડમાં પ્રવેશતા અટકાવવું એ મારા મતે વધુ સારો વિકલ્પ હતો.

આ ઘટનામાં તેના જીવને પણ ખતરો હતો

આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, હવે લોકો જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો શેર કરી રહ્યાં છે. સમાચાર લખાય ત્યાં સુધીમાં 8 મિલિયનથી વધુ વ્યૂ અને 2 લાખ 17 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ વીડિયો જોઈને ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે, હેલીએ જે રીતે જોખમી રીંછનો સામનો કર્યો તે ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે આ ઘટનામાં તેના જીવને પણ ખતરો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong