મુંબઈમાં ઈમારત ધરાશાયી થતા 11ના મોત, 7 ઘાયલ, 15 લોકોને કર્યા રેસ્ક્યૂ

બુધવારે મુંબઇમાં આખો દિવસ વરસાદ પડ્યા પછી રાત્રે 11.10 વાગ્યે માલવાણી વિસ્તારમાં એક ચાર માળની ઇમારત અન્ય મકાન પર પડી ગઈ હતી. અકસ્માત બાદ 18 લોકો કાટમાળમાથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી 11 લોકોનાં મોત નીપજ્યાં છે. બાકીના 7 ઇજાગ્રસ્તોની સારવાર બીડીબીએ નગર જનરલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. અકસ્માત સમયે ત્રણ પરિવારો મકાનમાં રહેતા હતા. આમાંથી કેટલાક બાળકો પણ સામેલ છે.

image source

ઘટના બાદ ફાયર બ્રિગેડ અને બીએમસીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી. ગીચ વસ્તીને કારણે સ્થળ પર પહોંચવાનો રસ્તો સાંકડો છે. આવી સ્થિતિમાં, બચાવમાં સમસ્યા આવી રહી છે. સાંકડો રસ્તો હોવાને કારણે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને જેસીબીને પણ સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી પડી હતી.

image source

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું છે કે ખતરનાક હાલતમાં નજીકની ત્રણ ઇમારતો પણ ખાલી કરાઈ છે. ઝોન -11 ના ડીસીપી વિશાલ ઠાકુરે કહ્યું, ‘અમારી ટીમ રાતોરાતથી બચાવ કાર્યમાં લાગી ગઈ છે. કેટલાક લોકો હજી પણ કાટમાળ નીચે ફસાયા હોઈ શકે છે. એક સાક્ષી શાહનાવાઝ ખાને કહ્યું, ફાયર બ્રિગેડની ટીમ અમારા કોલ પછી તુરંત પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આજે મુંબઈમાં વરસાદની રેડ એલર્ટ

image source

મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે લગભગ આખો દિવસ વરસાદ પડ્યો હતો. આને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. સાન્તા ક્રુઝના પશ્ચિમ પરામાં બુધવારે સવારે 8.30 થી બપોર 2.30 કલાક દરમિયાન છ કલાકમાં 164.8 મીમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે પણ વરસાદનુ રેડ એલર્ટ જાહેર કરેલ છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.જયંતા સરકારે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસું 10 થી 12 જૂન દરમિયાન મુંબઇ પહોંચે છે, પરંતુ આ વખતે સમય પહેલા અહીં પહોંચી જશે. તેના કારણે 9 થી 12 જૂન દરમિયાન મુંબઇમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ દરિયામાં પણ ભરતીની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમય દરમિયાન 4 થી 5 મીટરના ઉંચા મોજા ઉછળી શકે છે.

બુધવારે સવારથી જ મુંબઈમાં વરસાદને કારણે શહેરના કિંગ્સ સર્કલ, સાયન, અંધેરી, ચેમ્બુર, બોરીવલી, કાંદિવલી અને ઘાટકોપર વિસ્તારમાં ઘૂંટણ સુધી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વાહનો ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણીમાં અટવાઈ ગયા છે. બીએમસી અને પોલીસ વિભાગના જવાનો રસ્તાઓ પર તૈનાત છે. કામકાજના દિવસોને કારણે લોકોને ઓફિસ જવામાં મુશ્કેલી પડી હતી.

મુંબઇ ઉપરાંત સિંધુદુર્ગ, પાલઘર, રાયગઢ અને કોસ્ટલ કોંકણના થાણેના ઘણા વિસ્તારોમાં પણ આગામી એકથી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આઇએમડીએ શનિવારે જ મહારાષ્ટ્રમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનની પુષ્ટિ કરી હતી. આ સમયે ચોમાસું દરિયાકાંઠે રત્નાગિરિ જિલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong