આંદામાનમાં વેકેશન એન્જોય કરી રહી છે વેટરન એક્ટ્રેસ વહીદા રહેમાન, આશા પારેખ અને હેલન.. જોઇ લો સુપોપ તસવીરો તમે પણ

ગયા મહિને જ ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાનેના સેટ પર વીતેલા જમાનાની ત્રણ વેટરન એક્ટ્રેસેસ વહીદા રહેમાન, આશા પારેખ અને હેલન પહોંચી હતી અને ફિલ્મો માટે પોતાના પ્રેમની સાથે સાથે અન્ય ઘણી વાતો શેર કરી હતી. શોનો આ એપિસોડ ખૂબ જ હિટ થયો હતો અને એના ઘણા વિડિયોઝ પણ ખૂબ જ વાયરલ થયા હતા અને હવે બોલીવુડની આ ત્રણ ડિવાઝ અંદમાનમાં વેકેશન મનાવી રહી છે જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

image source

એ તો બધા જાણે જ છે કે વહીદા રહેમાન, આશા પારેખ અને હેલન ખૂબ જ સારી ફ્રેન્ડ્સ પણ છે અને ત્રણેય એક્ટ્રેસ ઘણીવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરતી હોય છે અને હવે જ્યારે ત્રણેય લિજેન્ડને નવરાશ મળી તો ત્રણેય વેકેશન મનાવવામાટે અંદમાન માટે નીકળી ગઈ જ્યાં પોતાનું વેકેશન એન્જોય કરતી દેખાઈ રહી છે.

image source

એમના વેકેશનના ફોટા સૌથી પહેલા ફેશન ડિઝાઈનરથી પોલિટીશિયન બનેલી શાઈના એનસીએ પોસ્ટ કર્યા હતા જેમાં એમને આશા પારેખ, હેલન અને વહીદા રહેમાનને વન્ડર વુમન કહી હતી. આ ફોટામાં ત્રણેય એક્ટ્રેસ એકદમ કુલ અવતારમાં દેખાઈ રહી છે અને ખૂબ એન્જોય કરતી પણ જોવા મળી રહી છે.

image source

એ સિવાય ફિલ્મ પ્રોડ્યુસર તનુજ ગર્ગે પણ એમના વેકેશનના ત્રણ ફોટા શેર કર્યા છે જેમાં ત્રણેય ખૂબ જ મસ્તી કરતી દેખાઈ રહી છે. એમના ફોટા શેર કરતા તનુજે લખ્યું કે જો ફિલ્મ દિલ ચાહતા હેની રિમેક ત્રણ સિનિયર એકટરસ સાથે કરવી હોય તો આશા પારેખ, વહીદા રહેમાન અને હેલન એમના માટે પરફેક્ટ હશે.

એક ફોટામાં વહીદા રહેમાન, આશા પારેખ અને હેલન એક બોટમાં ચિલ કરતા દેખાઈ રહી છે. ફોટામાં આશા પારેખ અને હેલન બેઠેલી છે અને વચ્ચે વહીદા રહેમાન ઉભા છે.

image source

બીજા ફોટામાં આશા પારેખ અને વહીદા રહેમાન લાઈફ જેકેટ પહેરીને બેઠેલી છે. વહીદા રહેમાન બોટનું સ્ટિયરિંગને કંટ્રોલ કરતી દેખાય છે. બંનેના ચહેરા પર સુકુનનું સ્મિત જોઈ શકાય છે.

image source

એ સિવાય વહીદા રહેમાનનો એક ફોટો પણ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ ફોટામાં 83 વર્ષની વહીદા રહેમાન સ્ફુબા ડાઇવિંગ કરતી દેખાઈ રહી છે. એમનો આ ફોટો પણ એમના અંદમાન વેકેશનનો જ છે.

આ લિજેન્ડ એક્ટ્રેસના આ વેકેશન ફોટા આ સમયે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ઉંમરના આ પડાવ પર જ્યારે લોકો જીવવાનું જ છોડી દે છે એવામાં આ ત્રણ એક્ટ્રેસનું આવી રીતે લાઈફને એન્જોય કરવું લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ઘણા સેલેબ્સ પણ આ ફોટા પર કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!