દિપીકાથી લઇને આ હિરોઇનોએ રૂપાળી દેખાય એ માટે કરાઇ છે આવી સ્કિન ટ્રિટમેન્ટ, જેમાં પ્રિયંકાએ તો…

બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જેમની ડસ્કી બ્યુટી લોકોને ખૂબ જ ગમી અને જેમને પોતાના એક્ટિંગ ટેલેન્ટના જોરે ન ફક્ત સફળતા મેળવી પણ મોટું ફેન ફોલોઇંગ પણ બનાવ્યું. તેમ છતાં અભિનેત્રીઓ પોતાને વધુ ગ્લેમરસ અને સુંદર બનાવવા માટે આ અભિનેત્રીઓ કોસ્મેટિક સર્જરી, સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટ કરાવી ચુકી છે. આજે અમે તમને અમૂક એવી જ અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છે જેમને ગોરા બનવા માટે સ્કિન લાઇટિંગ ટ્રીટમેન્ટનો સહારો લીધો.

કાજોલ.

image source

કાજોલે પણ જ્યારે બોલીવુડમાં પગ મૂક્યો હતો ત્યારે એમનું કોમ્પલેક્શન ઘણું જ ડસ્કી હતું પણ ખબરોનું માનીએ તો કાજોલની ફેર સ્કિન માટે એમને સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટ લીધી અને ફેર બની ગઈ. એમનો નવો લુક જોઈને એમના ફેન્સ પણ હેરાન થઈ ગયા હતા. જો કે કાજોલ હંમેશા કહે છે કે એમને કોઈ સ્કિન સર્જરી નથી કરાવી. એમનું કહેવું છે કે લગ્ન પછી શૂટિંગ માટે ઓછું જવાનું થતું જેથી તાપના કારણે એમની ટેન્ડ સ્કિન ઘરે રહીને ક્લીન થઈ ગઈ છે.

દીપિકા પાદુકોણ.

image source

બીટાઉનની સૌથી ટેલેન્ટેડ અને વરસ્ટાઈલ અભિનેત્રીઓમાંથી એક દીપિકા પાદુકોણની બ્યુટી અને સ્ટાઈલના લાખો દીવાના છે. પણ જ્યારે દીપિકાએ બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી ત્યારે એ એટલી સુંદર નહોતી લાગતી. પણ મેકઅપ, હેલ્ધી ખાનપાનને અપનાવીને એ હવે ખૂબ જ સુંદર લાગવા લાગી છે. જો કે એમના વિશે પણ કહેવામાં આવે છે કે એમને સુંદરતા માટે સ્કિન ટ્રીટમેન્ટ કરાવી છે.

પ્રિયંકા ચોપરા.

image source

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પણ જ્યારે ફિલ્મોમાં આવી હતી ત્યારે એમનો રંગ પણ ઘણો શ્યામ હતો. એમના ડસ્કી કોમ્પલેક્શન પર ઘણીવાર લોકોએ કમેન્ટ પણ કરી અને એમને રેસિઝમનો પણ શિકાર થવું પડ્યું. એટલું જ નહીં બ્રાઉન હોવાના કારણે ઘણીવાર એમને રોલ પણ નહોતો આપવામાં આવતો. પણ પ્રિયંકાએ નાક, હોઠની સર્જરી કરવાની સાથે જ સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટ પણ કરાવી. પ્રિયંકાએ લગભગ ચાર પાંચ વર્ષ પહેલાં મેલેનીન રીડક્શન સર્જરી કરાવી હતી અને આજે એ ન ફક્ત બોલિવુડ પણ હોલીવુડમાં પણ ઘણી જ પોપ્યુલર થઈ ગઈ છે.

શિલ્પા શેટ્ટી.

image source

શિલ્પા શેટ્ટીની બ્યુટી ખરેખર ટાઇમલેસ છે અને ઉંમર વધવાની સાથે જ એમની સુંદરતા પણ વધી રહી છે. શિલ્પા આજે પણ બોલીવુડની સૌથી ફિટ, હોટ અને ગ્લેમરસ એક્ટ્રેસમાંથી એક છે. શિલ્પાની આ સુંદરતાનું સિક્રેટ યોગા અને હેલ્ધી લાઇફસ્ટાઇલની સાથે બ્યુટી સર્જરીઝ પણ છે રિપોર્ટ્સ અનુસાર નોઝ સર્જરી સિવાય શિલ્પાએ ફેર સ્કિન ટોન માટે સ્કિન વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટ પણ કરાવી છે.

બિપાશા બસુ.

image source

બોલીવુડની હોટ બ્યુટી બિપાશા બસુએ હંમેશા જ પોતાની ડાર્ક સ્કિનને ફ્લોન્ટ કરી છે. એમને ઘણા ઇન્ટરવ્યૂમાં કહ્યું પણ છે કે એમને એમના સ્કિન કલર સાથે પ્રેમ છે અને એ એમને વધુ સેક્સી અને સિડકટિવ બતાવે છે પણ થોડા સમય પહેલા બિપાશાએ પણ સ્કિન લાઈટનિંગ દ્વારા પોતાના સ્કિન કલરને ચેન્જ કરાવ્યો છે. એવું કદાચ એમને સારા રોલ્સ માટે કર્યું હતું. બિપાસાની થોડા વર્ષો પહેલાની અને હમણાંની તસવીરો જોઈએ તો તમને એમને સ્કિન ટોનમાં ઘણો ફરક દેખાશે.

મૌની રોય.

image source

ટીવીથી લઈને મોટા પડદા અને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ મૌની રોયની સુંદરતાની ચર્ચા છે..મૌનીનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશને સૌને હેરાન કરી દીધા હતા. મૌની પણ ફેર સ્કિન મેળવવા માટે ગ્લુ થિયોન નામની સ્કિન લાઈટનિંગ ટેક્નોલોજી ટ્રાય કરી ચુકી છે.

એ સિવાય રેખા, શ્રીદેવી, રાની મુખર્જી જેવી ઘણી અભિનેત્રીઓ પણ ગોરા બનવા માટે કોસ્મેટિક પ્રોસીઝરનો સહારો લઈ ચુકી છે. જો કે એમાંથી ક્યારેય કોઈએ એ સ્વીકાર નથી કર્યો કે એમને કોઈ પ્રકારની સ્કિન ટ્રીટમેન્ટ લીધી છે પણ એ બધાનું ટ્રાન્સફોર્મેશન એમની હકીકત છતી કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!