ભારતમાં દુનિયાનો સૌથી ખતરનાક કોરોના વેરિએન્ટ, ખાસ જાણી લો આ વિશે શું કહ્યું એક્સપર્ટે..નહિં તો પાછળથી પસ્તાશો

ભારતમાં તબાહી ફેલાવનાર કોરોનાનો નવો વેરીએન્ટ ધરતી પર વાયરસનો સૌથી સંક્રામક મ્યુટેશન હોઈ શકે છે. બેલ્જીયમની યુનિવર્સિટી ઓફ લ્યુવેનના જાણીતા બાયોલોજીસ્ટ ટોમ વેંસીલિયર્સે એવો દાવો કર્યો છે. વેંસીલેયર્સ એવા પહેલા વૈજ્ઞાનિક હતા જેમને યુકે વેરીએન્ટને વાયરસને બાકીના વર્ઝનની સરખામણીએ વધુ ખતરનાક જણાવ્યો હતો. એમનો દાવો પહેલા ખારીજ કરવામાં આવ્યો પણ પછી બધાએ આ વાતને માની.

image source

એક ઇન્ટરવ્યૂમાં વેંસિલિયર્સએ કહ્યું કે ” ભારતનો નવો વેરીએન્ટ સંક્રામક છે. એ ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે.” એની રૂપ બદલવાની ક્ષમતા પર એમનવ કહ્યું કે એ લગભગ યુકે વેરીએન્ટ જેવું જ છે. એમને કહ્યું કે વાયરસના આ એડવાન્ટેજ દેશમાં મહામારીના પર્કોપને વધારવાનું કામ કરી રહ્યા છે. રાજનૈતિક પાર્ટીઓની રેલી, મોટા પ્રમાણમાં લોકોની ભીડ અને સાવધાની રાખવાની રીતને અવગણવાથી પણ હાલત બેકાબુ બની છે.

image source

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઠંડીમાં ભારતની સ્થિતિ સામાન્ય દેખાઈ રહી હતી. કોવિડ 19 સંક્રમિતોની સંખ્યા સ્થિર હતી. એટલે સુધી કે સતત ઘટાડો પણ નોંધવામાં આવી રહ્યો હતો. પણ ફેબ્રુઆરીના મધ્યથી લઈને માર્ચની શરૂઆત સુધી સ્થિતિ અચાનક બદલાઈ ગઈ. વાયરસે અચાનક જ વિસ્ફોટ કર્યો. હવે ભારત કોરોનાની એક ભયાનક લહેરનો સામનો કરી રહ્યું છે. દેશમાં રોજ ચાર લાખ કેસ આવી રહ્યા છે અને દરરોજ લગભગ 4 હજાર લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે.

image source

જો કે WHOમાં ભારતના પ્રતિનિધિ ડૉ. રેડરિકો એચ. ઓફરીન આ તબાહી માટે ગાઈડલાઇન્સનું પાલન કરવામાં દેશની નિષ્ફળતાને વધુ દોષી માને છે. એમને કહ્યું કે ” અમે જોયું કે ભારતમાં લોકોએ કોવિડ 19ને કાબુમાં લેવા માટે પૂરતી કોશિશ નથી કરી અને એટલે જ આજે આપણે અહીંયા ઉભા છે. આપણે જાતે જ વાયરસને ફેલાવાનો મોકો આપ્યો છે.”

image source

ભારતમાં યુનિસેફના પ્રતિનિધિ ડૉ. યાસમીન અલી હકે આ રિપોર્ટમાં કહ્યું છે કે વાયરસથી થયેલી આ તબાહીની ભરપાઈમાં ભારતને વર્ષો લાગી શકે છે. એમને કહ્યું કે અમે પહેલેથી જ બાળકો, ગરીબો પર આનો પ્રભાવ જોઈ રહ્યા છે. ડૉ. હકે કજ્યું કે શિક્ષણને લઈને ભારતની સ્થિતિ પહેલા જ ઘણી ખરાબ હતી. બાલ મજૂરી, બાલ વિવાહ અને માનવ તસ્કરીની ઘટનાઓ અહીંયા સતત વધી રહી હતી.

image source

સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે ભારતમાં હાલ પોઝિટિવિટી રેટ 19 ટકા છે જે ખૂબ જ વધુ છે. એનો અર્થ એ થયો કે ભારતમાં ઇન્ફેક્શનની પેટર્ન એકદમ એવી જ છે જેવી આપણે યુરોપ અને અમેરિકામાં જોઈ ચુક્યા છે. જો કે એનો સ્કેલ બિલકુલ અલગ હતો. અહીંયા વધુ વસ્તી પણ એક કારણ હોઈ શકે છે.

image source

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાયરસ એટલી ઝડપથી આગળ વધી રહ્યો છે કે કોઈપણ મોડલને માધ્યમથી એ સમજવું મુશ્કેલ છે કે એ કઈ રીતે ફેલાશે. આપણે આ રમતથી આગળ રહેવું પડશે. આ તૈયારી, પ્રતિક્રિયા અને રિકવરીનું એક ચક્ર છે. તમે એને રોકી નથી શકતા. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ભારત પાસે મોટા પ્રમાણમાં વેકસીનેશનનો અનુભવ છે અને એ ભારતને આ વિશાલ ચેલેન્જનો સામનો કરવાની શીખવશે.

image source

WHO અને યુનિસેફના આંકડા જણાવે છે કે આખા દક્ષિણ એશિયામાં કોરોના ઇન્ફેક્શનના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા અને મોતના આંકડામાં વધારો થયો છે. દક્ષિણ એશિયામાં કોરોના સંક્રમણના 90 ટકાથી વધુ કેસ ભારતમાંથી આવી રહ્યા છે. તો પાકિસ્તાનમાં પણ છેલ્લા કેટલાક અઠવાડિયામાં સંક્રમણની ઝડપ અનુભવાઇ છે. અહીંયા પણ રોજ 5000 કેસ આવી રહ્યા છે જે ફેબ્રુઆરીમાં ફક્ત 1100 પ્રતિદિન હતા.

image source

સંયુક્ત રાષ્ટ્રના કોડીનેશન ઓફ હ્યુમેનીટેરિયન અફેર્સ અનુસાર મહામારીએ પાકિસ્તાનના હેલ્થ સિસ્ટમ ખાસ કરીને પંજાબ અને ખેબર પખતુંનખ્વાના હેલ્થ કેર સિસ્ટમને પણ પ્રભાવિત કર્યું છે. અહીંયા પણ આઇસીયું બેડ, ઓક્સિજન અનવ દવાઓ સહિત તમામ મેડિકલ સુવિધાઓની કમી જોવામાં આવી છે.

image source

દક્ષિણ એશિયામાં યુનિસેફના રિજનલ ડાયરેકટર લાયરી અદજેઈ કહે છે કે દક્ષિણ એશિયામાં આવી સ્થિતિ પહેલી વાર જ જોવામાં આવી છે. વાસ્તવિકતા એ છે કે જો હાલત આ જ રહી તો આપણું હેલ્થ સિસ્ટમ તૂટી જવાને આરે આવી જશે જેના લીધે વધુ લોકોના જીવ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!