વહેલી સવારે ભારતના આ ત્રણ રાજ્યમાં ધરા ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ

શુક્રવારે દેશના 3 પૂર્વોત્તર રાજ્યોમાં જુદા જુદા સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમાં આસામના તેજપુર, મણિપુરના ચંદેલ અને મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સ ક્ષેત્રનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય સિસ્મોલોજીએ આ માહિતી આપી છે.

ખાસી હિલ્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા

image soucre

મળતી માહિતી મુજબ સવારે 4.20 વાગ્યે મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2:6 માપવામાં આવી હતી. આસામના તેજપુરમાં રાત્રીના 2 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. તેની સૌથી વધુ તીવ્રતા અહીં 4.1 માપવામાં આવી હતી. મણિપુરના મોઇરાંગમાં સવારે 1:06 વાગ્યે 3.04ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા.

આ અગાઉ 6 જૂને પણ 2.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

image source

આ પહેલા ગુરુવારે 11 દિવસમાં બીજી વાર, જમ્મુ-કાશ્મીરમાં સાંજે 7:49 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની રિએક્ટર સ્કેલ પર તિવ્રતા 4.8 માપવામાં આવી હતી. જૂન મહિનામાં અત્યાર સુધીમાં જમ્મુમાં ત્રણ વખત ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. આ અગાઉ 6 જૂને પણ 2.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

2 અઠવાડિયા પહેલા દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો

image source

અહીં 31 મેની રાત્રે 9:54 વાગ્યે પાટનગર દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની અસર રાજધાનીના રોહિણી વિસ્તારમાં નોંધાઈ હતી. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.4 માપવામાં આવી હતી. તે ઓછી તીવ્રતાનો ભૂકંપ હતો. તેનું કેન્દ્ર જમીનની અંદર 8 કિ.મી. હતું. આના કારણે કોઈ જાનહાની થઈ ન હતી. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભૂકંપના સમાચાર મળતાની સાથે જ લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા હતા.

ભૂકંપ આવે તો શું કરવું?

જો તમે ભૂકંપ દરમિયાન ઘરમાં છો, તો પછી ફ્લોર પર બેસી જાવ. ઘરના કોઈ મજબૂત ટેબલ અથવા ફર્નિચરની નીચે બેસીને હાથથી માથુ અને ચહેરાને ઢાંકી દો. ભૂકંપના આંચકા ન આવે ત્યાં સુધી મકાનની અંદર જ રહો અને આંચકા બંધ થયા પછી જ બહાર જાવ. જો રાત્રે ભૂકંપ આવે છે અને તમે પલંગ પર સૂઈ રહ્યા છો તો સૂતા રહો, તમારા માથાને ઓશીકું વડે ઢાંકી દો.

image source

ઘરની તમામ પાવરની સ્વીચો બંધ કરો. જો તમને ભૂકંપ દરમિયાન કાટમાળ નીચે દબાઈ જાવ તો તમારા મોઢાને રૂમાલ અથવા કપડાથી ઢાંકી દો. કાટમાળ હેઠળ તમારી હાજરી સૂચવવા માટે પાઇપ અથવા દિવાલ થપથપાવતા રહો, જેથી બચાવ ટીમ તમને શોધી શકે. જો તમારી પાસે કોઈ સમાધાન ન આવે તો બૂમ પાડો અને હિંમત ન હારો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong