ચોમાસાની સીઝનમાં કારની દેખરેખમાં કામની છે આ ટિપ્સ, જાણીને શરૂ કરો તૈયારી

વરસાદની શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે. આ સમયે તમારે તમારા વાહનોની ખાસ દેખરેખ રાખવાની જરૂર છે. નાની નાની વાતનું ધ્યાન રાખીને તમે આ સીઝનમાં કારને ખરાબ થતી અટકાવી શકો છો. ખાસ કરીને ચોમાસાની સીઝનમાં તમે આ ટિપ્સને અપનાવી લેશો તો તમારી ગાડી ખરાબ થશે નહીં. હાલમાં ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ શરૂ થયો છે અને ગુજરાતમાં પણ 5 દિવસમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો જાણી લો આ સીઝનમાં તમે કોઈ પણ મુશ્કેલીથી બચવા ઈચ્છો છો તો તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

image source

વાહનની દેખરેખને લઈને સૌથી જરૂરી વાત એ છે કે તમે તેની યોગ્ય સમયે સર્વિસ કરાવો. જે વાહન તમે ડેલી યૂઝમાં વાપરો છો તેને લગભગ 3 મહિને એક વાર એટલે કે વર્ષમાં 4 વાર સર્વિસ કરાવો છો તો તેની આવરદા વધે છે અને તમને મુશ્કેલી પડવાની શક્યતા ઓછી રહે છે. જો તમારું વાહન ઓછું ચાલે છે તો તમે એટલીસ્ટ 6 મહિને 1 વાર તેની સર્વિસ કરાવી લો તે જરૂરી છે.હવે ચોમાસાની સીઝન આવી છે ત્યારે તમે તમારા વાહનની સર્વિસ એકવાર અત્યારે કરાવી લો તે ઈચ્છનીય છે. સર્વિસ કરાવ્યા બાદ પણ જો તમે કોઈ મુશ્કેલી અનુભવો છો તો તે ક્યોર થઈ જશે. આ સિવાય તમે કારના પાર્ટ્સની ખાસ દેખરેખ રાખો તે અનિવાર્ય છે.

વાઈપર

image source

વરસાદની સીઝનમાં કાર ચલાવતી સમયે વાઈપર ખૂબ જરૂરી બને છે. એક વાઈપર બ્લેડને ચેક કરીને જોઈ લો કે તે સારી રીતે કામ કરી રહ્યા છે કે નહીં. વરસાદની સીઝનમાં તેના વિના કાર ચલાવવાનું મુશ્કેલ બની જાય છે. તેની સાથે વોશર સિસ્ટમને પણ ચેક કરી લો તે જરૂરી છે.

લાઈટ

image source

વરસાદની સીઝનમાં અનેક વાર અંધારું છવાઈ જાય છે અને વિઝિબિલિટી ઘટી જાય છે. એવામાં લાઈટની જરૂર વધારે રહે છે. ગાડીની હેડલાઈટ્સને પણ સમયાંતરે ચેક કરતા રહો જેથી તમને કોઈ તકલીફ ન પડે.

બ્રેક

image source

વરસાદની સીઝન પહેલા પોતાની કારની બ્રેક ચેક કરી લો. બ્રેક પેડ્સ ક્લીન કરાવી લો અને નવા બ્રેક શૂ લગાવી લો. આ કામ વરસાદ આવતા પહેલા કરી લેશો તો સારું રહેશે. તેને લઈને બેદરકારી રાખશો તો તમારા માટે રિસ્ક વધી જશે.

ટાયર

image source

વરસાદમાં સડક ભીની થાય છે ત્યારે તેમાં સ્લીપ થવાની શક્યતા વધે છે. કારના ટાયર ઘસાઈ ગયા હશે તો તમે કોઈ પણ દુર્ઘટનાનો શિકાર બની શકો છો. આ માટે ચોમાસા પહેલા કારના ટાયર ચેક કરી લો અને જરૂર હોય તો તેને તરત જ બદલાવી લો. જેથી મોટા અકસ્માતથી બચી શકાય.

બેટરી

image source

આ સીઝનમાં ચેક કરી લો કે તમારી બેટરી યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં. જો નહી તો તમે તરત જ કારની બેટરી બદલાવી લો. વરસાદની સીઝનમાં આ વાત જરૂરી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong