ફક્ત 3 જ દિવસમાં ગૌતમ અદાણીને અધધધ..કરોડનું નુકસાન, ગુમાવી દીધું ટોપનું સ્થાન

અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી જે થોડા દિવસો પહેલા એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ હતા તેઓ પાસેથી આ પદ હવે છીનવાઈ ગયું છે. ગૃપની તમામ 6 લિસ્ટેડ કંપનીઓના શેરમાં બુધવારે ભારે કડાકો બોલી ગયો હતો. જેના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં 3.91 અરબ ડોલરનો ઘટાડો થયો છે. જેના કારણે હવે તે એશિયાના બીજાક્રમના સૌથી અમીર વ્યક્તિ પણ નથી રહ્યા. બ્લુમબર્ગ બિલિન્યોર ઈન્ડેક્સ અનુસાર અદાણીની નેટવર્થ હવે 67.6 અરબ ડોલર રહી ગઈ છે. એટલે કે તે હવે એશિયાના સૌથી અમીર લોકોની યાદીમાં બીજા ક્રમેથી નીચે આવી ગયા છે. હવે તે એશિયાના ત્રીજા ક્રમના અમીર વ્યક્તિ છે. જ્યારે દુનિયામાં તેમનું સ્થાન 15મું થઈ ગયું છે.

image source

છેલ્લા 3 દિવસમાં જ તેની નેટવર્થમાં 9.4 અરબ ડોલર એટલે કે અંદાજે 69,263 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ વર્ષે તેમને નેટવર્થમાં 33.8 અરબ ડોલરનો નફો થયો છે. અદાણી ગૃપની 6 લિસ્ટેડ કંપનીઓના શેરમાં ભારે કડાકો બોલી ગયો હતો. અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાંસમિશનના શેરમાં 5-5 ટકા, અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 3.10 ટકા અને અદાણી એંટરપ્રાઈઝના શેરમાં 5.77 ટકાનો ઘટાડો થયો છે.

image source

આમ થવાનું કારણ એક મીડિયા રિપોર્ટ હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે એનએસડીએલએ ત્રણ વિદેશી ફંડના ખાતા ફ્રીઝ કરી દીધા છે. જેની પાસે અદાણી ગૃપની 4 કંપનીઓના 43,500 કરોડ રૂપિયાના શેર છે. જો કે અદાણી ગૃપએ આ વાતનું ખંડન કર્યું છે. પરંતુ તેમ છતાં આ રીપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગૃપની કંપનીઓના શેર સતત ઘટી રહ્યા છે.

-2
image source

અદાણીની સંપત્તિમાં થયેલા ઘટાડાના કારણે હવે ગૌતમ અદાણી અમીરોની યાદીમાં નીચે ખસી ગયા છે. આ પહેલા રિલાયંસ ઈંડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી એશિયાના પ્રથમ ક્રમના સૌથી અમીર વ્યક્તિ છે જ્યારે ચીનના ઝોંગ શૈનશૈન હવે બીજા ક્રમે આવી ગયા છે. શૈન શૈનની નેટવર્થ 69.4 અરબ ડોલર છે. એક સમયે તે મુકેશ અંબાણીને પણ પાછળ છોડી એશિયાના નંબર વન બની ગયા હતા પરંતુ આ વર્ષે તેની નેટવર્થમાં 8.85 અરબ ડોલરની કમી આવી છે.

-12-
image source

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયંસ ઈંડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં 12માં સ્થાને છે. બુધવારે રિલાયંસના શેરમાં પણ કડાકો થયો હતો જેના કારણે તેની નેટવર્થમાં 2 અરબ ડોલરનો ઘટાડો થયો હતો. હવે તે એશિયાના અમીરોની યાદીમાં 84.5 ડોલરની નેટવર્થ સાથે પહેલા ક્રમે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong