BS4 વાહનોનો સ્ટોક ખાલી કરવા કાર ડીલર્સની લલચાવનારી યોજનાઓ, વાંચી લો તમે પણ આ લેટેસ્ટ માહિતી

વાહનોનો સ્ટોક ખાલી કરવા – કાર ડીલર્સની લલચાવનારી યોજનાઓ – ગ્રાહકોને થશે ખૂબ લાભ

હાલ કોરોના વાયરસની મહામારીના કારણે દેશને જાનહાનીનું નુકસાન તો થયું જ છે પણ સાથે સાથે દેશને આર્થિક નુકસાન પણ લાખો કરોડામાં થયું છે. આ નુકસાનમાં ઓટો સેક્ટરને પણ મોટો ફટકો લાગ્યો છે. દેશની મોટી મોટી કંપનીઓની કારના વેચાણમાં ધરખમ ઘટાડો આવ્યો છે.

image source

સમગ્ર દેશના ઘણા બધા ઓટોમોબાઈલ ડિલરો સામે હાલ પોતાના BS4 વાહનોના સ્ટોકને ખાલી કરવાની મોટી સમસ્યા ઉભી થઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે દેશના ઘણા બધા ઓટો ડીલર્સે ગ્રાહકોને આકર્ષવા માટે કેટલીક યોજનાઓ બનાવી છે. આ BS4 વાહનોના ડીલરો પોતાની કાર્સને પ્રી-ઓન્ડ સેગમેન્ટમાં વેચવા માટે બીજા નામેથી તેની નોંધણી કરાવવાનું પ્લાનીંગ કરી રહ્યા છે.

image source

તાજેતરમાં મળેલા એક અહેવાલ પ્રમાણે, ઘણા બધા ડીલર્સ પોતાના BS4 વેહિકલ્સ સેકન્ડ હેન્ડ માર્કેટમાં વેચવાની વિચારણા કરી રહ્યા છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ યોજના ખાસ કરીને ટુ-વ્હીલર વાહનો માટે અપનાવવામાં આવશે. તેની પાછળનું કારણ એ છે કે ટુ-વ્હીલરની કેટેગરીમાં કાર્સ તેમજ અન્ય કોમર્શિયલ વાહનોની સરખામણીએ ઘણી બધી સંખ્યામાં સ્ટોકનો ભરાવો થયો છે.

image source

તમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટ દ્વારા બધા જ બીએસ4 વેહિકલ્સના વેચાણ માટે 1લી એપ્રિલ સુધીની તારીખ નિયત કરવામાં આવી હતી. જો કે લોકડાઉનના કારણે હવે તેને લોકડાઉન પુરું થયા બાદ ડિલરોને પોતાના સ્ટોકના 10 ટકા વાહનોને વેચવાની મંજૂરી મળી છે. જોકે આ અહેવાલ પ્રમાણે મોટા ભાગના ડિલરો અનિશ્ચિતતા પર નિર્ભર રહેવા નથી માગતા અને માટે જ તેમણે આ નિર્ણય લીધો છે.

image source

જો કે ડીલરો એ પણ જાણે છે કે પહેલેથી રજીસ્ટર્ડ થયેલા નવા બીએસ4 વાહનો માટે લોકો કીંમત ઓછી કરાવશે. તેમજ વાહનો પરના રોડ ટેક્સ તેમજ અમુક રાજ્યોમાં ટ્રાન્સફર ફી પણ ચૂકવવી પડશે. જેનો ખર્ચ ડિલરો પર આર્થિક ભારણ વધારી શકે છે. તેમ છતાં ડીલર્સ આ યોજના અમલમાં મુકવા માગે છે જેથી કરીને વાહનો તેમને તેમ ગોડાઉનમાં વેચાયા વગર પડ્યા ન રહે.

image source

તમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા માર્ગદર્શન પ્રમાણે 1લી એપ્રિલ 2020માં ભારતમાં માત્ર તે જ વાહનોનું વેચાણ અને રજિસ્ટ્રેશન થશે જેમાં બીએસ6 માનાંકો ધરાવતું એન્જિન વાપરવામાં આવ્યું હશે. તમને જણાવી દઈએ કે બીએસ4 ડીઝલ વાહનમાં સલ્ફરનું પ્રમાણ 50 પીપીએમ સુધી હોય છે જે બીએસ 6થી અપડેટ થયા બાદ તેનું પ્રમાણ 10 પીપીએમ થઈ જશે માટે જ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

જો કે ઘણી બધી ઓટો કંપનીઓ માટે આ એક ખર્ચાળ બાબત છે. કારણ કે બીએસ 6 એન્જિન તૈયાર કરવા માટે પ્રોડક્શન સ્તરે ટેક્નિક વિકસાવવા માટે કંપનીએ ઘણો ખર્ચો કરવો પડ્યો છે. તેમજ બીએસ4વાળા એન્જિનના વધેલા સ્ટોકનો નિકાલ પણ તેમના માટે મોટો ચિંતાનો વિષય છે. અને માટે જ હાલ બીએસ4 એન્જિનવાળા વાહનો પર મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો કે લગભગ બે મહિનાના લોકડાઉનના કારણે શો રૂમ્સ બંધ રહ્યા હોવાથી કોઈ જ વેચાણ થઈ શક્યુ નથી અને કંપનીએ મોટું ડીસ્કાઉન્ટ આપીને આ વાહનો વેચવાનો વારો આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ