આજે જ જાણી લો સ્વદેશી અને વિદેશી વસ્તુઓને કોને કહેવાય, અને પછી સ્વદેશી વસ્તુઓને અમલમાં મુકો તમે પણ

ખરેખર સ્વદેશી વસ્તુઓ એટલે શું ? જાણો કઈ વસ્તુઓને સ્વદેશી કહેવાય અને કઈ વસ્તુઓને વિદેશી કહેવાય

રાજીવ દીક્ષિત એક એવા ભારતીય હતા જેમણે સ્વદેશી આંદોલન, આઝાદી બચાઓ આંદોલન અને વિવિધ અન્ય કામોના માધ્યમથી રાષ્ટ્રિય હિતના વિષયો પર જાગૃતિ ફેલાવવા માટે સામાજિક આંદોલનો શરૂ કર્યા હતા. તેઓ ભારત સ્વાભિમાન આન્દોલનના સ્થાપક અને રાષ્ટ્રિય સચિવ પણ હતા. રાજીવ દીક્ષિત ભારતીયતાના ઉપદેશક હતા. તેમણે સ્વદેશી અને વિદેશી વસ્તુઓ પર ગહન સંશોધન કર્યું હતું. તેમણે આ વસ્તુઓએને ત્રણ ભાગમાં વહેંચી હતી. વિદેશી-દેશી અને સ્વદેશી. જો કે તમારે અહીં દેશીને સ્વદેશી સમજવાની ભૂલ નથી કરવાની. અને માટે જ ઘણા લોકોને સ્વદેશી વસ્તુઓને લઈને કેટલાક ભ્રમ છે. ચાલો જાણીએ કેવી રીતે ?

image source

સ્વદેશી વસ્તુઓ એટલે શું ?

જે પ્રકૃતિ અને મનુષ્યના શોષણ કર્યા વગર પોતાના દેશની સનાતન સંસ્કૃતિ અને સભ્યતાને અનુકુળ તમારી જગ્યાની સૌથી નજીક કોઈ જગ્યા પર સ્થાનીક કારીગર દ્વારા બનાવવામાં આવી હોય તેવી સેવા તેમજ વસ્તુ, અને જેના રૂપિયા સ્થાનીક અર્થવ્યવસ્થામાં ઉપયોગમાં લેવાતા હોય તે સ્વદેશી વસ્તુ તેમજ સેવાઓ છે.

image source

દા.ત. : કુંભાર, લૂહાર, મોચી, ખેડૂત, શાકભાજીવાળા, સ્થાનીક ભોજનાલયો, ધોબી, વાળંદ, દરજી વિગેરે દ્વારા ઉત્પન્ન થયેલી વસ્તુઓ, ઉદાહરણ તરીકે લીંમડા, બાવળ વિગેરેમાંથી તૈયાર કરવામાં આવેલ દાતણને સ્વદેશી કહેવાય, જે તમારા ઘરની નજીક કોઈ ખૂણામાં કોઈ ગરીબ દ્વારા વેચવામાં આવી રહ્યું હોય તે સ્વદેશી કહેવાય.

એક તો દાતણ બનાવવામાં પ્રકૃતિનું કોઈ શોષણ નથી થઈ રહ્યું, બીજુ તે પૂર્ણ રીતે કુદરતી છે અને કોઈ ગરીબ દ્વારા તમારા ઘરની નજીક વેચવામાં આવી રહ્યું છે. પણ જો આ દાતણ રિલાયન્સ, ટાટા, બિરલા, પતંજલિ જેવી કંપની વેચવા લાગે, અને ઘરની નજીકના કોઈ ગરીબને છોડીને હજારો કરોડો રૂપિયાનો નફો કમાનારી આ કંપનીઓ પાસેથી દાંતણ ખરીદવું તે સ્વદેશી ન માની શકાય.

image source

બીજી બાજુ ટૂથપેસ્ટ સ્વદેશી ન હોઈ શકે, કારણ કે કોઈ પણ ટૂથપેસ્ટ ગમે તેટલી આયુર્વેદિક રીતે બનાવવામાં આવે તેમ છતાં તેમાં કોઈને કોઈ કેમિકલ તો નાખવામાં આવે જ છે. અને ટૂથપેસ્ટ હંમેશા મોટી મોટી વિદેશી અને ભારતીય કંપનીઓ દ્વારા જ વેચવામાં આવે છે. હા, જો તમે કોઈ ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલા ટૂથપેસ્ટને ખરીદશો તો તે દેશી માનવામાં આવશે પણ સ્વદેશી નહીં.

image source

તેવી જ રીતે શેરડીનો તાજો રસ, મોસંબી, નારંગી વિગેરેનો રસ તમારા ઘરની નજીક કોઈ ગરીબની રેકડી પરથી તમે તેને ખરીદીને પીશો તો તે સંપૂર્ણ રીતે સ્વદેશી માનવામાં આવશે. કારણ કે તે ફળનો રસ સંપૂર્ણ રીતે કુદરતી છે અને તમારા સ્થાનીક વ્યક્તિને તેમાંથી રોજગાર મળી રહ્યો છે.

હવે તમારે એ વિચારવાનું છે કે ટાટા, બિરલા, અંબાણી, પારલે, પતંજલી વીગેરે હજારો કરોડો કમાતી કંપનીઓ નાળિયેર પાણી, ફળોના રસ, ફ્રૂટી, માઝા એપી ફિઝ વિગેરેને પેક કરીને વેચે તો તેને ખરીદીને તે વસ્તુનો ઉપયોગ સ્વદેશી નહીં કહેવાય તેને દેશી કહી શકાય.

ચાલો દેશી, વિદેશી અને સ્વદેશી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી લઈએ.

– વિદેશી કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા પીણા જેમ કે કોક, લિમકા, પેપ્સી, ફેંટા વિગેરેની ખરીદી વિદેશી ગણાશે.

– ટાટા, બિરલા, અંબાણી, પતંજલિ જેવી હજારો કરોડોનો નફો રળતી ભારતીય કંપનીઓ દ્વારા બનાવેલા કોઈ પીણાની ખરીદીને દેશી કહેવાશે.

– ઘરની નજીક કોઈ સ્થાનિક, વ્યક્તિ પાસેથી ખરીદીને તેને રોજગાર આપીને કોઈ પીણું કે જેમાં પ્રકૃતિનું કોઈ શોષણ ન થયું હોય તેને સ્વદેશી કહેવાશે.

– એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જે વસ્તુઓ આપણી સભ્યતા વિરુદ્ધ છે જેમ કે મદ્ય પાન તો તેની ખરીદી ક્યારેય સ્વદેશી નહીં કહેવાય. ભલે પછી તે કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા બનાવીને વેચાતો હોય કે ભારતીય કંપની દ્વારા વેચાતો હોય.

image source

તેવી જ રીતે દીવાળીના તહેવારોમાં દીવા પ્રગટાવવા, અને તે દીવા કોઈ સ્થાનીક કુંભાર પાસેથી ખરીદવામાં આવશે તો તે સ્વદેશી કહેવાશે, કારણ કે માટીથી બનેલા દીવા સંપૂર્ણ રીતે કુદરતી છે, અને સ્થાનીક કુંભારને તેમાંથી રોજગાર મળ્યો છે.

તેવી રીતે અમૂલ, વેરકા, મધર ડેરી, વિગેરે મોટી કંપનીઓનું જર્સી-દેશી ગાયોનું મિક્સ પેકેટ બંધ દૂધ, પતંજલિનુ જર્સી ગાયોના દૂધમાંથી બનેલું ઘી દેશી કહેવાશે પણ સ્વદેશી નહીં કહેવાય. હા, જો તમે તમારા ઘરની નજીકમાં આવેલી ગૌશાળા કે જેમાં દેશી ભારતીય ગૌવંશનું દૂધ, તેમજ તે દૂધમાંથી બનેલી વસ્તુઓ ખરીદશો તો તેને સ્વદેશી કહેવાશે, કારણ કે તેનાથી તે ગૌશાળામાં કામ કરનારાઓને રોજગાર મળ્યો છે તેમની આર્થિક મદદ થઈ છે. ટુંકમાં તમારે એ સમજી લેવું જોઈએ કે કરોડપતિને અબજોપતિ બનાવવું ક્યારેય સ્વદેશી ન હોઈ શકે.

હાલ જ્યારે આખાએ દેશમાં સ્વદેશી વસ્તુઓ વાપરવાની લહેર ઉપડી છે ત્યારે તમને જણાવી દઈએ કે સ્વદેશી એટલે આપણી પોતાની જાતને આપણી સનાતન સભ્યતા, સંસ્કૃતિ સાથે જોડેલું રાખવું, આપણા સમાજ તેમજ રાષ્ટ્રને પણ આપણી સનાતન સભ્યતાને અુનુકુળ બનાવવું જ સ્વદેશિનો સાચો અર્થ છે.

ચાલો હવે તમને અમે સ્વદેશી અને વિદેશી વસ્તુઓની એક યાદી જણાવી દઈએ

ટૂથ પેસ્ટ

સ્વદેશી – વિકો વજ્રદંતી, બૈદ્યનાથ, ચોઈસ, નીમ, ડાબર, એંકર, મિસ્વાક, બબૂલ, પ્રોમિસ, દંત કાંતિ દન્ત મંજન

વિદેશી – મોટા ભાગની ટૂથ પેસ્ટમાં હાડકાના પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે કોલગેટ, હિન્દુસ્તાન લિવર, ક્લોઝ-અપ, પેપ્સોડેન્ટ, એમ, સિબાકા, એક્વા ફ્રેશ, એમવે, ઓરલ બી, ક્વાંટમ વિગેરે.

ટૂથ બ્રશ

image source

સ્વદેશી – પ્રોમિસ, અજય, અજંતા, મોનેટ, રોયલ, ક્લાસિક, ડોક્ટર સ્ટ્રોક

વિદેશી – કોલગેટ, ક્લોઝ-અપ, પેપ્સોડેન્ટ, સિબાકા, એક્વા ફ્રેશ, ઓરલ-બી, હિન્દુસ્તાન યુનિલીવર

બાથ સોપ

સ્વદેશી – નિરમા, મેડિમિક્સ, નિમ, નિમા, જેસ્મીન, મેસોર સેન્ડલ, કુટીર, સહારા, પાર્ક એવેન્યુ, સિંથોલ, હિમાની ગ્લિસરીન, ફેર ફ્લો, નં 1, શિકાકાઈ, ગંગા, વિપ્રો, સંતૂર, કાયા કાંતિ, કાયા કાંતિ એલોવેરા.

વિદેશી – હિન્દુસ્તાન યુનિલીવર, લોરિયલ, લાઇફ બૉય, લે સેંસિ, ડેનિમ, ડવ, રેવિઓ, પિઅર્સ, લક્સ, વિવેલ, હમામ, ઓકે, પોન્ડ્સ, ક્લિઅર્સિલ, પામોલિવ, એમવે, જોનસન બેબી, રેક્સોના, બ્રિજ, ડેટોલ.

શેમ્પુ

image source

સ્વદેશી – વિપ્રો, પાર્ક એવેન્યુ, સ્વસ્તિક, આયુર, કેશ નિખાર, હેયર એન્ડ કેર, નાઇસિલ, અર્નિકા, વેલવેટ, ડાબર, બજાજ, નેલ, લેવેન્ડર, ગોદરેજ, વાટિકા.

વિદેશી – હેલો કોલગેટ પામોલિવ, હિન્દુસ્તાન યુનિલીવર, લક્સ, ક્લિનિક પ્લસ, રેવ્લોન, લેક્મે, પી એન્ડ જી, હેડ એન્ડ શોલ્ડર, પેન્ટીન, ડવ, પોન્ડ્સ, ઓલ્ડ સ્પેસ, જોહન્સન બેબી.

કપડા-વાસણ ધોવાના પાઉડર

સ્વદેશી – ટાટા શુદ્ધ, નીમા, સહારા, નીરમા, સ્વસ્તિક, વિમલ, હિપોલિન, દેના, સસા, ટી સીરિઝ, ડોક્ટર દેત, ઘઢી ડિટર્જન, ગેંતિલ, ઉજાલા, રાનિપલ, નિરમા, ચમકો, દીપ

વિદેશી – હિન્દુસ્તાન યુનિલીવર, સર્ફ, રીન, સનલાઇટ, વ્હીલ, વિમ, એરિયલ, ટાઇડ, હેંકો, એમવે, ક્વાંટમ, વુલ્વાશ, ઈઝી, રોબિન બ્લૂ, ટિનોપોલ, સ્કાઇલાર્ક

શેવિંગ ક્રીમ

સ્વદેશી – પાર્ક એવેન્યુ, પ્રીમઅમ, વિ જોન, ઇમામી, બલસારા, ગોદરેજ

વિદેશી – જિલેટ, સેવનઓ ક્લોક, એરાસ્મિક, વિલ્મેન, વિલ્તેજ વિગેરે.

ક્રીમ તેમજ પાવડર

image source

સ્વદેશી – બોરોસિલ, આયુર, ઇમામી, વિકો, બોરોપ્લસ, બોરોલીન, હિમામી, નેઇલ, લવંડર, હેર એન્ડ કેર, નિવ, હેવન, સિન્થોલ, ગ્લોરી, વેલ્વેટ (બેબી)

વિદેશી – હિન્દુસ્તાન યુનિલિવર, ફેર એન્ડ લવલી, લેક્મે, લીરીલ, ડેનિમ, રેવલોન, પીએન્ડજી, ઓલે, ક્લિયરસિલ, ક્લેઅર્ટન, ચાર્મી, લેક, ઓલ્ડ સ્પાઈસ, ડેટટોલ, જોહ્ન્સ એન્ડ જોહ્ન્સન

રેડીમેડ વસ્ત્રો

સ્વદેશી – કેમ્બ્રિજ, પાર્ક એવન્યુ, ઓક્ઝેમ્બર્ગ, બોમ્બે ડાઇંગ, રફ એન્ડ ટફ, ટ્રિગર, કિલર જિન્સ, પીટર ઇંગ્લેંડ, ડીજે એન્ડ સી. આ આપણી જ માનસિકતા છે કે આપણા જ દેશની કંપનીએ આપણા જ દેશના લોકોને લલચાવવા માટે તેમ જ પોતાની વસ્તુઓનું વેચાણ થાય તે માટે પોતાના ઉત્પાદનોના નામ વિદેશી રાખવા પડે છે.

વિદેશી – રેંગલર, નાઇકી, ડ્યુક, એડિડાસ, ન્યુપોર્ટ, પુમા, એચ એન્ડ એમ વગેરે.

ઘડિયાળ

image source

સ્વદેશી – એચએમટી, ટાઇટન, મેક્સિમા, અજંતા વગેરે.

વિદેશી – રાડો, તેગ હિવાર, સ્વિસકો, સેકો, સિટિઝન, કેસિઓ

પેન અને પેન્સિલ

સ્વદેશી – શાર્પ, સેલો, વિલ્સન, ટુડે, એમ્બેસેડર, લિન્ક, મોન્ટેક્સ, સ્ટીક, સંગીતા, લૂક્સર, અપ્સરા, કેમલ, નટરાજા, કિંગ્સન, રેનોલ્ડ્સ, અપ્સરા,
વિદેશી – પાર્કર, નિકોલ્સન, રોટોમેક, સ્વિઝર, એડ જેલ, રાયડર, મિસ્તુબિશી, ફ્લેર, યુનિબોલ, પાઇલટ, રોલ્ડગોલ્ડ

પીણાં

સ્વદેશી – દૂધ, લસ્સી, તાજા ફળનો રસ, લીંબુ પાણી, નાળિયેર પાણી, મિલ્કશેક, ઠંડાઇ, જલજીરા, રૂહ અફઝા, રસના, ફ્રુટ્ટી, એપી ફીઝ, ગ્રેપ્પો, જમ્પિન, શરબત, ડાવર્સ, એલએમએન, જલાની જલજીરા વગેરે.

વિદેશી – કોકા કોલા, પેપ્સી, ફેન્ટા, સ્પ્રાઈટ, થમ્સ-અપ, ગોલ્ડ સ્પોટ, લિમ્કા, વેવ, સેવન અપ, મિરિંડા, સ્લાઈસ, મેંગોલા, લાઇમ વિગેરે. અવારનવાર સાબિત થયું છે કે આ કોલ્ડડ્રીંક જીવલેણ હોય છે અને તેની સરખામણી જંતુનાશક સાથે પણ કરવામાં આવે છે.

ચા અને કોફી

image source

સ્વદેશી – ટાટા, બ્રહ્મપુત્રા, આસામ, ગિરનાર, વાઘ બકરી, દિવ્યા ડ્રીંક

વિદેશી – લિપ્ટન, ટાઇગર, ગ્રીન લેબલ, યલો લેબલ, ચીઅર્સ, બ્રૂક બોન્ડ રેડ એન્ડ લેબલ, તાજ મહેલ, ગોડફ્રે ફિલિપ્સ, પોલસન, ગુડ્રિક, સનરાઇઝ, નેસ્લે, નેસ્કાફે, રીચ, બ્રૂ, વગેરે.

બેબી ફૂડ અને મિલ્ક પાવડર

સ્વદેશી – મધ, દાળનું પાણી, બાફેલા ચોખા, તાજા ફળનો રસ, અમૂલ, ઇન્ડાના, સાગર, તપન, મિલ્ક કેર

વિદેશી – નેસ્લે, લેક્ટોજન, સેરેલેક, એલપીએફ, મિલ્ક મેડ, નેસ્પ્રે, ગ્લેક્સો, ફોરેક્સ

આઈસ્ક્રીમ

સ્વદેશી – હોમમેઇડ કુલ્ફી, અમૂલ, વાડીલાલ, દિનેશ, હેવમોર, ગોકુલ, દિનશા, જય, પેસ્ટનજી

વિદેશી – વોલ્સ, ક્વાલિટી, ડોલોપ્સ, બાસ્કીન અને રોબિન્સ, કેડબરી વિગેરે.

મીઠું

સ્વદેશી – ટાટા, અંકુર, સૂર્ય, તાઝા, તારા, નિરમા, સેન્ધવ નમક.

વિદેશી – અન્નપૂર્ણા, આશિર્વાદ આટ્ટા, કેપ્ટન કૂક, હિન્દુસ્તાન લીવર, કિસાન, પિલ્સબરી વિગેરે.

નાસ્તા અને ચિપ્સ વિગેરે

સ્વદેશી – બિકાજી, બાલાજી, બિકાનો, હલ્દિરામ, હિપ્પો, પાર્લે, એ 1, ગાર્ડન વગેરે.

વિદેશી – અંકલ ચિપ્સ, પેપ્સી, રફલ્સ, પરિચારિકા, ફનમેચ, ક્રિસ્પી, લેઝ વગેરે.

ટામેટો સોસ – ફ્રૂટ જામ

સ્વદેશી – હોમમેઇડ ચટનીઓ, હોમ મેડ ટામેટાનો સોસ, ઇન્ડાના, પ્રિયા, રસના, ફ્રૂટ જામ, તિલુરામ, મનોજ, સિલ, નિલાન્સ, કર્નલ, પતંજલિ

વિદેશી – નેસ્લે, બ્રૂક બોન્ડ, કિસાન, હેન્ઝ, ફીલ્ડ ફ્રેશ, મેગી સોસ

ચોકલેટ અને દૂધ પાવડર

સ્વદેશી – પાર્લે, બેકમેન, ક્રિમિચા, શાંગ્રી-લા, ઇન્ડાના, અમુલ, રાવલગાંવ, બ્રિટાનિયા

વિદેશી – કેડબરી, બોર્નેવિટા, હોર્લિક્સ, ન્યુટ્રિન, મિલકીબાર, એક્લેર્સ, મંચ, પર્ક, ડેરિમિલ્ક, બોર્નવિલે, બિગ બબલ, એલ્પેનલીબે, સેન્ટરફ્રેશ, ફ્રૂટ ફ્રેશ, પરફિતી વિગેરે.

તૈયાર ખોરાક

સ્વદેશી – ઘરેલું ખોરાક, હાથથી બનાવટ અથવા નજીકની સ્વચ્છ શાકાહારી હોટલો,

વિદેશી – મેગી, હેઇન્ઝ, નોર, ડોમિનોઝ, પિઝા હટ, ફ્રિંટો-લે, મેક ડોનાલ્ડ

પાણી

સ્વદેશી – ઘરનું ઉકાળેલુ પાણી, બિસ્લેરી, હિમાલય, રેલ નીર, યસ, ગંગા વગેરે.

વિદેશી – એક્વાફિના, કિન્લી, બિલ્લે, પ્યોર લાઇફ, એવિયન, સેન પિલ્ગ્રેમો, પેરિઅર વગેરે.

શક્તિવર્ધક ટોનિક

સ્વદેશી – ચ્યવનપ્રશ, ન્યુટ્રામુલ, માલ્ટોવા, અમૃત રસાયન, બદામ પાક. બાકી આપણા ઘરે બનાવેલા વિવિધપાક, સુખડી, માંડવી પાક વિગેરે.

વિદેશી – બૂસ્ટ, પોલસન, બોર્નવિટા, હોર્લિક્સ, પ્રોટીનેક્સ, સ્પ્રાઉટ્સ, કોમ્પ્લેન

ઇલેક્ટ્રોનિક્સ આઇટમ

સ્વદેશી – ઓનિડા, બીપીએલ, વીડિયોકોન, અકાઈ, ટી-સિરીઝ, સલોરા, વેસ્ટર્ન, ક્રાઉન, ટેક્સ્લા, ગોદરેજ, ઉષા, ઓરિએન્ટ, ખેતાન, પીએસપી, બજાજ, સિન્ની, શંકર , ટી-સિરીઝ, ક્રોમ્પટન.

વિદેશી – સોની, ફિલિપ્સ, હ્યુન્ડાઇ, સેનસુઇ, શાર્પ, એલજી, ડેવૂ, સેન્યો, નેશનલ પેનાસોનિક, કેનવૂડ, થોમસન, સેમસંગ, હિટાચી, તોશીબા, કોનિકા, પાયોનિયર, કેલ્વિનેટર, વહ્લપુલ, ઇલેક્ટ્રોલક્સ, આઈએફબી, હાયર સિંગર, મહારાજા, જી ઇ, રેલિમિક્સ, કેનસ્ટાર, બ્રાઉન, નેશનલ, ફિલિપ્સ

મોબાઇલ ફોન્સ / સેવાઓ

સ્વદેશી – મેક્સ, ઓનિડા, માઇક્રોમેક્સ, ઉષા-લક્સસ, અજંતા, ઓરપેટ, આઈડિયા, એરટેલ, રિલાયન્સ, ટાટા ઈન્ડિકોમ, એમટીએનએલ, લૂપ, કાર્બન, લાવા, લેમન, ભારતી બીટલ

વિદેશી – નોકિયા, ફ્લાય, મોટોરોલા, એચટીસી, સોની એરિક્સન, એસર, વર્જિન, વોડાફોન, એમટીએસ, એલજી, સેમસંગ, હાયર, ડોકોમો વગેરે.

કમ્પ્યુટર

સ્વદેશી – એચસીએલ, વિપ્રો

વિદેશી – તોશીબા, એસર, એચપી, ડેલ, લેનોવો, સેમસંગ, સોની,આઈ. બી. એમ. કોમ્પેક વિગેરે.

ટુ વ્હીલર

સ્વદેશી —- હીરો, બજાજ, ટીવીએસ, મહિન્દ્રા, કાઇનેટિક

વિદેશી – કાવાસાકી, હોન્ડા, હ્યુન્ડાઇ, એક્ટિવા, ઇટર્નો, રોયલ એનફિલ્ડ, હાર્લી ડેવિડસન, સ્પ્લેન્ડર, પેશન

વાહન

સ્વદેશી – નેનો, ટાટા મેજિક, બોલેરો, સુમો, સફારી, પ્રીમિયર, રાજદૂત, અશોક લેલેન્ડ, એસ. એમ્બેસેડર, અશોક લિજેન્ડ, સ્વરાજ, મહિન્દ્રા ટ્રેક્ટર, ઝાયલો, રેવા, અતુલ, ટી.વી.એસ, લેન્ડ રોવર, જગુઆર, ઇન્ડિકા

વિદેશી – હ્યુન્ડાઇ, સેન્ટ્રો, ફોક્સવેગન, મર્સિડીઝ, ટોયોટા, નિસાન, સ્કોડા, રોલ્સ રોયસ, ફેન્ટમ, ફોર્ડ, જનરલ, સેર્વોલેટ, ઝોન ડિયર, મારુતિ સુઝુકી, લોગન

બેંકો

સ્વદેશી – અલાહાબાદ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, આઈડીબીઆઈ, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક, દેના બેંક, કોર્પોરેશન બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, સિન્ડિકેટ બેંક, યુકો બેંક , પંજાબ અને સિંધ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, વિજયા બેંક, આંધ્ર બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, યસ બેન્ક, એડ્યુસલેન્ડ બેન્ક ધનલક્ષ્મી બેંક, સારસ્વત બેંક, ફેડરલ બેંક, આઈ એન જી વૈશ્ય બેંક, કરુર વૈશ્ય બેંક, કર્ણાટક બેંક, લક્ષ્મીવિલાસ બેંક, સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સાઉથ ઇન્ડિયન બેંક, નૈનીતાલ બેંક વિગેરે.

વિદેશી – આઈસીઆઈસીઆઈ, એબીએન એમરો, અબુધાબી બેંક, બીએનપી પરીબાસ, સિટીબેંક, ડચ બેંક, એચ.એસ.બી.સી બેન્ક, જેપી મોર્ગન, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, તયબ બેન્ક, સ્કોટિયા બેંક, અમેરિકન એક્સપ્રેસ બેંક, એન્ટવર્પ બેંક, અરબ બાંગ્લાદેશ, બેંક ઓફ અમેરિકા, બહેરિન કુવૈત, ટોક્યો મિત્સુબિશી બેંક, બાર્કલે બેંક, ચાઇના ટ્રસ્ટ, ક્રુંગ થાઇ બેંક, સોનાલી બેંક, શિન્હાન બેંક , ઓમાન ઇન્ટરનેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ મોરેશિયસ, ડી બેંક ઓઉ ન્યુ યોર્ક, ઓસ્ટ્રેલિયન બેંક, ફોર્ટિસ બેંક, કોમન વેલ્થ બેંક, રોયલ બેંક ઓફ કેનેડા, અમીરાત બેંક, જર્મન બેંક વિગેરે.

શુઝ કંપનીઓ

સ્વદેશી – લિબર્ટી, લખાની, સ્કાય, ભારત લેધર, એક્શન, રિલેક્સો, પેરાગોન, પોદ્દાર, વાઇકિંગ, કેટ, કર્નોબા, ડી જે એન્ડ સી, બફેલો, રીગ

વિદેશી – પુમા, બાટા, પાવર, બીએમસી, એડિડાસ, નાઇકી, રીબોક, ફોનિક્સ, વૂડલેન્ડ, લેબલ, ચેરી બ્લોસમ, કિવિ, લી કૂપર, રેડ ચીફ, કોલમ્બસ

એવી વિદેશી કંપનીઓ પણ છે જેમાં ભારતીય નાણાનું અરધા કરતાં ઓછું રોકાણ કરવામાં આવે છે, આમ તે કંપનીઓ પણ વિદેશી જ કહેવાય. એવી જ રીતે 50૦% કરતા વધારે વિદેશી નાણાં ભારતીય કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે માટે તેને પણ વિદેશી જ કહી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ