પ્રેમમાં ડૂબેલાં વાઘ-વાઘણનો વીડિયો ચારેકોર વાયરલ, હગ કરીને કિસ કરતો નજારો જોઈ લોકો ચોંકી ગયા!

કોરોના મહામારીની વચ્ચે લોકોને હસાવવામાં વાઇલ્ડ લાઇફ એક અનોખો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો આ સમયે લોકોને ઘણી મોજ કરાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓના આમ તો ઘણાં વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાંથી ઘણાં વીડિયો ડરાવનારા હોય છે તો ઘણાં વીડિયો જોઈને હસી હસીને લોથપોથ થઈ જવાય તેવા પણ હોય છે. હાલમા આવો જ એક અનોખો કિસ્સો વન વિભાગ દ્વારા શેર કરવામા આવ્યો છે જે સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો જોવામા ખુબ રમુજી છે.

આ વીડિયોમાં વાઘ-વાઘણનો પ્રેમ જોઈ શકાય છે. આ પ્રેમભર્યો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાઘ અને વાઘણ એક બીજાના પ્રેમમાં ખોવાઈ જાય છે અને એકબીજાને પ્રેમથી કિસ કરી રહ્યાં છે. મળતી માહિતી મુજબ આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. આઈએફએસ સુશાંત નંદાએ આ વીડિયો કિસ ઓફ ધ વાઇલ્ડ એવું કેપ્શન લખીને શેર કર્યો છે. આ વીડિયો શેર થયા પછી વાયરલ થવા લાગ્યો હતો.

આ વીડિયોને અત્યાર સુધી 12 હજાર વ્યૂ મળી ચૂક્યા છે જ્યારે 1,883 લાઈક્સ પણ મળી છે. લોકોએ આ વીડિયો પર રમૂજી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આખો કિસ્સો કઈક એવો હતો કે એક ઝાડ ઉપર ચઢીને વાઘ વાનરનો શિકાર કરવાનો પ્રયાસ કરતો હતો પરંતુ વાઘ તેની ચાતુર્યની આગળ છેતરાઈ ગયો હતો જે વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે વાઘ-વાઘણ એકબીજાના પ્રેમમાં એટલા બધા ડૂબેલા છે કે તે બીજું કશું જોતાં જ નથી. તે બંને એકબીજાને હગ કરીને કિસ કરતા જોવા મળે છે.

આ વીડિયો પર લોકો અનોખી વાતો કરીને મજા લઈ રહ્યા છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતાં એક યુઝરે લખ્યું છે કે મને લાગે છે કે વાઘની સંખ્યા કેમ વધી રહી નથી. કોઈ તેમને પ્રાઈવસી જ આપતું નથી. આવી રીતે તો તે બિચારા બાળકો કેવી રીતે કરશે? તો બીજા એક યુઝર્સએ હાલની માણસની હાલત સાથે સરખાવતા લખ્યું હતું કે મને લાગે છે કે તેનું જીવન સારું છે. પ્રાણીઓમા કોઈ કોરોના જોવા નથી મળી રહ્યો કે રસીની કોઈ જંજટ નથી. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યાં છે. પ્રાણીઓનાં પ્રેમ પર કમેન્ટ કરી રહ્યાં છે અને આ વીડિયોને શેર અને લાઇક કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!