ભેંસ પર બેસીને બાળકે ગાયું ગીત, સુરીલો અવાજ સાંભળીને લોકો દિવાના થયા, વીડિયો પ્રકાશની ગતિએ વાયરલ

અવાર નવાર અવનવાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. ઘણાં વીડિયો હસાવનારા હોય છે તો ઘણી એવી ઘટનાનાં વીડિયો પણ હોય છે જે ખૂબ આશ્ચર્યજનક હોય છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો હસી હસીને લોથપોથ થઈ રહ્યાં છે.

આ વીડિયોમાં હસાવનાર વાત એ છે કે એક બાળક ભેંસ પર બેસીને ગીત ગાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો પોતાનાં ટેલેન્ટને દુનિયા સમક્ષ રજુ કરતાં થયાં છે. આવામાં આ બાળક પણ પોતાની મોજમાં ગીત ગાતું જોવાં મળે છે. આ નાનો બાળક ભેંસ પર બેસીને તેના અવાજનો જાદુ ફેલાવતો જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે મે આ બાળક કોઈક નાનકડાં ગામડાંનું છે અને તેનાં ઘરે પાળેલા પ્રાણીઓ સાથે મોજ કરી રહ્યું છે. ઘર આંગણે બાંધેલ એક ભેંસની ઉપર આ બાળક ચડી જાય છે. આ પછી આ બાળક પોતાના સુરોનો સરગમ વહાવા લાગે છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે આ બાળક સલમાન ખાનની પ્રખ્યાત ફિલ્મ ‘મુઝે શાદી કરોગી’ના ટાઇટલ સોંગને ભેંસ પર બેઠો બેઠો ગાઈ રહ્યો છે. જો કે આ વીડિયો ક્યારે અને ક્યાંથી બહાર આવ્યો છે તે અંગે કઈ પણ જાણકારી સામે આવી નથી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ છોકરાના જાદુઈ અવાજના વખાણ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આ બાળક જે ગીત ગાઈ રહ્યું છે તે વર્ષ 2004માં આવેલી હિટ ફિલ્મ ‘મુઝે શાદી કરોગી’નું પ્રખ્યાત ગીત છે. જેને આજે પણ લોકો ખૂબ પસંદ કરે છે. આ વીડિયો જોઈને લોકો બાળકનાં અવાજનાં દીવાના થઈ ગયાં છે અને વીડિયો પર કમેન્ટ દ્વારા તેને વધાવી રહ્યાં છે. આ ગીત મુઝસે શાદી કરોગી 2004ની રોમેન્ટીક કોમેડી મેડી ફિલ્મ છે જેનું નિર્દેશન ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યું હતું અને તે સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં સલમાન ખાન, અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં ભજવતાં જોવા મળ્યા હતાં. બાળકનાં આ વાયરલ વીડિયો એ ફિલ્મની યાદો લોકોને તાજા કરવી દીધી છે.

આ આગાઉ પણ દિલ્હીના કર્નોટ પ્લેસનો એક આવો વીડિયો સામે આવ્યો હતો. તે વીડિયોમાં ફૂટપાથની આજુબાજુ ફરતો એક કૂતરાનાં બચ્છાને તે નાનું બાળકને પકડે છે અને તેને ગળે લગાવે છે. તે બાળક આ બચ્ચાને ખૂબ પ્રેમ કરે છે અને થોડા સમય પછી તેને જમીન પર બેસાડે છે. કૂતરાની જમીન પર બેસાડીને આ બાળક તેની આસપાસ ફરતે નાચવાનું શરૂ કરે છે. વીડિયોમાં જોયા પછી એવું લાગે છે કે બાળક ખૂબ ખુશ છે. મળતી માહિતી મુજબ આ વીડિયો રૂપેશ કુમાર નામના યુઝરે તેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. તે વીડિયોને પણ એક લાખથી વધુ લાઈક્સ મળી હતી. લોકો તે વીડિયો પર સુંદર કમેન્ટ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!