વધારે પડતી નીંદર કરવાથી પણ થઈ શકે તમારા સ્વાસ્થ્યને નુક્સાન… આખી વિગત જાણીને નવાઈ લાગશે…

ઊંઘવાની ટેવને લઈને આવ્યા છે, ચોંકાવનારા સમાચારા; વધુ નીંદર કરવાથી થઈ શકે છે ગંભીર બીમારીઓ… જાણો શું છે તે રીપોર્ટ… વધારે પડતી નીંદર કરવાથી પણ થઈ શકે તમારા સ્વાસ્થ્યને નુક્સાન… આખી વિગત જાણીને નવાઈ લાગશે…

ઊંઘવાનો સમય કેટલો હોવો જોઈએ એ વિશે ઘણીવખત આપણે આપણાં તબીબોને પૂછતાં હોઈએ છીએ. ત્યારે આપણને જવાબ મળે છે કે ઓછામાં ઓછી ૫થી ૭ કલાક તો નીંદર કરવી જ જોઈએ. તેનાથી શરીર અને મન સ્વસ્થ રહે છે. શરીરને પૂરતો આરમ મળે, આંખોનો થાક ઉતરે તેમજ જોઈએ તેટલી શક્તિનો યોગ્ય પ્રમાણમાં સંચય થાય છે. પરંતુ આપણે એ પૂછવાનું જ ભૂલી જઈએ છીએ કે આપણે કેટલી ઊંઘ ન કરવી જોઈએ. જી હા, એ પણ એટલો જ અગત્યનો પ્રશ્ન છે. કારણ કે આપને સાંભળ્યું જ હશે કે અતિશયોક્તિ કોઈ પણ બાબતમાં હોય તો તે નુક્સાનકારક છે. તો વધુ પડતી ઊંઘ કરવી પણ એટલી જ શરીરને માટે હાનિકારક છે જેટલી ઓછી ઊંઘ લેવાથી નુક્સાન થાય છે. આવો જાણીએ એવા કેવા તો ગેરફાયદાઓ થાય છે જેને કારણે તમરી ઊંઘ જો એક દિવસમાં ૯, ૧૦ કે ૧૧ કલાકની હશે તો…

વધુ ઊંઘવાથી પડી શકો છો વધારે બીમાર…

ઊંઘને લીધે શરીરનું સંતુલન જળવાઈ રહે છે. આપણું આખું બોડી સાયકલ આપણી નીંદર કરવાની ટેવને આધારે હોય છે. દરેક વ્યક્તિની કામ કરવાની ક્ષમતા, તેને લાગતો થાક, ભોજન અને ભૂખને લગતી આદતો અને જરૂરિયાતો પણ નીંદર કરવાના સમયને આધારે થતી હોય છે. કેટલીક વ્યક્તિઓ તો ઓછી કે વધુ નીંદરની સમસ્યાને કારણે નિરાશા કે સુસ્તી જેવી સમસ્યાઓ તો થાય જ છે પરંતુ અન્ય ગંભીર શારીરિક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે, જે પરિણામે ભવિષ્યમાં મોટી માંદગી નોતરી શકે છે. આવો જાણીએ એવી કઈ પાંચ સમસ્યાઓ છે, જેનાથી આપણે યોગ્ય સમયે ચેતી જવું જોઈએ.

હ્રદય રોગઃ

હ્રદય આપણાં શરીરનું સૌથી મહત્વનું અંગ છે. તેની જાળવણી પ્રત્યે સહેજ પણ બેદરકારી રાખવી ન જોઈએ. લાંબો સમય સુધી ઊંઘવાથી શારીરિક કાર્યક્ષમતા ઉપર અસર પડે છે. એવા સંશોધનો થયા છે જેમાં કહેવાય છે કે ૯થી ૧૧ કલાક સુધી ઊંઘ લેતા લોકોમાં હ્રદય રોગ કે હ્રદયનો હુમલો થવાની શક્યતા વધે છે. યોગ્યપ્રમાણમાં આ વિશે હજુ તારણો અને માહિતી નથી મળી શકતી પરંતુ તે ક્રોડીયોવાસ્ક્યુલર રોગોથી સંબંધિત છે. યાદ રહે, શરીર અને હ્રદયને તંદુરસ્ત રાખવું હોય તેઓ પૂરતી ઊંઘ લેવાની ન ઓછી ન વધારે…

ડિપ્રેશનની સમસ્યાઃ

તમે જો વધારે ઊંઘ કરો છો ત્યારે તમારું મન ઉદાસી અને શરીર વધારે સુસ્તી અનુભવે છે. જે લોકો હતાશામાં ગરકાવ થયેલા હોય તો કંઈ બીજું કરવાની ઇચ્છા ન થાય. વ્યક્તિને માત્ર સૂઈ રહેવાનું મન થાય. આવા સમયે ખોરાક અનિયમિત થતો જાય અને અશક્તિ પણ અનુભવાય છે. જરૂર પૂરતી ઊંઘ કરીને ચૂસ્ત દુરુસ્ત રહેવું જોઈએ.

ડાયાબિટીઝઃ

જેઓ ડાયાબિટીઝના શિકાર હોય અથવા જેમને થવાની સંભાવના હોય તે લોકોએ ઊંઘવા બાબતે પણ સભાન રહેવું જોઈએ. તેમના ખોરાકનું સંતુલન અને નીંદરનું પ્રમાણ તેમના પાચનતંત્ર પર પણ આધાર રાખે છે. જેને કારણે તેમને જો વધારે ઊંઘ આવે તો તેઓને નશીલો અનુભવ થતો હોય છે. શરીર ઢીલું પડી જવું કે સતત અર્ધજાગ્રત રહેવા જેવી તકલીફ થતી જણાય છે. આ અવસ્થાને કારણે વ્યક્તિ વધારે નબળાઈ પણ અનુભવે છે.

યાદશક્તિમાં ઘટાડોઃ

તમે રાતના સમયે જે ઊંઘ કરો છો અને દિવસ દરમિયાન જેટલું સૂવો છો તેની અસર તમારા મગજ ઉપર પડે છે. જેમાં તમારી સમજ શક્તિ, યાદશક્તિ, તર્ક શક્તિ અને વિચાર શક્તિ ઉપર પણ પડે છે. જો તમે છ કે સાત કલાકની યોગ્ય ઊંઘ લીધી હશે તો તમારી સવાર એકદમ ખુશનુમા અને સ્ફુર્તિવાળી હશે તો અખો દિવસ તમને કામ કરવામાં સહેજ પણ કંટાળો નહીં આવે. તમે વાંચેલું, જોએલું કે દિવસ દરમિયાન કંઈપણ વિચાર્યું હશે તે યાદ પણ સરળતાથી રહેશે. વધુ પડતી ઊંઘ માનસિકતાને સૂસ્ત બનાવે છે. વિચારો અને યાદશક્તિને મંદ કરી દે છે.

વજનમાં અનિશ્ચિત વધારો થવોઃ

જો તમે નવથી અગિયાર કલાક દિવસ દરમિયાન કે રાતના સમયેથી મોડી સવાર સુધી સૂતા હોવ છો તો તમારી સૂસુપ્ત ઊર્જાઓ તો ઊંઘમાં પણ વપરાય છે. ઊઠીને તમને તરત જ ભૂખ અને તરસ લાગે છે. એ સમયે તમે બિનઆયોજિત કંઈપણ મળે એ ખાઈ લેતા હોવ છો. એ સમયે બિનઆરોગ્યપ્રદ અને ચરબીવાળો ખોરાક પણ ખાઈ લેવાય છે. પાણી પીવાનું પ્રમાણ પણ જળવાતું નથી હોતું. વ્યાયામ અને અન્ય પ્રવૃત્તિઓ માટેનો સમય પણ ઘટે પરિણામે શરીર બેડોળ થઈ જાય છે અને અનિશ્ચિત રીતે વજનમાં પણ વધારો થાય છે. શરીરને અકારણ થાક અનુભવાય છે.

આજ કારણોસર ન તો ઓછી કે ન વધારે પડતી પરંતુ સપ્રમાણ ઊંઘ લેવી એજ યોગ્ય છે આપણાં શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે. નહીં તો અનેક એવી મુશ્કેલીઓ શરીરમાં ઘર કરી જાય છે જેને પાછળથી નિવારવી અઘરી કે અશક્ય બની જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ