વેક્સિનેશનની નવી ગાઈડલાઈન:​ કોરોનામાંથી સાજા થયા બાદ દર્દી 3 મહિના પછી વેક્સિન લઈ શકશે, જાણો બીજી તમામ માહિતી એક ક્લિકે

NEGVAC તરફથી કોરોનાની વેકસીન મુકાવવાને લઈને આપવામાં આવેલી સલાહને સ્વાસ્થ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. NEGVAC તરફથી આપવામાં આવેલી સુચનાઓમાં એ કહેવામા આવ્યું હતું કે કોરોના સંક્રમણથી સાજા થયા પછી દર્દીઓને ત્રણ મહિના પછી જ વેકસીનનો ડોઝ આપવામાં આવે. આ સુચનને સ્વાસ્થ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.

image source

નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેકસીન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ 19 એટલે કે NEGVACના નવા સૂચનો અનુસાર જો જો કોરોમાં વેકસીનનો પહેલો ડોઝ લીધા પછી કોઈ કોરોના સંક્રમિત થાય છે તો બીજો ડોઝ રિકવરીના ત્રણ મહિના પછી જ આપવામાં આવશે. એ સિવાય સ્તનપાન કરાવી રહેલી બધી સ્ત્રીઓને કોરોના વેકસીનનો ડોઝ આપવા માટે કહેવામાં આવ્યું છે. કોરોના વેકસીનનો ડોઝ લેવા ગયેલા લોકોનો એન્ટીજન ટેસ્ટ કરાવવાની પણ ના પાડી દીધી છે. આ સૂચનો હાલની વૈશ્વિક પરિસ્થિતિ અને અનુભવોના આધાર પર નક્કી કરવામાં આવ્યા છે

આ પરિસ્થિતિમાં જોવી પડશે રાહ.

image source

જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એમને રિકવરીના ત્રણ મહિના પછી કોરોના વેકસીનનો ડોઝ આપવામાં આવશે.

કોરોના સંક્રમિત જેમને એન્ટીબોડી કે પછી પ્લાઝ્મા આપવામાં આવ્યો છે એમને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી ત્રણ મહિના પછી જ કોરોના વેકસીનનો ડોઝ આપવામાં આવશે.

image source

જે લોકો કોરોના વેકસીનના પહેલા ડોઝ પછી સંક્રમિત થયા છે એમને પણ રિકવરીના ત્રણ મહિના પછી જ કોરોના વેકસીનનો બીજો ડોઝ આપવામા આવશે.

વેક્સિનેશનની નવી ગાઈડલાઈન:​ કોરોનામાંથી સાજા થયા બાદ દર્દી 3 મહિના પછી વેક્સિન લઈ શકશે, જાણો બીજી તમામ માહિતી એક ક્લિકે

એવા લોકો જે ગંભીર બીમારીથી પીડિત હોય છે અને એમને એડમિટ કરાવવાની કે પછી આઇસીયું કેરની જરૂર છે. એમને પણ ચારથી આઠ અઠવાડિયા સુધી કોરોના વેકસીન માટે રાહ જોવી જોઈએ.

નેશનલ એક્સપર્ટ ગ્રુપ (NEGVAC)સ્તનપાન કરાવતા મહિલાઓ માટે પણ કોરોના વેક્સિન માટેની ભલામણ કરી છે. તો સાથોસાથ કોરોના વેક્સિન લીધાના પહેલા રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવા અંગે પણ ના પાડવામાં આવી છે

image source

ગર્ભવતી સ્ત્રીઓને કોરોના વેકસીન આપવાને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે. NTAGI તરફથી આ બાબતે આગળની જાણકારી આપવામાં આવશે.
રાજ્યોનો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર.

image source

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ સુચનનું પાલન કરવાને લઈને પત્ર લખ્યો છે. રાજ્યોમાં આ વિશે અધિકૃત લોકોને જાણકારી આપવા માટે કહેવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કહ્યું કે લોકોને જાગૃત કરવા માટે બધા મધ્યમોથી પ્રયોગ કરવામાં આવે.
એટલે જો તમે હવે વેકસીન લેવા વિશે વિચારી રહ્યા હોય તો આ સુચનોનું ચોક્કસ ધ્યાન રાખજો