‘તાઉ તે’નાં કહેર વચ્ચે 8 માછીમારો મોતને હાથતાળી દઈ આવી ગયા, પોરબંદરથી દૂર 24 કલાક બોટમાં વિતાવી

કોરોનાનાં કહેર વચ્ચે તાઉતેના રૂપમાં એક બીજી મુસીબત ભારત પર ત્રાટકી છે. અનેક સ્થળોએ આ વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે અને હજુ પણ દેશમાં તે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાનાં કારણે દરિયાનાં ઊછળતાં મોજાંનાં એવા દ્રશ્યો સામે આવ્યાં છે જેને જોઈને તેની ગંભીરતા સમજી શકાય છે. આ વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના પર વિશ્વાસ કરવો અઘરો છે. નવસારી કૃષ્ણપુરની મીના બોટના 8 માછીમારો પોરબંદરથી 22 નોટીકલ માઇલ દૂર દરિયામાંથી હેમખેમ મળી આવ્યાં છે. મળતી માહિતી મુજબ કોસ્ટગાર્ડ દ્વારા આ બધા માછીમારોને પોરબંદર ખાતે બચાવી લેવામાં આવ્યા છે. જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામની બોટ નં. જીજે-15-એમએમ-2430 લઇ 8 માછીમારો દરિયામાં નીકળ્યાં હતાં.

image source

તેઓ 13મી મેના રોજ ગણદેવીના બીલીમોરા બંદરેથી માછીમારી કરવા માટે પોતાની હોડી સાથે દરિયામાં ગયાં હતાં. પરંતુ માછીમારી કરતા કરતા તેમનું ધ્યાન રહ્યું નહી અને તેઓ દરિયામાં ખૂબ આગળ નીકળી ગયાં હતાં. આ પછી દરિયામાં તાઉતે વાવાઝોડાએ દસ્તાખ દીધી અને તેઓ ફસાઇ ગયા હતા. જો કે તેઓ જ્યારે દરિયામાં હતાં ત્યારે તેમને લહેરો પરથી આ વાવાઝોડાં વિશે અંદાજ આવી ગયો હતો તેથી કાઠે પહોંચવા માટે બોટને ઝડપભેર આગળ વધારી પરંતુ તેઓ કિનારે પહોંચી શક્યા ન હતા. આ પછી વાવાઝોડું ત્યાં નજીક આવતા તેઓ દરિયામાં જ અટવાય પડ્યા હતા. આ બાબતની જાણ જ્યારે નવસારી જિલ્લાનાં માછીમારોને થઈ ત્યારે તેમણે તરત જ કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો અને આ વિશે માહિતી આપી.

image source

કોસ્ટગાર્ડ જાણ થતાં તરત જ તેમની શોધખોળ કરવા લાગી ગયાં હતાં. જો કે આ વચ્ચે મુશ્કેલી એ હતી કે દરિયો વાવાઝોડાંની જપેટમાં આવી ચુક્યો હતો. છતાં પણ કોસ્ટગાર્ડે તાઉતેની કહેર વચ્ચે તમામ માછીમારોને શોધી કાઢવા પ્રયાસ હાથ ધર્યો હતો. કોસ્ટગાર્ડ સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તાઉતે વાવાઝોડું દરિયામાં ખાબકી ચુક્યું હોવાને કારણે કપરી સ્થિતિ ઉભી થઇ હતી. સ્થિતિ એવી હતી કે દરિયામાં વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. તેમણે આગળ કહ્યું કે આ દરમિયાન તેમને બચાવી લેવા બીલીમોરાથી લઇ પોરબંદર-ઓખા સહિતના વિસ્તારોમાં મધદરિયે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મોડી રાત સુધીની મહામહેનતે આ તમામ માછીમારોને શોધી કાઢવામાં કોસ્ટગાર્ડની ટીમે સફળતા મેળવી હતી.

image source

ઇશ્વરભાઇ ટંડેલ જે માછી સમાજ કૃષ્ણપુરના પ્રમુખ છે તેમના સાથે થયેલી વાતચીતમા તેમણે જણાવ્યુ હતુ કે એન્જિન ખોટકાવાના કારણે બોટ બંધ પડી ગઇ હતી. જે પછી માછીમારો લંગર નાંખી પોરબંદરથી 22 નોટીકલ માઇલ દૂર બોટમાં જ મદદની રાહ જોતા રહ્યા હતા પણ વાવાઝોડાંના કારણે તેમને મદદ મળી નહી. આ પછી તેઓ હેમખેમ કોસ્ટગાર્ડને મળી આવતા તેમને પોરબંદરના કિનારે લવાયા હતા. ધોલાઇ બંદરના અધિકારીએ પણ સમર્થન આપ્યું હતું. મળતી માહિતી મુજબ તાઉતે વાવાઝોડું દરિયામાં પોતાની અસર દેખાડી રહ્યું હતું અને આ વચ્ચે આ માછીમારોએ સતત 24 કલાક સુધી વાવાઝોડાંનાં કહેર હિંમતથી આગળ વધતાં રહ્યાં હતા અને આખરે તેઓ કિનારે પહોંચવામાં સફળ થયાં હતાં. તેમને બચાવી લીધા પછી તેમના પરિવારનો સંપર્ક કરી અને તેમને આ બાબતે માહિતી આપવામાં આવી હતી જે પછી તેમનાં જીવને પણ શાંતિ થઈ હતી.

image source

પોરબંદરથી લગભગ 22 નોટીકલ માઇલ દૂર કોસ્ટગાર્ડને બોટ દેખાતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતા. બોટમાં તમામ માછીમારો સહીસલામત જણાતાં કોસ્ટગાર્ડોને પણ રાહત થઇ હતી. આ પછી તમામને એક પછી એક બોટમાંથી ખસેડી સલામત સ્થળે બોટ સાથે પોરબંદરના કાંઠે લઇ જવાયા હતા અને જરૂરી તમામ સુવિધા આપવામાં આવી હતી. તાઉતેનાં ભયાનક કહેર વચ્ચે પણ એકબીજાની મદદ કરતા રહ્યા હતા અને હૂંફ અને લાગણી સાથે વાવાઝોડાનો સામનો કર્યો હતો.

આ વચ્ચે એક અફવા નવસારી જિલ્લાની મીના બોટ ગુમ થયાના વાવડ પ્રસરી જતાં લોકોએ માછીમારો હેમખેમ પરત ફરે તે માટે પ્રાથના કરી રહ્યા હતા. બીજી તરફ માછીમાર સમાજે પણ બીલીમોરા બંદરેથી નજીકના વિસ્તારોમાં શોધખોળ કરી માછીમારોને પરત લાવવા પ્રયાસો કર્યા હતા. જો કે તેઓ દરિયામાં દૂર નીકળી ગયા હોય યુવાનોને આ મીના બોટના માછીમારો નજરે ચઢ્યા ન હતા અને પરત ફરવું પડ્યું હતું. નવસારીના અગ્રણીઓ પણ આ માછીમાર સતત ચિંતા કરતા જોવા મળ્યા હતા. આખરે આ તમામ માછીમારો હેમખેમ મળતા તંત્રે પણ રાહત અનુભવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!