ખેડૂત આંદોલન વચ્ચે પહેલીવાર રિલાયન્સે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંગે આપ્યું મોટુ નિવેદન, જાણો શું કહ્યું…

ઘણા મહિનાથી ચાલતા ખેડૂત આંદોલન વચ્ચે આજે પ્રથમવાર રિલાયન્સે પોતાનું નિવેદન આપ્યું છે. નોંધનિય છે કે થોડા દિવસ પહેલા પંજાબમાં જીયોમાં 1500ની આસપાસ ટાવરને નુકસાન પહોંચાડવાની ખબર સામે આવી હતી. જેને લઈને આજે રિલાયન્સે પહેલીવાક પ્રતિક્રિયા આપી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) એ તેની પેટાકંપની કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (આરજેઆઈએલ) દ્વારા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં એક અરજી કરી છે. તેમણે કહ્યું તે આ બંને રાજ્યોમાં તેમના ટાવરોમાં તોડફોડ કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે હાલના ખેડૂત આંદોલનની આડમાં બિઝનેસ હરીફો તેમની સાથે ષડયંત્ર રચી રહ્યા છે. કંપનીએ નવા કૃષિ કાયદાઓ અંગે સ્પષ્ટતા પણ જાહેર કરી છે.

કયારેય ખેડૂતો પાસેથી સીધું અનાજ લેવામાં આવ્યું નથી

image soucre

તમને જણાવી દઈએ કે ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી અને આસપાસના વિસ્તારમાં હજારોની સંખ્યામાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહયું છે અને આ આંદોલનમાં એવા આરોપો પણ લાગી રહ્યા છે કે કાયદાના કારણે એમએસપી સમાપ્ત થઈ જશે જેના કારણે અંબાણી અને અદાણીને ખૂબ ફાયદો થવાનો છે. આ આરોપોના કારણે પંજાબમાં તો જિયોના ટાવરમાં ખૂબ તોડફોડ પણ કરવામાં આવી હતી. જે બાદ હવે રિલાયન્સ સામે આવી છે અને હાઇકોર્ટમાં આ ઘટના સામે સુરક્ષાને લઈને અરજી કરી છે. આ સિવાય કંપનીએ એમ પણ સ્પષ્ટતા કરીને તેમનો કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ કરવાનો કોઇ ઇરાદો જ નથી. કંપનીએ કહ્યું કે કયારેય ખેડૂતો પાસેથી સીધું અનાજ લેવામાં આવ્યું નથી.

કૉન્ટ્રૅક્ટ કે કૉર્પોરેટ ફાર્મિંગમાં આવવાનો કોઇ જ ઇરાદો નથી

રિલાયન્સે નવા કૃષિ કાયદાઓના નામે કરવામાં આવેલા દાવાઓ અંગે ખુલાસો જાહેર કર્યો છે. વળી, કંપનીએ એ પણ જણાવ્યું છે કે તે ખેડૂતોની સુખાકારી માટે પોતાના સ્તરે પગલા લઈ રહી છે.
રિલાયન્સ કંપની દ્વારા ચોથી જાન્યુઆરીના રોજ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કંપનીએ લાગતાં આરોપો પર સ્પષ્ટતા કરી છે કે કંપનીનો કૉન્ટ્રૅક્ટ કે પછી કૉર્પોરેટ ફાર્મિંગમાં આવવાનો કોઇ જ ઇરાદો કે પ્લાન નથી. કંપનીએ એમ પણ કહ્યું જે આજ સુધી ક્યારેય કૉન્ટ્રૅક્ટ કે પછી કૉર્પોરેટ ફાર્મિંગ માટે એક પણ જમીન પણ લેવામાં આવી નથી.

સપ્લાયર દ્વારા MSP પર જ અનાજ લેવામાં આવે છે

રિલાયન્સ રિટેલ લિમિટેડ, રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડ અને અન્ય કોઈ સહાયક કંપનીએ પહેલાં ક્યારેય ‘કોર્પોરેટ’ અથવા ‘કોન્ટ્રેક્ટ ખેતી’ કરી નથી. ભવિષ્યમાં પણ કંપનીની આવી કોઈ યોજના નથી. RIL દ્વારા સફાઇ આપવામાં આવી છે કે કંપનીએ ક્યારેય ખેડૂતો પાસેથી સીધું જ અનાજ લીધું નથી અને સપ્લાયર દ્વારા MSP પર જ અનાજ લેવામાં આવે છે. અમે સપ્લાયરને કહીશું કે તેઓ ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર જ અનાજ ખરીદે અને તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણનું પાલન કરે. કંપનીએ કહ્યું કે કંપની જેમની પાસેથી અનાજ લે છે તે સપ્લાયરે ક્યારેય પણ ન્યૂનતમ સમર્થન મૂલ્યની નીચેની કિંમત ખરીદ્યું નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય આવું કરવામાં આવશે નહીં. ખેડૂતો પાસેથી અનુચિત લાભ લેવા માટે કંપનીએ કોઇ પણ પ્રકારના આવા કૉન્ટ્રૅક્ટ ક્યારેય કર્યા નથી.

વિરોધીઓ કરી રહ્યા છે ષડયંત્ર

તમને જણાવી દઈએ કે પંજાબમાં ખેડૂતોના આંદોલનની વચ્ચે રિલાયન્સની સંપત્તિમાં તોડફોડ કરવામાં આવી રહી છે ત્યારે કંપનીએ એક અરજી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં કરી છે. સંચાર માધ્યમોના ઉપકરણો પર થયેલા હુમલાને લઈને આ અરજી કરવામાં આવી છે. કંપનીએ આ અરજીમાં માંગ કરી છે કે હાઇકોર્ટ દ્વારા કંપનીના કર્મચારી અને સંપત્તિની સુરક્ષા માટે આદેશ આપે. કંપનીએ એમ પણ કહ્યું કે તોડફોડ કરવામાં બિઝનેસના અમુક પ્રતિદ્વંદીનો હાથ પણ હોઇ શકે છે.

પંજાબમાં જ 1500 જેટલા મોબાઈલ ટાવર પર તોડફોડ

image soucre

રિલાયન્સ એમ પણ કહ્યું કે રિલાયન્સ કે તેમની અન્ય કોઈ સહાયક કંપનીએ પંજાબ કે હરિયાણામાં અથવા દેશમાં ક્યાંય સીધી કે આડકતરી રીતે ખેતીની જમીન ખરીદી નથી. કંપની આ સંદર્ભે આગળ કોઈ યોજના બનાવી રહી નથી. નોધનીય છે કે પંજાબમાં જ 1500 જેટલા મોબાઈલ ટાવર પર હુમલાઓ કરવામાં આવ્યા જે બાદ કંપની દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. નવેમ્બર મહિનામાં રિલાયન્સ ફ્રેશના સ્ટોર પણ બંધ કરાવવામાં આવ્યા હતા. કંપનીએ કહ્યું છે કે આ ખેડૂત આંદોલનની આડમાં બિઝનેસના અમુક દુશ્મનો તેમનું હિત સાધવામાં લાગી ગયા છે અને આ પ્રકારની હરકતોને હવા આપી રહ્યા છે.

રિલાયન્સ રિટેલ દેશના સંગઠિત રિટેલ માર્કેટમાં એક મોટી કંપની છે

image soucre

તમને જણાવી દઈએ કે રિલાયન્સ રિટેલ દેશના સંગઠિત રિટેલ માર્કેટમાં એક મોટી કંપની છે. તમામ પ્રકારના રિટેલ ઉત્પાદનોમાં અનાજ, ફળો, શાકભાજી સહિત દૈનિક ઉપયોગમાં લેવાતા ઘણા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ તમામ ઉત્પાદનો સ્વતંત્ર ઉત્પાદકો અને સપ્લાયર્સ દ્વારા આવે છે. કંપની ક્યારેય પણ સીધી ખેડૂતો પાસેથી અનાજ ખરીદતી નથી. કંપનીએ ખેડુતોને ફાયદો થાય તે માટે લાંબાગાળાની ખરીદી માટે ક્યારેય કોઈ કરાર કર્યો નથી. કંપનીએ એમ પણ કહ્યું નથી કે તેના સપ્લાયરોએ ઓછા ભાવે સીધા ખેડૂતો પાસેથી ખરીદી કરે એવુ કંપની ક્યારેય નહીં કરે.

આ ખેડુતો દેશની 1.3 અબજ વસ્તીના અન્નદાતા

આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તમામ ખેડુતો પ્રત્યે આભાર અને આદર વ્યક્ત કર્યો છે. કંપનીએ નિવેદનમાં કહ્યું, આ ખેડુતો દેશની 1.3 અબજ વસ્તીના અન્નદાતા છે. રિલાયન્સ અને તેની સહાયક કંપનીઓ ખેડૂતોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. કંપની ભારતીય ખેડૂતો સાથે સમૃદ્ધિ, સર્વાંગી વિકાસ અને નવા ભારત માટે મજબૂત ભાગીદારીમાં માને છે. કંપનીએ એમ પણ કહ્યું કે, તેમણે ખેડૂતોને નુકસાન પહોંચાડવાને બદલે આવા અનેક કાર્યો કર્યા છે, જેનો લાભ ખેડુતો તેમજ સામાન્ય લોકોને પણ મળ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ