અઠવાડિયામાં 7-8 કિલો વજન ઉતારવુ છે? તો પાઇનેપલ છે તમારા માટે એકદમ બેસ્ટ, જાણો કેવી રીતે

પાઇનેપલના આ પ્રયોગથી એક દીવસમાં ઘટાડો એક કીલો વજન અને અઠવાડિયામાં ઘટાડો 6-7 કીલો વજન, લગ્નસિઝન શરૂ થવા જ જઈ રહી છે અને તમે મહત્ત્વના પ્રસંગે આકર્ષક દેખાવા માગો છો ? તમારી બોડીને થોઢી સ્લીમ-ટ્રીમ કરવા માગો છો ?

તો પાઇનેપલનો આ ઉપાય તમારું એક દીવસમાં એક કીલોગ્રામ વજન ઘટાડવામાં મદદ કરશે. તેના માટે તમારે પાંચ દિવસ સુધી પાઇનેપલના આ ડાયેટપ્લાનને વળગી રહેવાનું છે અને જાદુઈ રીતે તમે તમારું વજન ઘટાડતા જશો. તો ચાલો જાણીએ આ જાદુઈ પાઇનેપલ ડાયેટ વિષે.

પાઇનેપલ તમારું વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે છે

image source

– પાઈનેપલ તમારી પાચનશક્તિને સુધારે છે. અને તેમાં સમાયેલા તત્ત્વો તમારા આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે અને આરીતે તે તમારા શરીરને ઘટાડવામાં પણ મદદ કરે છે.

– પાઇનેપલમાં રહેલું બ્રેમેલાઇન તત્ત્વ તમારામાં રહેલા પોષકતત્ત્વોને શરીરમાં શોષવામાં મદદ કરે છે અનેતેના કારણે તમારી બોવેલ મુવમેન્ટ ધીમી પડે છે અને આ રીતે તમને ભુખ ઓછી લાગે છે.

image source

– પાઇનેપલમાં રહેલું બ્રેમેલાઇન તત્ત્વ તમારા શરીરમાંના ઇન્ફ્લેમેશનને ઘટાડવામાં મદદ કરે છે અને આ જ ઇન્ફ્લેમેશન તમારા શરીરને વધારવામાં કારણરૂપ હોર્મોન લેપટીનને અસરકારક બનાવે છે. આ રીતે પાઇનેપલ સીધું જ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

– પાઇનેપલના સેવનથી તમે પ્રવૃત્તિશીલ, ઉર્જાશીલ રહો છો. તેમાં બી1 વિટામીનનું પ્રમાણ પણ ખુબ હોય છે. આમ તમે જો સતત પ્રવૃત્તિશીલ રહેશો તો તમારું મેટાબોલીઝમ પણ ગતિમાન રહેશે અને તમારું વજન ઘટાડવામાં મેટાબોલીઝમ ગતિમાન હોવું ખુબ જરૂરી છે.

image source

– માત્ર એક કપ પાઇનેપલમાં 70-80 કેલેરી સમાયેલી હોય છે. આ ઉપરાંત તેને ખાવાથી તમને ઘણા લાંબા સમય સુધી ભુખ નથી લાગતી.

અહીં અમે તમને પાંચ દિવસનો પાઇનેપલ ડાયેટ પ્લાન આપી રહ્યા છે જે તમારે આ રીતે ફોલો કરવાનો રહેશે.

પ્રથમ દિવસનો પાઇનેપલ ડાયેટ પ્લાન

image source

સવારે વહેલા 7.30થી 8.00 વચ્ચે (અથવા તમે જ્યારે ઉઠો ત્યારે) : એક કપ હુંફાળા પાણીમાં મધ અને એપલ સિડર વિનેગર ઉમેરીને પીવું.

નાશ્તાના સમયે 8.30થી 9.00 વચ્ચેઃ એક કપ પાઇનેપલ + ઓટમીલ

બપોરે જમતી વખતે 12..30થી 1.00ની વચ્ચેઃ ટોફુ એટલે કે સોયા પનીર + એક કપ પાઇનેપલ

image source

સાંજના નાશ્તામાં 4.00થી 4.300 વચ્ચેઃ 1 ગ્લાસ તાજો પાઇનેપલનો જ્યુસ

રાત્રે ભોજનમાં 7.30થી 8.00 વચ્ચેઃ ટામેટા + ફણસી + પાઇનેપલનું સલાડ અને મશરૂમ

પહેલો દીવસ તમારા માટે અઘરો રહેશે ખાસ કરીને તેવા લોકો માટે જેમને આખો દીવસ કંઈ આચર-કુચર ખાવાની આદત રહેતી હોય તેમના માટે. પણ આ ડાયેટથી તમને આખા દિવસ દરમિયાન ભુખ નહી લાગે અને તમને સારું પણ લાગશે.

image source

ઝડપથી વજન ઘટાડવા માટે તમારે ઉપર જણાવ્યો છે તે પ્રમાણેનો પાઇનેપલ ડાયેટપ્લાન ફોલો કરવો. સવારે ઉઠીને એપલ સિડર વિનેગર અને મધ તમારા શરીરમાંથી બધા જ ઝેરી તત્ત્વો બહાર ફેંકી દેશે અને તમારો મેટાબોલીક રેટ વધારશે.

જ્યારે ઓટમીલ અને પાઇનેપલનો નાશ્તો તમને સ્વાદે પણસારો લાગશે અને તેમાં ડાયેટરી ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તમારા શરીરમાંની વધારાની ચરબી પણ બાળવામાં મદદ કરશે. તોફુમાંથી તમને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળશે.

image source

જ્યારે સાંજનું ભાણું તમને પુષ્કળ પ્રમાણમાં વિટામીન્સ, મિનરલ્સ, પ્રોટીન અને ફાયબર પુરા પાડશે જે ઉંઘ દરમિયાન પણ તમારું વજન ઘટાડશે અને તમને ઘેરી ઉંઘ પણ આપશે.

બીજા દિવસનો પાઇનેપલ ડાયેટ પ્લાન

image source

સવારે વહેલા 7.30થી 8.00 વચ્ચે (અથવા તમે જ્યારે ઉઠો ત્યારે) :એક કપ મીથેના દાણા પલાળેલુ પાણી

નાશ્તાના સમયે 8.30થી 9.00 વચ્ચેઃ 2 પલાળેલી બદામ + એક કપ પાઇનેપલ + 2 સ્ક્રેમ્બલ્ડ એગ્સ અથવા તો પનીર અથવા તોફુ

image source

બપોરે જમતી વખતે 12..30થી 1.00ની વચ્ચેઃ પાઇનેપલ અને મશરૂમનું સલાડ

સાંજના નાશ્તામાં 4.00થી 4.30 વચ્ચેઃ 1 ગ્લાસ તાજા પાઇનેપલ, તરબુચનો જ્યુસ ફુદીનાના પાંદડા સાથે

રાત્રે ભોજનમાં 7.30થી 8.00 વચ્ચેઃ ઓછા તેલમા કકડાવેલા શાકભાજી અને એક કપ પાઇનેપલ

image source

બીજો દિવસ તમારા માટે સરળ રહેશે. અને તમને તમારું શરીર હળવું થતું જણાશે. તમને ઉંઘ પણ સારી આવશે અને તમારો આખો દિવસ પણ સ્ફુર્તિમાં પસાર થશે.

ત્રીજા દિવસનો પાઇનેપલ ડાયેટ પ્લાન

સવારે વહેલા 7.30થી 8.00 વચ્ચેઃ એક કપ લીંબુના રસવાળી ગ્રીન ટી

નાશ્તાના સમયે 8.30થી 9.00 વચ્ચેઃ 1 કપ તાજા પાઇનેપલનો જ્યુસ + તોફુ સલાડ અને ફેટ ફ્રી મિલ્ક

image source

બપોરે જમતી વખતે 12¬: 30થી 1.00ની વચ્ચેઃ સ્પ્રાઉટેડ સલાડ + એક કપ પાઇનેપલ

સાંજના નાશ્તામાં 4.00થી 4.30 વચ્ચેઃ એક કપ પાઇનેપલ મરી પાઉડર અને થોડાં ટીપાં લીંબુના રસવાળુ

રાત્રે ભોજનમાં 7.30થી 8.00 વચ્ચેઃ સાંતળેલા શાકભાજી અને મશરૂમ + એક કપ પાઇનેપલ જ્યુસ

image source

ત્રીજા દીવસનો આ ડાયેટપ્લાન તમારું વજન ઘટાડવા માટે અસરકારક રીતે મદદરૂપ રહેશે. તેનાથી તમારા શરીરમાંનો બધો જ કચરો બીજા દિવસે સવારે બહાર નીકળી જશે. પાઇનેપલ તેમજ લીંબુના રસમાં સી વીટામીનનું પ્રમાણ વધારે હોય છે અને તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

જ્યારે મશરૂમ તેમજ ટોફુ અથવા તો તેની જગ્યાએ જો તમે ઓમલેટ ખાતા હોવ તો તેમાંથી મળતુ પુષ્કળ પ્રોટીન તમારા મસલ્સને બાંધવામાં તેમજ મજબુત કરવામાં મદદ કરશે. જ્યારે શાકભાજીમાં કાર્બ્સ, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર મળી રહે છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે.

image source

ચોથા દિવસનો પાઇનેપલ ડાયેટ પ્લાન

સવારે વહેલા 7.30થી 8.00 વચ્ચેઃ એક કપ હુંફાળા ગરમ પાણીમાં લીંબુ અને મધ ઉમેરી પી જવું

નાશ્તાના સમયે 8.30થી 9.00 વચ્ચેઃ 1 કપ તાજા પાઇનેપલનો જ્યુસ + ઓટ્સ

image source

બપોરે જમતી વખતે 12..30થી 1.00ની વચ્ચેઃ પાઇનેપલ, સ્ટ્રોબેરી,કીવી અને એક મોટો ચમચો ક્રીમ અને ચપટી તજનો પાઉડર મીક્સ કરી સલાડ તરીકે લેવું.

સાંજના નાશ્તામાં 4.00થી 4.30 વચ્ચેઃ એક ગ્લાસ છાશ

image source

રાત્રે ભોજનમાં 7.30થી 8.00 વચ્ચેઃ તોફુનું સલાડ+ એક કપ પાઇનેપલ

આ દિવસના ડાયેટની શરૂઆત સવારે હુંફાળા પાણીમાં લીંબુ અને મધને પીવાથી થાય છે. તેમજ જે ફ્રુટ સલાડની સલાહ આપવામાં આવી છે તે તમને પુષ્કળ પ્રમાણમાં પોષકતત્ત્વો પુરા પાડશે.

જ્યારે તેમાં ઉમેરવામાં આવતો તજનો પાઉડર તમારું વજન ઘટાડવામાં મદદ કરશે. જ્યારે સાંજના નાશ્તામાં એક ગ્લાસ છાશ તમને પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી જશે અને તમારી પાચનશક્તિ પણ સુધારશે.

પાચંમા દિવસનો પાઇનેપલ ડાયેટ પ્લાન

image source

સવારે વહેલા 7.30થી 8.00 વચ્ચેઃ એક કપ તજ-આદુની ચા

નાશ્તાના સમયે 8.30થી 9.00 વચ્ચેઃ બાફેલા ઇન્ડા અથવા પનીર અથવા લોફેટ મિલ્ક અને એક કપ પાઇનેપલ જ્યુસ સાથે એક મધ્યમ કદની પેનકેક જેને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવેલી હોય અને બે બદામ

બપોરે જમતી વખતે 12..30થી 1.00ની વચ્ચેઃ પાલક અથવા ફણસી (ઓછા તેલમાં સાંતળેલા) અને તોફુ + એક કપ પાઇનેપલ

image source

સાંજના નાશ્તામાં 4.00થી 4.300 વચ્ચેઃ એક કપ ફેટ ફ્રી દહીં

રાત્રે ભોજનમાં 7.30થી 8.00 વચ્ચેઃ ટામેટા, પાલક અને એવોકાડોનું સલાડ + એક કપ પાઇનેપલ જ્યુસ

વહેલી સવારે આદુ અને તજની ચા પીવાથી તમારા શરીરની ચરબીને બળવામાં વેગ મળશે આ સિવાય ઇંડા ખાવાથી કે પછી ફેટ વગરનું દૂધ પીવાથી તમને દીવસ દરમિયાન જરૂરી પ્રોટીન મળી રહેશે, તેમજ બે નંગ બદામ ખાવાથી તમને સ્વસ્થ ચરબી મળી રહેશે અને ઘઉંના લોટની પેન કેક ખાવાથી તમારા શરીર માટે પુરતા રેશા મળી રહેશે.

image source

જ્યારે સાંજે એક કપ દહીં ખાવાથી તમારા આંતરડાને યોગ્ય બેક્ટેરિયા મળી રહેશે જે તમારા પાચનતંત્રને સ્વસ્થ બનાવશે.

માત્ર પાંચ દિવસ આ ડાયેટપ્લાન અપનાવવાથી તમે લગભગ 5 કીલોગ્રામ વજન ઘટાડી શકશો. અને તેનાથી તમને તમારા શરીરમાં, તમારી પાચનશક્તિમાં મોટો ફરક જોવા મળશે

આ ઉપરાંત જો તમને સતત સાંધાના દુખાવાની કે પછી માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો તે પણ દૂર થશે. અને તમારી ઉંઘ પણ ઘેરી બનશે અને સવારે તમે તાજા-માજા ઉઠી શકશો.

image source

નોંધઃ જો કે અમે તમને જણાવી દઈએ કે આ ડાયેટ પ્લાન કાયમ માટે નથી. અને તેને શરૂ કરતાં પહેલાં તમારે તમારા ન્યુટ્રીશનીસ્ટ કે પછી ડોક્ટરની સલાહ લેવી જોઈએ. અને ઉપર જણાવેલા ડાયેટપ્લાન દરમિયાન તમારે તમારી જાતને હાઇડ્રેટ રાખવાનું ન ભુલતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ