સ્ત્રીઓ આગળ અને પુરુષ આ બાબતે હોય છે સાવ પાછળ, જાણો તમે પણ

શું તમને કુતુહલ થાય છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ ઝડપથી કેમ ચાલે છે ? તો જાણો તેની પાછળના વૈજ્ઞાનિક કારણો

પુરુષો સ્ત્રીઓ કરતાં ઝડપથી ચાલી શકે છે ! જાણો તેની પાછળના વૈજ્ઞાનિક કારણો

મોટા ભાગના લોકોને દોડવા અને ચાલવાની એક્સરસાઇઝ સૌથી વધારે ગમતી હોય છે. કારણ કે તેમાં તેમનું શરીર તો સ્વસ્થ બને જ છે પણ તેમનો મૂડ પણ બુસ્ટ થાય છે. સ્ત્રી-પુરુષ બન્નેને આ એક્સરસાઇઝ કરવી ગમતી હોય છે અને સાથે કરવી પણ ગમતી હોય છે.

image source

અને જ્યારે તેઓ એક સાથે ચાલતા હોય છે ત્યારે સ્ત્રી પુરુષને ધીમેથી ચાલવા કહે છે અને પુરુષ સ્ત્રીને ઝડપથી ચાલવા કહે છે અને ઘણીવાર તો આ બાબતને લઈને બન્ને વચ્ચે મીઠો ઝઘડો પણ થઈ જાય છે.

પણ કેમ એવું થાય છે ? તે જાણવાનો પ્રયાસ આપણે ભાગ્યે જ કરીએ છે.
આવું સ્ત્રી-પુરુષની ખાણીપીણી અને વ્યાયામ તેમજ એક્ટીવીટી એકસરખી હોવા છતાં પણ બનતુ હોય છે. તો શા માટે આવું બનતુ હોય છે?

image source

તો ચાલો જાણીએ તેની પાછળના કારણો.

શરીરનું કદ

તેમા કોઈ જ શંકા નથી કે શરીરનું કદ ઘણા બધા સંજોગોમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને ખાસ કરીને જ્યારે આપણે સ્ત્રી અને પુરુષ વચ્ચેની ચાલવા-દોડવાની સરખામણી કરી રહ્યા હોઈએ ત્યારે તો ખાસ.

image source

પુરુષના પગમાં સ્ત્રીઓની સરખામણીએ 80 ટકા વધારે મસલ્સ હોયછે. અને આજ વધારાના મસલ્સ તેમને ચાલવા-દોડવામાં ઝડપી બનાવે છે.

આ સિવાય સ્ત્રીઓના ફેફસા અને હૃદય પુરુષોની સરખામણીએ ઓક્સીજનને ઓછી ક્ષમતાએ પમ્પ કરી શકે છે. અને આ કારણ પણ જવાબદાર છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે ચાલવા-દોડવા વચ્ચેનું જે ઝડપનું અંતર છે તેમાં તફાવત હોય છે.

હોર્મોનલ તફાવત

image source

પુરુષ અને સ્ત્રી વચ્ચેના આ તફાવત તેમનામાં રહેલા હોર્મોનલ તફાવતના કારણે હોય છે. જ્યાં સુધી છોકરો અને છોકરી કીશોરાવસ્થામાં નથી પ્રવેશતાં ત્યાં સુધી લગભગ તેમના શરીર સરખા જ હોય છે. અને કીશોરાવસ્થામાં પ્રવેશતાં જ આ પરિવર્તનો શરૂ થાય છે.

પુરુષમાં કીશોરાવસ્થામાં પ્રવેશ થતાં જ તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનો વધારો થતો જાય છે જે તેઓ વયસ્ક થાય છે ત્યાં સુધી થાય છે. કેટલાક પુરુષોમાં તો આ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં 20 ગણું વધારે હોય છે.

image source

આ હોર્મોન્સ શરીરમાં વિકસતા નવા બ્લડસેલ્સ માટે જવાબદાર હોય છે અને તે સેલ્સ શરીરના હાડકા તેમજ માસપેશીઓ મજબુત બનાવે છે. તેની સામે સ્ત્રીઓ પુરુષના પ્રમાણમાં ઓછા ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે છે અને માટે પુરુષની સરખામણીએ તેમના શરીરમાં ઓછા મસલ માસ હોયછે.

આ ઉપરાંત સ્ત્રીઓમાં પુરુષના પ્રમાણ કરતાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે અને માટે જ પુરુષોની સરખામણીએ તેમના શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે જે તેમની ચાલવાની ઝડપ ઘટાડી દે છે.

image source

શું અન્ય પ્રવૃત્તિઓમાં આ તફાવત જોવા મળે છે?

અહીં આપણે સ્ત્રી-પુરુષ વચ્ચેની ઝડપની સરખામણી કરી રહ્યા છે જે બીજી પ્રવૃત્તિઓમાં ઘણા ઓછા પ્રમાણમાં હોય છે. અન્ય રમતો રમતી વખતે બેલેન્સ, ફ્લેક્સિબલ મસલ્સ તેમજ સ્નાયુબંધ આ બધું સ્ત્રીઓને મદદ કરે છે.

image source

જો કે તેમાં પણ ક્યાંય સ્પીડની વાત આવે તો ફરી પાછું તે જ સ્ત્રી-પુરુષની અસમાનતાઓ વચ્ચેનું ફેક્ટર લાગુ પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ