અર્થતંત્રને પાટા પર લાવવા અમેરિકાએ જાહેર કર્યું વિશ્વનું સૌથી મોટુ રાહત પેકેજ, સરકાર બેરોજગારોને મહિને આપશે 86 હજાર રૂપિયા

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાખો લોકોની નોકરી જતી રહી છે આ ઉપરાંત સેંકડો લોકોના વેપાર ધંધા પડી ભાગ્યા છે. આવી સ્થિતિમાં અર્થતંત્રને વેગ આપવા વિશ્વની મહાસતા અમેરિકાએ રાહત પેકેજની જાહેરાત કરી છે. અમેરિકી સંસદે સોમવારે 900 અબજ ડૉલર, એટલે કે 663 લાખ કરોડ રૂપિયાના કોરોના રાહત પેકેજને મંજૂરી આપી છે.

image source

વિશ્વભરના દેશો તરફથી જાહેર કરાયેલા રાહત પેકેજનું આ સૌથી મોટું પેકેજ છે. આ જાહેરાતને પગલે બ્રિટન સિવાયના અન્ય દેશોનાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ પણ 452 પોઈન્ટ વધીને બંધ આવ્યો હતો. 900 અબજ ડોલરના પેકેજમાં, બેરોજગાર, જરૂરિયાતમંદ નાગરિકો, નાના ઉદ્યોગો, શાળાઓ અને આરોગ્ય સેવા પુરી પાડનાર લોકોને મદદ કરવામાં આવશે. આ પેકેજ મુજબ બેરોજગારને દર અઠવાડિયે $ 300 અને જરૂરિયાતમંદોને $ 600 આપવામાં આવે છે.

પેકેજની મહત્વની બાબતો

image source

ટ્રાન્સપોર્ટ માટે 45 અબજ ડૉલરની સહાય

બાળકને 600 ડૉલરની મદદ

બેરોજગારોને માર્ચ મહિના સુધી દર સપ્તાહે 300 ડૉલર અપાશે

રસી વિતરણ માટે 8 અબજ ડૉલર

વાર્ષિક 75 હજાર ડૉલર કમાતા લોકોને 600 ડૉલરની મદદ

31 જાન્યુઆરી સુધી હાઉસિંગ લોન મોરેટોરિયમ

નાના વેપારીઓ માટે 284 અબજ રૂપિયાનો પેચેક-પ્રોટેક્શન પ્રોગ્રામ

કોવિડ તપાસ માટે 20 અબજ ડૉલર

અમેરિકી નાગરિકોને મફત રસી માટે 20 અબજ ડૉલર

15% વસતિ માટે ન્યૂટ્રિશન ફૂડ માટે 13 અબજ ડૉલર

25 અબજ ડૉલરની મકાન ભાડા સહાય

શિક્ષણક્ષેત્રમાં 82 અબજ ડૉલર

વાર્ષિક 75 હજાર ડૉલર કમાતા લોકોને 600 ડૉલરની મદદ

image source

આ પહેલાં અમેરિકી સંસદનાં બંને ગૃહોએ 900 અબજ ડૉલરના કોરોના રાહત પેકેજને મંજૂરી આપી હતી. હાઉસમાં 359-53 વોટથી આ પ્રસ્તાવને મંજૂરી મળી હતી. ત્યાર બાદ ઉપલા ગૃહ સેનેટમાં પણ 92-6થી મંજૂરી મળી ગઈ હતી. આ રાહત પેકેજ હેઠળ બેરોજગારોને દર સપ્તાહે 300 ડૉલરની મદદ કરાશે. આ ઉપરાંત વાર્ષિક 75 હજાર ડૉલર કમાતા લોકોને 600 ડૉલરની મદદ કરાશે. પ્રત્યેક બાળકને સરકાર તરફથી 600 ડૉલરની વધારાની સહાય મળશે. આ પેકેજની જોગવાઈ મુજબ, કોરોના રોગચાળાને કારણે સૌથી વધુ પ્રભાવિત વેપાર-ધંધા, શાળાઓ અને આરોગ્ય સેવાઓને મદદ કરાશે.

આર્થિક સંકડામણ દૂર થશે

image source

યુ.એસ.માં આર્થિક પેકેજ પર શનિવાર અને રવિવારે ચર્ચા થઈ હતી. અંતે તેમાં મહોર લાગી હતી. આ પેકેજ અંગે સેનેટના વરિષ્ઠ નેતા મકોવલે કહ્યું કે આ પેકેજ અમેરિકાના નાગરિકોને ઘણી મદદ કરશે અને તેમની આર્થિક સંકડામણ દૂર કરવામાં સફળ થશે. છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકાના નાના ઉદ્યોગપતિઓ, બેરોજગાર, જરૂરિયાતમંદ નાગરિકો સરકારની મદદની રાહમાં હતા. તેમને આ પેકેજથી મોટી રાહત મળવાની છે. તે જ સમયે, નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બિડેને અર્થતંત્રને વેગ આપવા અંગે વાત કરી હતી.

20મી જાન્યુઆરીએ જો બાયડન શપથ લેશે

image source

અમેરિકા ના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડન 20મી જાન્યુઆરીએ 46 મા યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ દરમિયાન, બાયડને પણ સત્તા સંભાળવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે એક મહિનામાં અમે બધુ બરાબર કરવાનું શરૂ કરીશું. બાયડને પણ કોરોના રિલીફ પેકેજને અમેરિકન લોકો માટે રાહત લાવનારું કહ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ