વર્ષ 2021 આવતા પહેલા જ મંગળ કરવા જઈ રહ્યો છે મેષ રાશીમાં પ્રવેશ, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક સમૃદ્ધ શાસ્ત્ર છે. આ શાસ્ત્રમા બાર રાશીઓનો ઉલ્લેખ કરવામા આવ્યો છે અને દરેક રાશિ કોઈ ને કોઈ વ્યક્તિ સાથે સંકળાયેલી હોય છે. આ રાશિમા જે કઈપણ શુભ કે અશુભ પરિવર્તન આવે છે તેણી સીધી જ અસર રાશિજાતકોના જીવન પર થાય છે. હાલ, આવનાર સમયમા મંગળ ગ્રહ મેષ રાશિમા પ્રવેશ કરવા જઈ રહ્યો છે ત્યારે આ પરિવર્તન અન્ય રાશીજાતકો માટે કેવુ સાબિત થશે? ચાલો જાણીએ.

મેષ રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય અત્યંત શુભ સાબિત થશે. વિદ્યાર્થીઓને શિક્ષણ સ્પર્ધામા સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થવાની અપેક્ષા છે. નવા પરણિત યુગલ માટે બાળક માટેનો યોગ અને જન્મની પ્રાપ્તિ સિનિયર લોકો માટે ધાર્મિક કાર્ય માટેની તક બનશે.વિવાહિત જીવન સાથે સંબંધિત કેટલીક સમસ્યાઓ આવી શકે છે.

image source

ગુસ્સાને કાબૂમાં રાખો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જમીન, સંપત્તિથી તેનો લાભ મળશે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. નોકરીમાં બઢતી અને નવા કરાર મેળવવાનો યોગ છે. કામ-ધંધામા થતા લાભથી આવકના સાધનમાં વધારો થશે. સંપત્તિ સંબંધિત બાબતોનુ જલ્દીથી સમાધાન થશે. સામાજિક કાર્ય પર વધારે ખર્ચ થશે પરંતુ, પ્રતિષ્ઠામા પણ વૃદ્ધિ થશે.

વૃષભ રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય મિશ્ર ફળદાયી સાબિત થઇ રહ્યુ છે. આવનાર સમય દરમિયાન તમે કોઈ વસ્તુની ખરીદી પર વધુ પૈસા ખર્ચ કરી શકો છો. મકાનના બાંધકામમા પણ તમે પૈસા ખર્ચ કરી શકો છો. વધુ પડતા નાણા ખર્ચ થશે, વિચારપૂર્વક નાણા ખર્ચ કરો. નાના ભાઈ-બહેનો સાથેનો સ્વભાવ હમેંશા મધુર રાખો.

તમારા તમામ પ્રકારના કરજ ચૂકતે થઇ જશે. વૈવાહિક જીવનમા તણાવ આવી શકે છે. ક્રોધ અને ઈર્ષ્યાનો ત્યાગ કરવો નહીતર ખરાબ પરિણામ ભોગવી શકાય છે. ધાર્મિક બાબતોમા તમારી રૂચિ વધશે. વિચારાયેલી બધી વ્યૂહરચના અસરકારક રહેશે. ઘરમા મતભેદ અને અવિશ્વાસનુ વાતાવરણ ઉભુ ના થવા દો. વિદેશી મુસાફરીનો યોગ છે.

મિથુન રાશિ :

આ રાશિના જાતકોને આવનાર સમયમા પ્રમોશન અને પૈસા મળશે. તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. રોગો વગેરેથી રક્ષણ મળશે. નોકરીમાં બઢતી મળશે અને ધંધામાં લાભ પણ મળશે. આ સમયગાળા દરમિયાન આવકમાં વધારો થશે. સન્માન પણ મળશે. પરિવાર સાથે સારો સમય પણ વિતાવશે.

image soucre

ગુપ્ત શત્રુઓથી સંભાળો, કોર્ટના કેસોને બહાર થી હલ કરો. વધુ દોડભાગ કરવાથી તણાવ વધશે. બજેટ કરતા વધુ લગ્ન ખર્ચ થશે. વિદેશી કંપનીઓમાં નોકરી અથવા નાગરિકત્વ માટે અરજી કરવાની વધુ સારી તક મળી રહી છે. જીવનસાથીની સાર-સંભાળ રાખો. વૈવાહિક જીવનમા કોઈ કારણોસર મતભેદ થઇ શકે છે. શિક્ષણને લઈને તણાવ રહી શકે છે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ