ઉર્વશી રૌતેલાએ આટલો ભાર ઉંચકીને કરી રહી છે વર્કઆઉટ, તમે પણ જોઈ લો વીડિયો

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌટેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એક્ટ્રેસ ઉર્વશી રૌટેલાને એમની એક્ટિંગ સિવાય ફિટનેસ માટે પણ ઓળખવામાં આવે છે. હાલમાં જ એક્ટ્રેસ ઉર્વશી રૌટેલાએ પોતાનો એક વિડીયો શેર કર્યો છે જેને ફેન્સને ચોંકાવી દીધા છે.

પરસેવો વહાવતી દેખાઈ ઉર્વશી રૌટેલા.

ઉર્વશી રૌટેલા ક્યારેક પોતાના મ્યુઝિક વિડીયો તો ક્યારેક એમના ડાન્સ વિડીયો દ્વારા સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે. તો એ પોતાની ફિટનેસની લઈને પણ ખૂબ જ સચેત છે જેના માટે ઉર્વશી રૌટેલા જીમમાં ખૂબ પરસેવો વહાવે છે. એવો જ એક વિડીયો એમને જીમમાંથી શેર કર્યો છે જેમાં એ ટફ વર્કઆઉટ કરતી દેખાઈ રહી છે.

જીમમાં કર્યું ટફ વર્કઆઉટ.

ઉર્વશી રૌટેલાએ પોતાનો આ વર્કઆઉટ વિડીયો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્વશી રૌટેલા જીમમાં ટફ વર્કઆઉટ કરતા કરતા ખૂબ જ પરસેવો વહાવી રહી છે. આ વીડિયોમાં ઉર્વશી રૌટેલા વર્ટિકલ જમ્પ કરી રહી છે. આ વીડિયોની સાથે એમને કેપ્સનમાં લખ્યું છે કે વર્ટિકલ જમ્પ સ્કવોટ વિથ રેસિસ્ટન્સ બેન્ડસ. ઉર્વશી રૌટેલાના આ વીડિયોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌટેલાને છેલ્લી વાર વર્સચે બેબી મ્યુઝિક વિડીયોમાં જોવામાં આવી હતી. એ પછી એ હવે જીઓ સ્ટુડિયોઝની વેબ સિરીઝ ઇન્સ્પેક્ટર અવિનાશમાં રણદીપ હુડા સાથે દેખાશે. સાથે જ એ પોતાનું ડેબ્યુ તમિલ ફિલ્મમાં પણ કરવાની છે જેમાં ઉર્વશી રૌટેલા એક આઈઆઇટિએન અને માઇક્રોબાયોલોજીસ્ટનો રોલ કરતી દેખાશે. એ સિવાય એ બ્લેક રોઝ અને થિરતું પાયલે 2ની હિન્દી રિમેકમાં પણ દેખાશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી રૌતેલાએ બૉલિવુડમાં ‘સિંહ સાહબ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતુ. તેણે બૉલિવુડની ‘હૅટ સ્ટોરી 4’, ‘ગ્રાન્ડ મસ્તી’, ‘સનમ રે’, ‘ભાગ જૉની’ અને ‘પાગલપંતી’ જેવી ઘણી ફિલ્મો કરી છે. ફિલ્મો સાથે ઉર્વશીના આઇટમ નંબર પણ ખૂબ પસંદ કરવામાં આવે છે

તમને જણાવી દઈએ કે બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલાને થોડા સમય પહેલા જ સ્ત્રી શક્તિ નેશનલ એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવી છે. ઉર્વશીને કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન આગળ આવીને લોકોને અલગ-અલગ રીતે મદદ કરવા માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong